scorecardresearch

આજનો ઇતિહાસ 24 એપ્રિલ : રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, સચિન તેંડુલકરનો જન્મદિવસ

Today history 24 April : આજે 24 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને ક્રિકેટર સચિન તેંડુલકરનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

National Panchayati Raj Day Sachin Tendulka
24 એપ્રિલના રોજ ક્રિકેટ સચિન તેંડુલકરનો જન્મદિવસ હોય અને ભારતમાં આ દિવસે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાય છે.

Today history 24 April : આજે 24 એપ્રિલ 2023 (24 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશમાં લોકશાહીનું વિકેન્દ્રીકરણ અને ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે પંચયાતો બહુ મહત્વપૂર્ણ સંસ્થા છે. ઉપરાંત આજે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો બર્થ છે, આજે તેઓ 50 વર્ષના થયા છે. જાણો ઇતિહાસની તવારીખમાં (24 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1877 – રશિયાએ ઓટ્ટોમન સામ્રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1982 – 15 વર્ષના ઇઝરાયલના શાસન બાદ સિનાઈ ટાયુનો કબજો ઇજિપ્તને પરત મળ્યો.
  • 1998 – ક્લોન ઘેટાં ડોલી દ્વારા તંદુરસ્ત ઘેટાં બોનીનો જન્મ.
  • 2002 – આર્જેન્ટિનામાં બેંક અનિશ્ચિત સમય માટે બંધ.
  • 2003 – તામિલ બળવાખોરોએ માનવતાવાદી મુદ્દાઓ પર 17મા રાઉન્ડ (થાઇલેન્ડ) વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.
  • 2006 – નેપાળમાં સંસદ પુનઃસ્થાપિત.
  • 2007 – હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો.
  • 2008- નેપાળમાં નવી સરકાર રચવા જઈ રહેલા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે ભારત અને નેપાળ વચ્ચેની 1950ની સંધિને સમાપ્ત કરવાની જાહેરાત કરી.
  • 2010 – ભારતમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ ઉજવવાની શરૂઆત થઇ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 23 એપ્રિલ : વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ – પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ

ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2010માં ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 24 એપ્રિલને પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો હતો.તેમણે કહ્યું, જો પંચાયતી રાજ સંસ્થાઓ યોગ્ય રીતે કામગીરી કરે અને સ્થાનિક લોકો વિકાસ પ્રક્રિયામાં ભાગ લે તો માઓવાદીઓની આતંકનો સામનો કરી શકાય.

વર્ષ 1957ના જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે કમ્યુનિટિ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાના કાર્યોની તપાસ અને વધુ સારી કામગીરી માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિ રચી હતી. આ બળવંતરાય મહેતા પાછળથી ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. આ સમિતિએ નવેમ્બર 1957માં પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. આ અહેવાલમાં ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને અંતે પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ ભલામણોને જાન્યુઆરી 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.

ભારતમાં લોકશાહીના વિકેન્દ્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ બળવંતરાય મહેતાને ‘પંચાયતી રાજ આર્કિટેકટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનું ઉદઘાટન તત્કાલિકન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર, 1959ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં કર્યું હતું. આમ રાજસ્થાન દેશનું પહેલું રાજ્ બન્યું હતું જ્યાં પંચાયતી રાજ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના વર્ષ 1963માં કરાઇ હતી. ભારતનું બંધારણ પંચાયતોને ‘સ્વરાજ્યની સંસ્થા’ તરીકે માન્યતા આપે છે. ભારતમાં કુલ 2.51 લાખ પંચાયતો છે, જેમાં 2.39 લાખ ગ્રામ પંચાયતો, 6904 બ્લોક પંચાયતો અને 589 જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે અને તેમના કુલ 29 લાખથી વધારે પંચાયત પ્રતિનિધિઓ છે.

આ પણ વાંચોઃ  22 એપ્રિલનો ઇતિહાસ : આજે પૃથ્વી દિવસ અને વિશ્વ જળ દિવસ છે, ધરતીનું જતન અને પાણીનું રક્ષણ કરીયે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • વરુણ ધવન (1987) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • પ્રમોદ સાવંત (1973) – ભારતીય રાજકારણી અને ગોવાના મુખ્યમંત્રી.
  • સચિન તેંડુલકર (1973) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
  • તેજનબાઈ (1956) – છત્તીસગઢ રાજ્યની પ્રથમ મહિલા કલાકાર અને ‘પાંડવાણી’ની ‘કાપાલિક શૈલી’ના ગાયિકા.
  • શરદ અરવિંદ બોબડે (1956) – ભારતના ભૂતપૂર્વ 47મા મુખ્ય ન્યાયાધીશ.
  • લેરી ટેસ્લર (1945) – અમેરિકાના કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.
  • અઝીઝ કુરેશી (1940) – મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • મેક મોહન (1938) – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.
  • ડી. જયકાંતન (1934) – પ્રખ્યાત તેલુગુ લેખક હતા.
  • શમ્મી (1929) – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.
  • રાજકુમાર (1928) – દક્ષિણ ભારતના પ્રખ્યાત કન્નડ અભિનેતા.
  • ટીકા રામ પાલીવાલ (1909) – રાજસ્થાનના ચોથા મુખ્યમંત્રી.
  • વાયોલેટ આલ્વા (1908) – એક ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી હતા.
  • વિષ્ણુ રામ મેધી (1888) – ભારતીય રાજકારણી, સ્વાતંત્ર્ય સેનાની અને આસામના બીજા મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 21 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડેની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કે.કે. શંકરનારાયણન (2022) – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • સત્ય સાંઈ બાબા (2011) – આધ્યાત્મિક ગુરુ હતા.
  • મહાત્મા રામચંદ્ર વીર (2009) – એક સફળ લેખક, કવિ અને પ્રખર વક્તા હતા.
  • રામધારી સિંહ ‘દિનકર’ (1974) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ
  • જેમિની રોય (1972) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર.
  • અન્ના સાહેબ ભોપાટકર (1960) – પ્રખ્યાત લેખક અને જાહેર કાર્યકર્તા હતા.
  • શિવપ્રસાદ ગુપ્તા (1944) – હિન્દી અખબાર ‘દૈનિક આજ’ના સ્થાપક અને પ્રખ્યાત ક્રાંતિકારી.
  • દીનાનાથ મંગેશકર (1942) – મરાઠી થિયેટરના પ્રખ્યાત અભિનેતા, ગાયક, શાસ્ત્રીય સંગીતકાર અને નાટ્ય સંગીતકાર હતા.
  • સી. શંકરન નાયર (1934)- ભારતીય ન્યાયાધીશ અને રાજકારણી હતા.

Web Title: Today history 24 april national panchayati raj day sachin tendulka birthday know today important events

Best of Express