Today history 27 April : આજે 26 એપ્રિલ 2023 (27 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજના દિવસ વર્ષ 1593માં મુમતાઝ મહેલનો (mumtaz mahal) જન્મ થયો હતો. મુઘલ બાદશાહ શાહજહાંએ મુમતાઝ મહેલના (mumtaz mahal wife of shah jahan) અવસાન બાદ તેમની યાદમાં આગ્રામાં તાજમહsલ (tajmahal) બનાવ્યો હતો જે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (27 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
27 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1999 – યુનેસ્કો દ્વારા કોરિયન લોક ગાયકના નામે નવા એવોર્ડ અરિરાંગની જાહેરાત, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર.
- 2005 – વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ – એરબસ A-380 તુલોઝ એ (ફ્રાન્સ)માં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ભરી.
- 2008 – રાજસ્થાન સરકારે દરેક જિલ્લા મથકે દિવ્યાંગો માટે મોબાઈલ કોર્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને તેના વિદેશ સચિવ રિયાઝ મુહમ્મદ ખાનને હટાવી દીધા છે અને તેમના સ્થાને ચીનમાં પાકિસ્તાનના રાજદૂત સલમાન બશીરને વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. મોરોક્કોમાં ગાદલાની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 55 લોકોના મોત થયા છે.
- 2010 – યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પર નવું બ્રાન્ડ નામ ‘આધાર’ અને નવો લોગો રજૂ કર્યો, જે ભારતના નાગરિકોની ઓળખનો મુખ્ય પુરાવો બન્યો છે.
- 2017- લાંબા સમયથી કેન્સરથી પીડાતા હિન્દી ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન થયું હતું.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 26 એપ્રિલ : વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મુમતાઝ મહેલ (1593) – મુઘલ બાદશાહ શાહજહાંના સૌથી પ્રિય બેગમ હતા, જેમની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમેહલ બનાવ્યું.
- પી. સતશિવમ (1949) – ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ.
- હરીશ રાવત (1947) – ઉત્તરાખંડના સાતમા મુખ્યમંત્રી બન્યા.
- સ્વામી વિશ્વતીર્થ (1931) – હિંદુ સંત અને પેજાવર મઠના વડા હતા.
- મણિભાઈ દેસાઈ (1920) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની
- ઝોહરા સહગલ (1912) – પ્રખ્યાત અભિનેત્રી અને થિયેટર કલાકાર હતી.
- હર્બર્ટ સ્પેન્સર (1820) – પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, ફિલોસોફર અને સમાજશાસ્ત્રી હતા.
આ પણ વાંચોઃ 25 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ મલેરિયા દિવસ, દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણ થયુ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- મનોજ દાસ (2021) – પ્રખ્યાત ઉડિયા સાહિત્યકાર હતા.
- હેમંત દાસ (2010) – ઉડિયા ફિલ્મ અભિનેતા, ‘સેસા શ્રબાના’, ‘જજબારા’, ‘ચિલ્કા’, ‘દંડા બલુંગા’ અને ‘હકીમ બાબુ’.
- ફિરોઝ ખાન (2009) – પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક
- 2017-વિનોદ ખન્ના – પ્રખ્યાત અભિનેતા અને રાજકારણી.
- ગુયેન વૈન સિંહ (1998) – વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી હતા.
- ટી.કે. માધવન (1930) – કેરળના પ્રખ્યાત સમાજ સુધારક હતા.
આ પણ વાંચોઃ 24 એપ્રિલનો ઇતિહાસ : રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, સચિન તેંડુલકરનો જન્મદિવસ