scorecardresearch

આજનો ઇતિહાસ 30 એપ્રિલ : આયુષ્માન ભારત દિવસ, એડોલ્ફ હિટલરે આત્મહત્યા કરી

Today history 30 April : આજે 30 એપ્રિલ 2023 (30 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આયુષ્માન ભારત દિવસ છે. તો વર્ષ 1945માં આજના દિવસે જ એડોલ્ડ હિટલરે આત્મહત્યા કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

ayushman bharat diwas
ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી.

Today history 30 April : આજે 30 એપ્રિલ 2023 (30 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આયુષ્માન ભારત દિવસ છે. ભારતમાં 2018માં વિશ્વની સૌથી મોટી સામાજીક મેડિકલ સુવિધાની યોજના કહેવાતી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1945માં આજના દિવસે જ એડોલ્ડ હિટલરે આત્મહત્યા કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (30 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

30 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

2018 – ભારતમાં આયુષ્માન ભારત દિવસની ઉજવણીની શરૂઆત થઇ.

આયુષ્માન ભારત દિવસ

આયુષ્માન ભારત દિવસ દર વર્ષે ભારતમાં 30 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ 29 એપ્રિલનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ ડાન્સ ડે – નૃત્ય એટલે લાગણી, પ્રેમ, સંસ્કૃતિ અને ભક્તિની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ

 • 2010 – હિન્દી ફિલ્મોના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને પ્રાણને “ફાળકે આઈકોન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 • 2008 – ઓડિશાના બાલાસોર જિલ્લાના ચાંદીપુર બીચ પરથી ડ્રાઇવરલેસ એરક્રાફ્ટ લક્ષ્યનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
 • 2007 – અંધ પાઇલટ માઇલ્સ હિલ્ટને પ્લેનમાં અડધી દુનિયાની પરિક્રમા કરીને રેકોર્ડ બનાવ્યો હતો.
 • 2006 – 2011 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ભારતીય ઉપખંડ દ્વારા કરવામાં આવ્યું હતું.
 • 2005 – રાજાના અસાધારણ અધિકારોને જાળવી રાખતા નેપાળમાં કટોકટીનો અંત આવ્યો.
 • 2004 – ફઝુલા (ઇરાક)માં હિંસામાં 10 અમેરિકન સૈનિકો માર્યા ગયા.
 • 2002- પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના કાર્યકાળને આગામી 5 વર્ષ માટે વધારવા માટે જનમત સંપન્ન થયો.
 • 2001 – ફિલિપાઇન્સમાં એરુટ્રાડા સમર્થકો દ્વારા બળવાનો પ્રયાસ.
 • 2000 – આતંકવાદનો સામનો કરવા માટે સહયોગના આહ્વાન સાથે હવાનામાં જી-77 સમિટ યોજાઈ.
 • 1999 – હિંદ મહાસાગર ટાપુ કોમોરોસ લશ્કર દ્વારા કબજે કરવામાં આવ્યો.
 • 1985 – અમેરિકન પર્વતારોહક રિચાર્ડ ડિક બાસ (55 વર્ષ) માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા.
 • 1945 – જર્મન સરમુખત્યાર હિટલર અને તેની પત્ની ઈવા બ્રાઉન દ્વારા આત્મહત્યા.
 • 2017- નેપાળની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી સામે મહાભિયોગનો પ્રસ્તાવ.

આ પણ વાંચોઃ 28 એપ્રિલનો ઇતિહાસ : બાજીરાવે અંતિમ શ્વાસ લીધા ને મસ્તાની સતી થઇ; કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • મીનાક્ષી લેખી (1967) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને સક્રિય રાજકારણી.
 • બિસેટ્ટી વેંકટ સત્યવતી (1966) – આંધ્ર પ્રદેશની મહિલા રાજકારણી છે.
 • એન્ટોનિયો ગુટેરેસ (1949) – સંયુક્ત રાષ્ટ્રના નવમા મહાસચિવ છે.
 • ફાતિમા બીબી (1927)- સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ
 • આર. શંકર (1909) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
 • દાદા સાહેબ ફાળકે (1870) – ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક.

આ પણ વાંચોઃ 27 એપ્રિલનો ઇતિહાસ : મુમતાઝ મહેલનો જન્મદિન, જેમની યાદમાં શાહજહાંએ ‘તાજમહેલ’ બનાવ્યો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • રોહિત સરદાના (2021) – ભારતીય ન્યુઝ ચેનલના ન્યુઝ રિડર હતા.
 • ચુની ગોસ્વામી (2020) – ભારતીય ફૂટબોલર હતા.
 • ઋષિ કપૂર (2020) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
 • દોરજી ખાંડુ (2011)- અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા.
 • હરિ સિંહ નલવા (1837) – મહારાજા રણજીત સિંહના આર્મી ચીફ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 26 એપ્રિલ : વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના દિવસ

Web Title: Today history 30 april ayushman bharat diwas adolf hitler know today important events

Best of Express