scorecardresearch

આજનો ઇતિહાસ 6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ

Today history 6 May : આજે 6 મે 2023 (6 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નહેરુની જન્મ જયંતિ અને ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

motilal nehru

Today history 6 May : આજે 6 મે 2023 (6 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નહેરુની જન્મ જયંતિ અને ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે.જાણો ઇતિહાસની તવારીખમાં (6 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1997-ફ્રાન્સની ક્રિસ્ટિન જેનિન ધ્રુવ પર ચાલનારી વિશ્વની પ્રથમ મહિલા બની.
  • 2004 -ચીને સિક્કિમને ભારતનો હિસ્સો માન્યો.
  • 2005 – સંયુક્ત રાષ્ટ્રએ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું.
  • 2006 – ટાઇટેનિક જહાજ ડૂબવાના છેલ્લા સાક્ષી અમેરિકન નાગરિક લિલિયન એસ્પ્લાન્ટનું અવસાન થયું. વિશ્વની સૌથી મોટી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર પોર્ટર ગ્રોસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 2007 – નિકોલસ સરકોઝી ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.
  • 2008 – બાંગ્લાદેશમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં પ્રથમ વખત ચાર્જશીટ દાખલ કરી.
  • 2010 – મુંબઈમાં 26/11 હુમલાના દોષિત અજમલ અમીર કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચોઃ 5 મેનો ઇતિહાસ : બુદ્ધ પૂર્ણિમા – જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ

ઇન્ટરનેશનલ નો ડાયટ ડે

દર વર્ષે 6 મેના રોજ આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડે (International No Diet Day) ઉજવામાં આવે છે. ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે 1992માં મેરી ઇવાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તે ચરબીની સ્વીકૃતિ અને શરીરના કદની સ્વીકૃતિની ઉજવણી છે. ચુસ્ત ડાયટ પર નિર્ભર આધાર રાખ્યા વગર અને કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની સાથે તમારા શરીરની ચિતા કર્યા વગર શરીરને પ્રેમ અને પોષણથી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ 4 મેનો ઇતિહાસ : ટીપુ સુલતાનનું અવસાન થયુ, કોલ માઇનર્સ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગગન નારંગ (1983) – ભારતીય રાઈફલ શૂટર.
  • આબિદ ખાન (1972) – ભારતીય સેનાના બહાદુર સૈનિકો હતા, જેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
  • ખજન સિંહ (1964) – ભારતના પ્રખ્યાત તરવૈયા.
  • લાલ થનહાવલા (1942) – પ્રખ્યાત રાજકારણી અને મિઝોરમના ત્રીજા મુખ્યમંત્રી.
  • સેમ પીરોજ ભરૂચા (1937) – ભારતના ભૂતપૂર્વ 30મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • રહેમાન રાહી (1925) – કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક.
  • મોતીલાલ નેહરુ (1861) – સ્વતંત્રતા સેનાની અને રાજકારણી.

આ પણ વાંચોઃ 3 મેનો ઇતિહાસ : વર્લ્ડ પ્રેસ ફીડમ ડે – મીડિયા સમાજનો અરીસો છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અજીત સિંહ (2021) – ભારતીય રાજકારણી હતા.
  • ગોવિંદ મુનિસ (2010) – ભોજપુરી ફિલ્મ નિર્દેશક (નદિયા કે પાર)
  • શ્યામ લાલ યાદવ (2005) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • કોકા સુબ્બા રાવ (1976) – ભારતના આઠમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • શિવ કુમાર બટાલવી (1973) – પંજાબી ભાષાના પ્રખ્યાત કવિ હતા
  • ભુલાભાઈ દેસાઈ (1946) – જાણીતા ન્યાયશાસ્ત્રી, અગ્રણી સંસદીય નેતા અને મહાત્મા ગાંધીના વિશ્વાસુ સાથી.

આ પણ વાંચોઃ 2 મેનો ઇતિહાસ : વિશ્વ અસ્થમા દિવસ – શ્વાસોશ્વાસની બીમારી વિશે જાગૃતિની જરૂર

Web Title: Today history 6 may motilal nehru international no diet day know today important events

Best of Express