Today history 16 May : આજે 16 મે 2023 (16 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સિકિક્મ રાજ્યનો સ્થાપના દિવસ છે, વર્ષ 1975માં આ રાજ્યને લોકમતથી ભારતમાં ભેળવવામાં આવ્યું અને ત્યાં રાજશાહીના અંત સાથે લોકશાહી બંધારણ અમલમાં આવ્યું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (16 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
16 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1975 – સિક્કિમમ રાજ્યની સ્થાપના કરવામાં આવી.
સિક્કિમ સ્થાપના દિવસ
સિક્કિમ સ્થાપના દિવસ 16 મેના રોજ ઉજવવામાં આવે છે. સિક્કિમ નમગ્યાલ રાજાશાહી દ્વારા શાસિત સ્વતંત્ર રાજ્ય હતું. તેને 1975માં લોકમત પછી ભારતમાં ભેળવવામાં આવ્યું હતુ. આ લોકમત પછી સિક્કિમમાં રાજાશાહીનો અંત આવ્યો અને ભારતીય બંધારણના નિયમો અને નિયમો હેઠળ લોકશાહીનો ઉદય થયો. સિક્કિમ ભારતના પૂર્વોત્તરના 7 રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. અંગૂઠાના કદ જેવો આકાર ધરાવતું આ રાજ્ય પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં ચીન તિબેટ પ્રદેશ અને દક્ષિણપૂર્વમાં ભૂટાનથી ઘેરાયેલું છે. ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તેની દક્ષિણમાં આવેલું છે. અંગ્રેજી, નેપાળી, લેપચા, ભૂટિયા, લિમ્બુ અને હિન્દી તેની સત્તાવાર ભાષાઓ છે, પરંતુ સત્તાવાર કામમાં અંગ્રેજીનો જ ઉપયોગ થાય છે. હિન્દુ ધર્મ અને વજ્રયાન બૌદ્ધ ધર્મ અહીંના મુખ્ય ધર્મો છે. ‘ગંગટોક’ આ રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર છે.
- 2004 – રોજર ફેડરરે હેમ્બર્ગ માસ્ટર્સ ટાઇટલ જીત્યું.
- 2006 – હોલીવુડની પ્રખ્યાત ઓસ્કાર એવોર્ડ માટે નામાંકિત અભિનેત્રી નાઓમી વોટ્સને સંયુક્ત રાષ્ટ્ર સંગઠનની એમ્બેસેડર બનાવવામાં આવી. ન્યુઝીલેન્ડના 47 વર્ષીય માર્ક ઈંગ્લિસ કૃત્રિમ પગની મદદથી એવરેસ્ટના શિખર પર ધ્વજ ફરકાવનાર પ્રથમ પર્વતારોહક બન્યા છે.
- 2008 – સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 27% OBC ક્વોટા પર પ્રતિબંધ મૂકતા કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો છે. વડાપ્રધાન મનમોહન સિંહ ભૂટાનની બે દિવસીય મુલાકાતે થિમ્પુ પહોંચ્યા છે.
- 2010 – સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં PTI અગાઉના વિજેતા ભારત અને દક્ષિણ કોરિયાને વરસાદના કારણે મેચ રદ થયા બાદ સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 14 મેનો ઇતિહાસ : મધર્સ ડે, રાઇટ બંધુના વિમાનમાં પહેલીવાર કોઇ વ્યક્તિએ ઉડાન ભરી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ચર્ચિલ અલેમાઓ (1949) – ગોવાના ભૂતપૂર્વ ચોથા મુખ્યમંત્રી.
- મંગલેશ ડબરાલ (1948) – હિન્દીની આધુનિક કવિતાના આદરણીય અને ટોચના સાહિત્યકાર હતા.
- એ. નારાયણસ્વામી (1957) – ભારતીય જનતા પાર્ટીના નેતા.
- કરમશી જેઠાભાઈ સોમૈયા (1902) – ભારતના શિક્ષણશાસ્ત્રી હતા.
- આર.એન. મધોલકર (1857) – ભારતીય રાજનીતિજ્ઞ હતા, જેમણે થોડા સમય માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
- ગુલશેર ખાન શાની (1933) – પ્રસિદ્ધ સાહિત્યકાર.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- કર્નલ ધરમવીર સિંહ (2022) – ભારતીય સેનાના બહાદુર સૈનિક હતા.
- રાજેન્દ્ર સિંહ જાડેજા (2021) – ભારતીય ટીમનો ઝડપી બોલર હતો.
- રૂસી મોદી (2014)- ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા જૂથના ટોચના સભ્ય.
- ગોપાલ ચંદ્ર પ્રહરાજ (1945) – ઉડિયા ભાષાના પ્રખ્યાત લેખક અને ભાષાશાસ્ત્રી.