scorecardresearch

આજનો ઇતિહાસ 11 મે : ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું, નેશનલ ટેકનોલોજી ડે

Today history 11 May : આજે 11 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો નેશનલ ટેકનોલોજી દિવસ છે. આજના દિવસે વર્ષ 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

National Technology Day
ભારતમાં દર વર્ષ 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે.

Today history 11 May : આજે 11 મે 2023 (11 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતનો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. વર્ષ 1998માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજયાપીએ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને તેની યાદગારીમાં નેશનલ ટેકનોલોજી ડે ઉજવવાની શરૂઆત થઇ હતી. પ્રખ્યાત લેખક અને પત્રકાર સઆદત હસન મંટોનો વર્ષ 1912માં આજના દિવસે જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (11 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

11 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1995 – યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી રૂમમાં 24 દિવસ ચાલેલી પરિષદના અંતે, પરમાણુ અપ્રસાર સંધિને અનિશ્ચિત સમય માટે કાયમી કરવામાં આવી હતી.
 • 1998: ભારતે રાજસ્થાનના પોખરણમાં ત્રણ પરમાણુ પરીક્ષણો કર્યા.
 • 1998 – ભારતમાં નેશનલ ટેક્નોલોજી દિવસ ઉજવવાની શરૂઆત થઇ.

નેશનલ ટેકનોલોજી ડે

ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day/ નેશનલ ટેકનોલોજી ડે) ઉજવવામાં આવે છે. વર્ષ 1998માં 11 મેના રોજ ભારતે અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાનપદ દરમિયાન તેનું બીજું સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવ્યું હતું. નેશનલ ટેક્નોલોજી ડે માત્ર ટેક્નોલોજી ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થવાની યાદગીરીમાં ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રીતે વિકસિત એરક્રાફ્ટ ‘હંસ-3’ એ પણ તે જ દિવસે પરીક્ષણ ઉડાન ભરી હતી. ઉપરાંત ભારતે આ દિવસે ત્રિશુલ મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. આ દિવસ આપણી શક્તિઓ, નબળાઈઓ, ધ્યેયો પર વિચાર મંથન કરવા માટે ઉજવવામાં આવે છે, જેથી આપણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં દેશની સ્થિતિ અને દિશા વિશે સાચી જાણકારી મેળવી શકીએ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 10 મે : ભારતમાં વર્ષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ

 • 2000- દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ‘આસ્થા’નો જન્મ થયો, ભારતનું એક અબજમું બાળક.
 • 2001 – અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભારતનું સમર્થન, અમેરિકાની સંસદે સંયુક્ત રાષ્ટ્રનું લેણું અટકાવ્યું.
 • 2002 – બાંગ્લાદેશમાં બોટ અકસ્માતમાં 378 લોકોના મોત થયા હતા.
 • 2005 – બગલીહાર પ્રોજેક્ટ પર ભારત-પાકિસ્તાનના મતભેદોને ઉકેલવા માટે વિશ્વ બેંકે તટસ્થ નિષ્ણાંતની નિમણૂક કરી.
 • 2007 – ઇઝરાયલે હમાસ સાથે સંબંધિત રિફોર્મ એન્ડ ચેન્જ પાર્ટીને ગેરકાયદેસર જાહેર કરી.
 • 2008 – દક્ષિણ વઝીરિસ્તાનમાં નાટો દળોએ હુમલો કર્યો. ન્યુયોર્કની કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે સંશોધિત માનવ ભ્રૂણ બનાવ્યો છે.
 • 2010 – ભારતની સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એસએચ કાપડિયાને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા 38મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ભારતની સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓમાં અનામત આપવાનો અધિકાર છે.

આ પણ વાંચોઃ 9 મેનો ઇતિહાસ : મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • શક્તિ સિંહા (1957) – ભારતના સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ખાનગી સચિવ હતા.
 • સાગર સરહદી (1933) – ભારતીય હિન્દી સિનેમાના પીઢ પટકથા લેખક હતા.
 • મૃણાલિની સારાભાઈ (1918) – ભારતની પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર હતી.
 • સઆદત હસન મંટો (1912) – ભારતના લોકપ્રિય લેખક અને પત્રકાર હતા.
 • કે.કે. વી.કે. સુંદરમ (1904) – ભારતના બીજા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
 • એસ. એમ. શ્રીનાગેશ (1903) – ભારતીય સેનાના ત્રીજા સેનાધ્યક્ષ હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 મે : વિશ્વ થેલેસેમિયા દિવસ – લોહીના સગપણમાં મળતો જીવલેણ રોગ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • આબિદા સુલતાન (2002) – ભોપાલ રજવાડાના રાજકુમારી અને ભારતના પ્રથમ મહિલા પાઇલટ.

આ પણ વાંચોઃ 7 મે : વિશ્વ હાસ્ય દિવસ, વર્લ્ડ એથ્લેટિક્સ ડે, રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ

Web Title: Today history 11 may india nuclear test pokhran national technology day know today important events

Best of Express