Today history 12 May : આજે 12 મે 2023 (12 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ નર્સ ડે છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની યાદમાં તેમના જન્મ દિવસ આંતરારાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. આજે ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો જન્મ દિવસ છે. આજે જોધપુરનો સ્થાપના દિવસ પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (12 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
12 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1459 – જોધપુરનો સ્થાપના દિવસ.
- 1666 – પુરંદરની સંધિ હેઠળ શિવાજી ઔરંગઝેબને મળવા આગ્રા પહોંચ્યા.
- 1689 – ઇંગ્લેન્ડ અને હોલેન્ડે લીગ ઓફ એગ્સબર્ગ બનાવ્યું.
- 1915 – ક્રાંતિકારી રાસ બિહારી બિહારી બોસે જાપાનની હોડી મારુમાં બેસીને ભારત છોડ્યુ.
- 1922 – સંયુક્ત રાજ્ય અમેરિકામાં વર્જીનિયાની પાસે 20 ટનનો ઉલ્કા પિંક પડ્યો.
- 1999 – રશિયાના નાયબ વડા પ્રધાન સર્ગેઈ સ્ટેપનિશની કાર્યવાહક વડાપ્રધાન તરીકે નિમણૂક, અમેરિકન નાણામંત્રી રોબર્ટ રુબિને તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 2002 – ઇજિપ્ત, સીરિયા અને સાઉદી અરેબિયાએ પશ્ચિમ એશિયાના મામલે શાંતિ સમજૂતીની ઇચ્છા વ્યક્ત કરી.
- 2007 – પાકિસ્તાનના કરાચી શહેરમાં હિંસા.
- 2008 – ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ન્યાયાધીશોની પુનઃસ્થાપના મુદ્દે કોઈ સમજૂતી ન થવાને કારણે સંયુક્ત સરકારમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. ચીનમાં આવેલા ભીષણ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા હતા.
- 2010 – બિહારના ચર્ચીત બાથની ટોલા હત્યાકાંડ કેસમાં ભોજપુરના પ્રથમ અપર જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અજય કુમાર શ્રીવાસ્તવે ત્રણ દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારી હતી.
- 2010 – નિઠારી કાંડમાં સાત વર્ષની બાળકી આરતીની સાથે બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં દોષી સુરેન્દ્ર કોલીને સીબીઆઇના સ્પેશિયલ જજ એ.કે. સિંહે મોતની સજા સંભળાવી.
આ પણ વાંચોઃ 11 મેનો ઇતિહાસ : ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું, નેશનલ ટેકનોલોજી ડે
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
દુનિયાભરમાં 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ (International Nurses Day) ઉજવાય છે. આ દિવસ ‘ફ્લોરેન્સ નાઇટીંગેલ’ની યાદમાં તેમના જન્મદિવસે ઉજવવામાં આવે છે, જેમણે નોબલ નર્સિંગ સર્વિસની શરૂઆત કરી હતી. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલનો જન્મ 12 મે, 1820ના રોજ થયો હતો. દુનિયામાં પહેલીવાર 1962માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ એ નર્સ માટે નવા વિષય પર શૈક્ષણિક અને જાહેર માહિતી સામગ્રી બનાવીને અને તેનું વિતરણ કરીને દિવસની ઉજવણી કરી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરના અમીર અને ગરીબ બંને દેશોમાં નર્સની અછત છે. વિકસિત દેશો અન્ય દેશોમાંથી નર્સને બોલાવીને નર્સની અછત પૂરી કરે છે અને તેમને ત્યાં સારો પગાર અને સુવિધાઓ આપે છે, જેના કારણે તેઓ વિકસિત દેશોમાં જવામાં કોઇ વિલંબ કરતા નથી. બીજી તરફ, વિકાસશીલ દેશોમાં નર્સ પાસે વધુ પગાર અને સુવિધાઓનો અભાવ છે અને તેઓને આગળનું ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી, જેના કારણે તેઓ વિકસિત દેશોમાં નોકરી માટે જતા રહે છે.
ભારત સરકારના પરિવાર અને કલ્યાણ મંત્રાલયદ્વારા નર્સ દ્વારા પુરી પાડવામાં આવતી શ્રેષ્ઠ સેવાને માન્યતા આપવા માટે નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ એવોર્ડ દર વર્ષે 12મી મેના રોજ આપવામાં આવે છે. 1973 થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કુલ 237 નર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારો દર વર્ષે માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડમાં 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને મેડલ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 10 મે : ભારતમાં વર્ષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સૌરભ ચૌધરી (2002)- ભારતીય શૂટર.
- શિખા પાંડે (2002) – ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી.
- માર્ગાની ભારત (2002) – આંધ્ર પ્રદેશના રાજમુન્દ્રી લોકસભા મતવિસ્તારમાંથી 17મી લોકસભાના સભ્ય.
- ઋષિ સુનક (1980)- ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન.
- કે.જી. બાલકૃષ્ણન (1945) – ભારતના 37મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ઘનશ્યામ નાયક (1944)- એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા હતા.
- નંદુ નાટેકર (1933) – આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા.
- કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્ય (1875) – પ્રખ્યાત ફિલસૂફ, જેમણે હિંદુ ફિલસૂફીનો અભ્યાસ કર્યો.
- જે. કૃષ્ણમૂર્તિ (1895) – એક ફિલોસોફર અને આધ્યાત્મિક વિષયો પર ખૂબ જ કુશળ અને પરિપક્વ લેખક હતા.
- ફ્લોરેન્સ નાઇટીંગેલ (1820) – એક નર્સ જેમણે ‘આધુનિક નર્સિંગ ચળવળના જન્મદાતા’.
- કે. પલાનીસ્વામી (1954) – રાજકારણી અને તમિલનાડુના 13મા મુખ્યમંત્રી.
- સીતા દેવી (મહારાણી) (1917) – બરોડાની મહારાણી હતી.
આ પણ વાંચોઃ 9 મેનો ઇતિહાસ : મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુચિત્રા ભટ્ટાચાર્ય (2015) – બંગાળી ભાષાની પ્રખ્યાત મહિલા નવલકથાકાર હતા.
- શમશેર બહાદુર સિંહ (1993) – હિન્દી કવિ.
- ધનંજય કીર (1984) – બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવનચરિત્ર લખનાર સાહિત્યકાર હતા.
- અલકનંદા (નૃત્યાંગના) (1984) – ભારતના કથક નૃત્યાંગના હતી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 મે : વિશ્વ થેલેસેમિયા દિવસ – લોહીના સગપણમાં મળતો જીવલેણ રોગ