આજનો ઇતિહાસ 13 જાન્યુઆરી: ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ છે?

Today history 13 January : આજે 13 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના પ્રથમ અવકાશયાત્રીરાજેશ શર્માનો જન્મ દિવસ છે, તેઓ વર્ષ 1984માં 7 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : January 13, 2024 08:04 IST
આજનો ઇતિહાસ 13 જાન્યુઆરી: ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ છે?
રાકેશ શર્મા પ્રથમ ભારતીય અવકાશયાત્રી છે. (Photo - ieGujarati.com)

Today history 13 January : આજે તારીખ 13 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે ભારતના પ્રથમ અને વિશ્વના 138માં અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મદિવસ છે. ચંદ્ર ઉપર પગ મૂકનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. ઇતિહાસની ઘટનાઓ પર વાત કરીયે તો વર્ષ 1818માં ઉદયપુરના રાણાએ મેવાડના રક્ષણ માટે અંગ્રેજો સાથે સંધિ કરી હતી. તો વર્ષ 1607માં સ્પેનમાં રાષ્ટ્રીય નાદારીની ઘોષણા પછી ‘બેંક ઓફ જીનીવા’નું પતન થયું. હતુ. ઉપરાંત આજે ભાજપના નેતા વજુભાઈ વાળા અને પ્રખ્યાત સંતૂર વાદક શિવકુમાર શર્માનો પણ જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

13 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – લાહોર હાઈકોર્ટે વિશેષ અદાલતને ‘ગેરબંધારણીય’ ગણાવી, જેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ગંભીર દેશદ્રોહના દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવી. ઓડિશાના ફિલ્મ નિર્માતા મનમોહન મહાપાત્રાનું ભુવનેશ્વરમાં નિધન થયું છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દુર્લભ બીમારીઓ અંગે એક ડ્રાફ્ટ પોલિસી બહાર પાડી. આ ડ્રાફ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગરીબ લોકોને 15 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવાનો છે જેઓ સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ ડ્રાફ્ટને ‘રેર ડિસીઝ 2020’ નામ આપવામાં આવ્યું છે.
  • 2010 – આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટીને કારણે, વર્ષ 2009 દરમિયાન જર્મનીના અર્થતંત્રમાં 5% નો ઘટાડો નોંધાયો, જે. બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો ઘટાડો છે.
  • 2009 – જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ બનાવવામાં આવ્યા.
  • 2008 – મેસેડોનિયામાં સૈન્ય વિમાન દુર્ઘટનામાં 11ના મોત.
  • 2007- સંયુક્ત રાષ્ટ્રનું મહિલાઓ સામેના ભેદભાવને દૂર કરવા માટેનું 37મું સંમેલન ન્યૂયોર્કમાં શરૂ થયું.
  • 2006- બ્રિટને પરમાણુ કાર્યક્રમ અંગે ઈરાન પર લશ્કરી હુમલાનો ઇનકાર કર્યો હતો.
  • 2002 – ચીનના વડાપ્રધાન ઝુ રોંગજી 6 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા.
  • 1999 – નૂર સુલતાન નઝરવાયેવ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.
  • 1995 – બેલારુસ નાટોનો 24મો સભ્ય દેશ બન્યો.
  • 1993 – દક્ષિણ ઇરાકમાં નો-ફ્લાય ઝોન લાગુ કરવા માટે યુએસ અને તેના સાથીઓએ ઇરાક પર હવાઈ હુમલા કર્યા.
  • 1988 – ચીનના રાષ્ટ્રપતિ ચિંગ ચિયાંગ કુમોનું અવસાન થયું.
  • 1948 – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.
  • 1910 – વિશ્વનું પ્રથમ જાહેર રેડિયો પ્રસારણ ન્યુયોર્ક શહેરમાં શરૂ થયું.
  • 1889 – આસામના યુવાનોએ તેમનું સાહિત્યિક સામયિક ‘જોનાકી’ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.
  • 1849 – બીજા એંગ્લો-શીખ યુદ્ધ દરમિયાન ચિલિયનવાલાનું પ્રખ્યાત યુદ્ધ શરૂ થયું.
  • 1842 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સૈન્ય અધિકારી ડૉ. વિલિયમ બ્રાઈડન ‘એંગ્લો અફઘાન યુદ્ધ’માં બચી ગયેલા એકમાત્ર બ્રિટિશ સભ્ય હતા.
  • 1818 – ઉદયપુરના રાણાએ મેવાડના રક્ષણ માટે અંગ્રેજો સાથે સંધિ કરી.
  • 1709 – મુઘલ શાસક બહાદુર શાહ- પ્રથમ એ તેના ત્રીજા ભાઈ કમબક્ષને હૈદરાબાદમાં સત્તા સંઘર્ષમાં હરાવ્યો.
  • 1607 – સ્પેનમાં રાષ્ટ્રીય નાદારીની ઘોષણા પછી ‘બેંક ઓફ જીનીવા’નું પતન થયું.

આ પણ વાંચો | 12 જાન્યુઆરીનો ઇતિહાસ : રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો

આ પણ વાંચોઃ 11 જાન્યુઆરી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ

13 જાન્યુઆરી – મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • અશ્મિત પટેલ (1978) – ભારતીય અભિનેતા.
  • મેજર મોહિત શર્મા (1978) – ભારતીય સેનાના અધિકારી હતા, જેમને મરણોત્તર ‘અશોક ચક્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.
  • રાકેશ શર્મા (1949) – ભારતના પ્રથમ અને વિશ્વના 138માં અવકાશયાત્રી.
  • વજુભાઈ વાળા (1939) – ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા.
  • શિવકુમાર શર્મા (1938) – પ્રખ્યાત ભારતીય સંતૂર વાદક હતા.
  • મનમોહન સૂરી (1928) – ભારતીય મિકેનિકલ એન્જિનિયર અને સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુરના ડિરેક્ટર હતા.
  • શક્તિ સામંત (1926) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક.
  • મરી ચેન્ના રેડ્ડી (1919) – ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • સી. અચ્યુત મેનન (1913) – ભારતીય સામ્યવાદી પક્ષના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • શમશેર બહાદુર સિંહ (1911) – હિન્દી ભાષાના કવિ.
  • દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે (1896) – ભારતના પ્રખ્યાત કન્નડ કવિ અને લેખક.
  • બદલુ સિંહ (1876) – ભારતીય સેનાની 29મી લાન્સર્સ રેજિમેન્ટમાં રિસાલદાર હતા.

આ પણ વાંચો | 11 જાન્યુઆરી: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન ક્યા થયુ હતુ? રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે?

13 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • મનમોહન મહાપાત્રા (2020) – ઓડિયા ફિલ્મોના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક હતા.
  • અમૃત તિવારી (2018ઝ – ભારતીય દંત ચિકિત્સક હતા.
  • સરસ્વતી રાજમણી (2018) – ભારતની સૌથી નાની મહિલા જાસૂસ હતી.
  • અહમદ જાન થિરકવા (1976) – ભારતના પ્રખ્યાત તબલાવાદક.
  • શૌખ બહરાઈચી (1964) – પ્રખ્યાત કવિ.
  • આર.એન. મધોલકર (1921) – એક ભારતીય રાજકારણી હતા જેમણે થોડા સમય માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો | 10 જાન્યુઆરીનો ઇતિહાસ : વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ