Today history 8 May : આજે 8 મે 2023 (8 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે. આનુવંશિક રક્ત વિકારોની આ બીમારી વ્યક્તિને જન્મની સાથે જ થાય છે અને જીવનભર રહે છે. થેલેસેમિયાની બીમારીના બે પ્રકાર છે માઇનર અને મેજર જેમાં થેલેસેમિયા મેજર એ જીવલેણ બીમારી છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
8 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1945 – મિત્ર દળોની સેના સમક્ષ જર્મનીનું આત્મસમર્પણ.
- 1999 – બેલગ્રેડમાં ચીની દૂતાવાસ પર નાટોનો મિસાઈલ હુમલો.
- 2000 – ભારતીય મૂળના 69 વર્ષીય લોર્ડ સ્વરાજપાલ બ્રિટનની ચોથી સૌથી મોટી યુનિવર્સિટી બ્રિટિશ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થયા.
- 2001 – અમેરિકા પણ ઇન્ટરનેશનલ ડ્રગ કંટ્રોલ બોર્ડમાંથી બહાર.
- 2002- ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ રદ કરીને સ્વદેશ પરત ફરી.
- 2004 – શ્રીલંકાના મુરલીધરને 521 વિકેટ લઈને સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો.
- 2006 – સંયુક્ત સ્ટેટ અમેરિકા પાકિસ્તાનને નવીનતમ પરંપરાગત શસ્ત્ર પ્રણાલી આપવા સંમત થયું.
- 2010 – છત્તીસગઢમાં નક્સલવાદીઓએ દંતેવાડામાં ટાડમેટલા હુમલાના એક મહિના બાદ બીજાપુર-ભોપાલપટ્ટનમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-16 પર સીઆરપીએફના સશસ્ત્ર વાહનને લેન્ડમાઈન વિસ્ફોટ કરીને ઉડાવી દીધું. આ ઘટનામાં આઠ જવાનો શહીદ થયા હતા. વિસ્ફોટમાં ત્યાંથી પસાર થતા બે નાગરિકો પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ 7 મે : વિશ્વ હાસ્ય દિવસ, વર્લ્ડ એથ્લેટિક્સ ડે, રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ
વિશ્વ થેલેસેમિયા દિવસ
આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે. દુનિયાભરમાં 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનુવંશિક રક્ત સંબંધિત આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા વિશે થેલેસેમિયા દિવસ ઉજવાય છે. થેલેસેમિયા એ વારાસગત બીમારી છે અને પેઢી દર પેઢી આગળ વધે છે. આ બીમારી બાળકને જન્મથી જ લાગુ થાય છે અને જીવનભર મટતી નથી. આનો એક જ ઉપાય છે, લગ્ન સંબંધોમાં સાવધાની.
થેલેસેમિયાની બીમારીથ પીડિત વ્યક્તિના શરીરમાં રક્તકણ અને હિમોગ્લોબિન સરેરાશ કરતા અત્યંત ઓછું થઇ જાય છે. વ્યક્તિના સમગ્ર શરીરમાં ઓકસીજનના પરિવહન માટે હિમોગ્લોબિન નામનું પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્ય કરતા પ્રમાણ ઘટી જાય તો બાળકને થેલેસીમિયા બીમારી થવાની સંભાવના રહે છે.
થેલેસેમિયાના બે પ્રકાર હોય છે એક માઇનર અને મેજર. વ્યક્તિના શરીરમાં લોહીના રક્તકણો તૂટેલા હોય તો તેને થેલેસેમિયા મેજર કહેવાય છે અને જો રક્તકણો પ્રમાણમાં નાના હોય તો તેને થેલેસેમિયા માઇનર કહેવાય છે. કોઇ પણ વ્યક્તિને જન્મથી થેલેસેમિયાની બીમારી લાગુ પડે છે અને જીવનપર્યત રહે છે. થેલેસેમિયા માઇનર એ બીમારી નથી પરંતુ થેલેસેમિયા મેજર એ એક જીવલેણ બીમારી છે.
આ પણ વાંચોઃ 6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગિરિજા દેવી (1929) – ભારતની પ્રખ્યાત ઠુમરી ગાયિકા
- સ્વામી ચિન્મયાનંદ (1916) – ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક વિચારક અને વેદાંત ફિલસૂફીના વિશ્વ વિખ્યાત વિદ્વાન.
- ગોપબંધુ ચૌધરી (1895) – ઓરિસ્સાના પ્રખ્યાત ક્રાંતિકારી અને ગાંધીવાદી કાર્યકર.
- તપન રાય ચૌધરી (1926) – પ્રખ્યાત ઇતિહાસકાર.
- જીન-હેનરી ડ્યુનાન્ટ (1828) – માનવ સેવાના કાર્યો માટે પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિ.
આ પણ વાંચોઃ 5 મેનો ઇતિહાસ : બુદ્ધ પૂર્ણિમા – જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- આત્મારામ રાવજી દેશપાંડે (1982) – પ્રખ્યાત મરાઠી સાહિત્યકાર.
- ઝિયા ફરીદુદ્દીન ડાગર (2013) – ભારતના પ્રખ્યાત ધ્રુપદ ગાયક.
- દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય (1993) – ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર હતા.
- મીર કાસિમ (1777) – બંગાળના નવાબ
- અમીર ચંદ (1915) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
- ભાઈ બાલમુકુંદ (1915) – ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારી હતા.
- દામોદરમ સંજીવૈયા (1927) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
- વાસુદેવ ચાપેકર (1899) – ભારતીય ઇતિહાસના પ્રખ્યાત ચાપેકર બંધુઓ પૈકીના એક હતા.
આ પણ વાંચોઃ 4 મેનો ઇતિહાસ : ટીપુ સુલતાનનું અવસાન થયુ, કોલ માઇનર્સ ડે