Today history 3 May : આજે 3 મે 2023 (3 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ પ્રેસ ફીડમ ડે છે. દુનિયાભરમાં પ્રેસ-મીડિયાની સ્વતંત્રતાને સન્માનિત કરવા અને તેના મહત્વને રેખાંકિત કરવા માટે ઉજવવામાં આવે છે. આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો જન્મદિવસ છે. તો અભિનેત્રી નરગીસ દત્તનું વર્ષ 1981માં આજના દિવસે અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (3 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
3 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1919 – અમાનુલ્લા ખાન દ્વારા બ્રિટિશ ભારત પર આક્રમણ.
- 1998 – ‘યુરો’ને યુરોપિયન ચલણ તરીકે સ્વીકારવાનો યુરોપિયન નેતાઓનો ઐતિહાસિક નિર્ણય.
- 2002 – અમેરિકન મીડિયાએ પરવેઝ મુશર્રફના જનમત સંગ્રહને ‘શરમજનક જનમત’ ગણાવ્યો.
- 2003 – ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન બન્યા.
- 2004 – વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને છઠ્ઠી વન-ડે મેચમાં ચાર વિકેટથી હરાવ્યું.
- 2006 – પાકિસ્તાન અને ઈરાને 3 દેશોના ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટમાંથી ભારતને અલગ કરવાના ઉદ્દેશ્ય સાથે દ્વિપક્ષીય ગેસ પાઈપલાઈન કરાર પર હસ્તાક્ષર કર્યા. યુકેના હાઉસ ઓફ લોર્ડ્સમાં એકેડેમીશિયન કમલેશ પટેલની બિન-પક્ષીય પીઅર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- 2008 – ટાટા સ્ટીલ લિમિટેડને યુકેમાં કોલસાની ખાણ માટેનું પ્રથમ લાઇસન્સ મળ્યું. પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહની ફાંસી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલા બંધારણ સભા માટે ચૂંટાયા હતા. એક જ્વાળામુખી જે હજારો વર્ષોથી નિષ્ક્રિય હતો તે દક્ષિણ ચિલીના લાસ લગાસ વિસ્તારમાં ફાટ્યો.
- 2016- 63મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત; મનોજ કુમાર, અમિતાભ બચ્ચન અને કંગના રનૌતનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ 2 મેનો ઇતિહાસ : વિશ્વ અસ્થમા દિવસ – શ્વાસોશ્વાસની બીમારી વિશે જાગૃતિની જરૂર
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે (World Press Freedom Day) દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે. પ્રેસ એટલે કે મીડિયા એ કોઈપણ સમાજનો અરીસો છે. વર્ષ 1991માં યુનેસ્કોની જનરલ કન્ફરન્સનાં છઠ્ઠાં અધિવેશનમાં થયેલી ભલામણોને ધ્યાનમાં રાખી વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ દિવસની ઘોષણા કરી હતી. પ્રેસની સ્વતંત્રતા સાબિત કરે છે કે તે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દુનિયાભરમાં પ્રેસ-મીડિયાની સ્વતંત્રતાને સન્માનિત કરવા અને તેના મહત્વને રેખાંકિત કરવા માટે ઉજવવામાં આવે છે.
ભારત જેવા લોકશાહી દેશમાં પ્રેસની સ્વતંત્રતા એ મૂળભૂત જરૂરિયાત છે. ભારતમાં પ્રેસને લોકસભાના ચાર આધારસ્તંભ પૈકીનો એક માનવામાં આવે છે. આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણી પાસે આપણી દુનિયામાંથી બહાર નીકળવા અને આપણી આસપાસની ઘટનાઓ વિશે જાણવા માટે વધુ સમય નથી. આવી સ્થિતિમાં, પ્રેસ અને મીડિયા અમારા માટે સમાચાર વાહક તરીકે કામગીરી કરે છે. હાલના સમયમાં પ્રેસ- મીડિયાનું સ્વરૂપ બદલાઇ રહ્યું અને ઝડપથી વિસ્તાર પામી રહ્યું છે. પ્રેસ-મીડિયા આપણને દેશ-દુનિયાના સમાચારોની સાથે સાથે વિવિધ માહિતીઓ પર રજૂ કરે છે. આજે વિશ્વમાં સમાચાર પહોંચાડવા માટે પ્રેસ શ્રેષ્ઠ માધ્યમ છે.
આ પણ વાંચોઃ 1 મેનો ઇતિહાસ : ગુજરાત સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મરિયમ મિર્ઝાખાની (1977) – ગણિતની દુનિયાનું પ્રતિષ્ઠિત સન્માન ‘ફિલ્ડ્સ મેડલ’ મેળવનાર પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી હતા.
- અર્જુન મુંડા (1968) – ઝારખંડના ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
- વી.કે. કૃષ્ણ મેનન (1896) – ભારતીય રાષ્ટ્રવાદી, રાજકારણી, રાજદ્વારી અને ભારતના ભૂતપૂર્વ રક્ષામંત્રી.
- સી.કે. જૈન (1935) – ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ.
- સુમિત્રા સિંહ (1930) – રાજસ્થાનના પ્રખ્યાત મહિલા રાજકારણી.
- કમલ રાની વરુણ (1958) – એક જાણીતા રાજકારણી અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.
- ઉમા ભારતી (1955) – પ્રખ્યાત રાજકારણી
- રઘુવર દાસ (1955) – ઝારખંડના છઠ્ઠા મુખ્યમંત્રી
- અશોક ગેહલોત (1951) – પ્રખ્યાત રાજકારણી
આ પણ વાંચોઃ 30 એપ્રિલનો ઇતિહાસ : આયુષ્માન ભારત દિવસ, એડોલ્ફ હિટલરે આત્મહત્યા કરી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જગમોહન મલ્હોત્રા (2021) – ભારતીય સિવિલ સર્વિસના ભૂતપૂર્વ અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- પ્રમોદ મહાજન (2006) – ભારતના રાજકીય નેતા.
- જગજીત સિંહ અરોરા (2005) – ભારતીય સેનાના કમાન્ડર.
- પ્રેમેન્દ્ર મિત્રા (1988) – બંગાળી કવિ, લેખક અને ફિલ્મ નિર્દેશક હતા.
- નરગીસ દત્ત (1981)- ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી.
- ડૉ. ઝાકિર હુસૈન (1969) – ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ (જન્મ 1897)