scorecardresearch

આજનો ઇતિહાસ 25 એપ્રિલ : વિશ્વ મલેરિયા દિવસ, દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણ થયુ

Today history 25 April : આજે 25 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ મલેરિયા દિવસ છે. વર્ષ 1982માં આજના દિવસે ભારતમાં દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણની શરૂઆત થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Malaria Day doordarshan
દુનિયાભરમાં દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે.

Today history 25 April : આજે 25 એપ્રિલ 2023 (25 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ મલેરિયા દિવસ છે. આ જીવલેણ બીમારી એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. ઉપરાંત વર્ષ 1982માં આજના દિવસે ભારતમાં દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણની શરૂઆત થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (25 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

25 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – દેશમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 779 થઈ, સંક્રમણના કેસ વધીને 24,942 થયા.
  • 2015 – નેપાળમાં આવેલા તીવ્ર ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. રાજધાની કાઠમંડુ નજીક આવેલા આ ભૂકંપમાં જાન-માલનું ભારે નુકસાન થયું હતું.
  • 2013 – બ્રિટને 27 વર્ષ પછી સોમાલિયામાં તેનું દૂતાવાસ ફરી ખોલ્યું.
  • 2010 – ભારતીય નૌકાદળે જૂના ચેતક હેલિકોપ્ટરને સ્થાને નવા લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી.
  • 2008 – બોલિવૂડના પ્રખ્યાત કલાકાર અને દિગ્દર્શક આમિર ખાનને સિનેમાના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે માસ્ટર દીનાનાથ મંગેશકર મેમોરિયલ ફાઉન્ડેશનનો વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2008 – વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
આજનો ઇતિહાસ

વિશ્વ મલેરિયા દિવસ

દુનિયાભરમાં દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day) ઉજવવામાં આવે છે. ‘મેલેરિયા’ એક જીવલેણ રોગ છે, જે એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. જો આ બીમારીથી પીડિત વ્યક્તિની જો યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. મેલેરિયા એક એવો રોગ છે, જે હજારો વર્ષોથી મનુષ્યને પોતાનો શિકાર બનાવે છે. વિશ્વની આરોગ્ય સમસ્યાઓમાં મેલેરિયા હજુ પણ એક ગંભીર પડકાર છે. છેલ્લા બે દાયકામાં વિજ્ઞાનનો ઝડપી વિકાસ અને મેલેરિયા નાબૂદી માટે વૈશ્વિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા બાદ આ જીવલેણ બીમારીની સંખ્યા ઘટી છે જો કે હજી સુધી સંપૂર્ણપણે કાબૂમાં મેળવવામાં આવ્યો નથી. યુનિસેફ દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગો પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે, જે દર વર્ષે લાખો લોકોનો ભોગ લે છે.

આ પણ વાંચોઃ 24 એપ્રિલનો ઇતિહાસ : રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, સચિન તેંડુલકરનો જન્મદિવસ

  • 2007 – પનામા (બહેરીન) માં વિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સનું નવું કેમ્પસ ખુલ્યું.
  • 2004 – ઝિમ્બાબ્વેમાં શ્રીલંકા સામે વનડે મેચમાં સૌથી ઓછા 35 રનનો રેકોર્ડ બનાવ્યો. ગ્રીક સાયપ્રસે એકીકરણની યોજના નકારી. ચીનમાં ફરી એકવાર સાર્સ બીમારી ફેલાયાની પુષ્ટિ થઈ છે.
  • 2003 – પેલેસ્ટાઇનમાં નવી કેબિનેટની રચના પર સમજૂતી સાથે, અમેરિકા સમર્થિત શાંતિ યોજનાનો માર્ગ સાફ થયો.
  • 1999 – વેસ્ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કાર્લ હૂપર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત, ત્રણ દિવસીય નાટો સમિટ વોશિંગ્ટનમાં સમાપ્ત થઈ, ઈઝરાયેલના પ્રમુખ ઈઝર વેઈઝમેન ચીનની સાત દિવસની સરકારી મુલાકાતે બેઈજિંગ પહોંચ્યા.
  • 1989 – ઇથોપિયામાં મગજના તાવને કારણે 20 હજારથી વધુ લોકોના મોત થયા. આ રોગ સુદાનમાં ફેલાયો અને ત્યાં પણ ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા.
  • 1983 – જર્મનીના મેગેઝિન ‘સ્ટર્ન’ એ હિટલરની વિવાદાસ્પદ ડાયરી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, જે તેણે કથિત રીતે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લખી હતી. ડાયરીની સત્યતા પર અનેક સવાલો ઉભા થયા હતા.
  • 1982 – ભારતમાં પહેલીવાર દૂરદર્શને રંગીન પ્રસારણ શરૂ કર્યું. તેમાં રામાયણ, મહાભારત જેવી સિરિયલોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
  • 1981 – જાપાનના સુરુગામાં પરમાણુ પ્લાન્ટમાં સમારકામ દરમિયાન 100 થી વધુ કામદારો પરમાણુ રેડિયેશનના સંપર્કમાં આવ્યા હતા.
  • 1980 – અમેરિકાની સૈનાએ તેહરાનમાં તેના દૂતાવાસમાંથી 53 બંધકોને મુક્ત કરવા માટે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું, પરંતુ તે સફળ થયું નહીં અને આઠ અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ સંકટ 444 દિવસ સુધી ચાલ્યું અને આખરે જાન્યુઆરી 1981માં આ બંધકોને મુક્ત કરવામાં આવ્યા.
  • 1975 – સોવિયેત સંઘે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1957 – સોડિયમ ન્યુક્લિયર રિએક્ટર પ્રથમ વખત કાર્યરત થયું.
  • 1954 – બેલ લેબ્સે ન્યૂયોર્કમાં સૌપ્રથમ સૌર બેટરી ઉત્પાદનની જાહેરાત કરી.
  • 1953 – કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકો જેમ્સ ડી. વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચનાની વ્યાખ્યા કરીને જીવવિજ્ઞાનના મૂળ કોયડાનો જવાબ શોધી કાઢ્યો કે, સજીવો તેમના સંતાનોમાં કેવી રીતે વધારો કરે છે. આ બંને વૈજ્ઞાનિકોને તેમની શોધ બદલ 1962માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • 1905 – દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોને મતદાનનો અધિકાર મળ્યો.
  • 1867 – જાપાનની રાજધાની ટોક્યોમાં વિદેશી વેપારને મંજૂરી આપવામાં આવી.
  • 1809 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પંજાબના શીખ શાસક રણજીત સિંહ વચ્ચે અમૃતસરની સંધિ પર હસ્તાક્ષર થયા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 23 એપ્રિલ : વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ – પુસ્તકો મનુષ્યના સાચા મિત્રો છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • આઈ.એમ. વિજયન (1969) – ભારતના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી.
  • હેમવતી નંદન બહુગુણા (1919) – એક જાણીતા રાજકારણી અને રાજનેતા હતા જેઓ ઉત્તર પ્રદેશના બે વખત મુખ્ય પ્રધાન હતા.
  • ગ્લેડવિન જેબ (1900) – સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ મહાસચિવની ચૂંટણી સુધી કાર્યકારી સેક્રેટરી-જનરલ હતા.

આ પણ વાંચોઃ  22 એપ્રિલનો ઇતિહાસ : આજે પૃથ્વી દિવસ અને વિશ્વ જળ દિવસ છે, ધરતીનું જતન અને પાણીનું રક્ષણ કરીયે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રાજન મિશ્રા (2021) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.
  • પંડિત મુખરામ શર્મા (2000) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત વાર્તા, પટકથા અને કહાની લેખક.
  • ઉજ્જવલા મજુમદાર (1992) – ભારતની પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી હતા.
  • બડે ગુલામ અલી ખાન (1968) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.

આ પણ વાંચોઃ 21 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં નેશનલ સિવિલ સર્વિસ ડેની ઉજવણી

Web Title: Today history 25 april world malaria day doordarshan know today important events

Best of Express