Today history 7 May : આજે 7 મે 2023 (7 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હાસ્ય દિવસ છે. હાસ્યને તમામ દર્દની દવા કહેવાય છે, તેથી જ લોકોને હસવાનું અને સ્વસ્થ રહેવાનું સૂચન કરાય છે. આજે વિશ્વ એથ્લેટિક્સ દિવસ પણ છે. લોકોમાં ખાસ કરીને બાળકો અન યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા આ દિવસ છે. આજે ભારતના મહાન કવિ અને સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોનો જન્મ દિવસછે. ‘ગીતાંજલિ’ના સર્જન બદલ તેમને સાહિત્ય ક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (7 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
7 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1976 – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને તેમની શોધ માટે પેટન્ટ મળી, જેને તેમણે “ટેલિફોન” નામ આપ્યું.
- 1989 – ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી વિરુદ્ધ ઈરાનના ફતવા પછી બ્રિટન અને ઈરાન વચ્ચે રાજદ્વારી સંપર્ક તૂટી ગયો.
- 1999 – સ્કોટિશ સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત.
- 2000 – વ્લાદિમીર પુતિને રશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો.
- 2001 – ઉત્તરપૂર્વ ઈરાનમાં પૂર.
- 2002 – આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ગુજરાતમાં હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી.
- 2004 – નેપાળના વડાપ્રધાન સૂર્ય બહાદુર થાપાએ રાજીનામું આપ્યું.
- 2008 – રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના 10મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. પાકિસ્તાને પરમાણુ સક્ષમ મિસાઈલ હતફ-8નું પરીક્ષણ કર્યું છે.
આ પણ વાંચોઃ 6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ
વિશ્વ એથ્લેટિક્સ દિવસ
વિશ્વ એથ્લેટિક્સ દિવસ (World Athletics Day) દર વર્ષે 7મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં રમતગમતની ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ દિવસ 1996માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો મૂળ ઉદ્દેશ્ય લોકોમાં ખાસ કરીને યુવાનોને રમતગમત – એથ્લેટિક્સમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. તેની શરૂઆત વર્ષ 1996માં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. આ દિવસે એથ્લેટિક્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.
વિશ્વ હાસ્ય દિવસ
આજે વિશ્વ હાસ્ય દિવસ છે. વિશ્વ હાસ્ય દિવસ (World Laughter Day) દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જે બાળકો વધુ હસતા હોય છે તે વધુ હોશિયાર હોય છે. હાસ્ય દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. જાપાનના લોકો તેમના બાળકોને શરૂઆતથી જ હસતા શીખવે છે. આ સમયે જ્યારે મોટાભાગની દુનિયા આતંકવાદના ભયથી ઘેરાયેલી છે ત્યારે ‘વર્લ્ડ લાફ્ટર ડે’ની ખૂબ જ જરૂર છે. આ દુનિયામાં આટલી અશાંતિ અગાઉ ક્યારેય જોવા મળી નથી. આજે દરેક વ્યક્તિની અંદર અસંતોષ- બેચેની અને ડર છે. આવી સ્થિતિમાં હાસ્ય સમગ્ર વિશ્વમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે.
આ પણ વાંચોઃ 5 મેનો ઇતિહાસ : બુદ્ધ પૂર્ણિમા – જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- કેશવ પ્રસાદ મૌર્ય (1968) – ભારતીય જનતા પાર્ટીના નેતા હતા.
- પન્નાલાલ પટેલ (1912) – ગુજરાતી ભાષાના જાણીતા લેખક હતા.
- રવીન્દ્રનાથ ટાગોર (1861)- પ્રખ્યાત બંગાળી ભાષાના કવિ, વાર્તા લેખક, ગીતકાર, સંગીતકાર, નાટ્યકાર હતા. ‘ગીતાંજલિ’ના સર્જન માટેસાહિત્ય ક્ષેત્રનો નોબલ પુરસ્કાર જીતનાર પ્રથમ એશિયન અને ભારતીય નાગરિક.
- પાંડુરંગ વામન કાને (1880) – મહાન ભારતીય સંસ્કૃતશાસ્ત્રી અને વિદ્વાન પંડિત.
- એન. એસ. હાર્ડીકર (1889) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ‘હિન્દુસ્તાની સેવા દળ’ના સ્થાપક.
આ પણ વાંચોઃ 4 મેનો ઇતિહાસ : ટીપુ સુલતાનનું અવસાન થયુ, કોલ માઇનર્સ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અલ્લુરી સીતારામ રાજુ (1924) – પ્રખ્યાત દક્ષિણ ભારતીય સ્વતંત્રતા સેનાની
- પ્રેમ ધવન (2001) – હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત ગીતકાર
- વનરાજ ભાટિયા (2021) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
આ પણ વાંચોઃ 3 મેનો ઇતિહાસ : વર્લ્ડ પ્રેસ ફીડમ ડે – મીડિયા સમાજનો અરીસો છે