scorecardresearch

આજનો ઇતિહાસ 10 મે : ભારતમાં વર્ષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ

Today history 10 May : આજે 10 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની મેરઠથી શરૂઆત થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

india 1857 revolt history
ભારતનો 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ((Source: Wikimedia Commons)

Today history 10 May : આજે 10 મે 2023 (10 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની મેરઠથી શરૂઆત થઇ હતી અને પછી અંગ્રેજ રાજ સામેના આ વિદ્ગોહની આગ દેશભરમાં ફેલાઇ ગઇ હતી. વર્ષ 1918માં આજના દિવસે ભારતની ગુપ્તચર સંસ્થા ‘RAW’ તરીકે ઓળખાતી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના સ્થાપક રામેશ્વર નાથ કાવનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (10 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

10 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1857 – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઇ હતી.

ભારતમાં વર્ષ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો

ભારતમાં વર્ષ 1857માં આજના દિવસે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત શરૂ હતી. ભારતની 1857નો વિપ્લસ ગવર્નર-જનરલ તરીકે લોર્ડ કેનિંગના શાસનમાં જ ભભૂકી ઉઠ્યો હતો. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 10 મે, 1857 ના રોજ મેરઠથી શરૂ થઈ, જેની આગમ ધીમે ધીમે કાનપુર, બરેલી, ઝાંસી, દિલ્હી, અવધ અને પછી દેશભરમાં અંગ્રેજ રાજની વિરોધમાં વિદ્રોહ શરૂ થઇ ગયો હતો. 1857ની ક્રાંતિ સૈન્ય વિદ્રોહના સ્વરૂપમાં શરૂ થઈ હતી, પરંતુ સમય જતાં તેનું સ્વરૂપ અંગ્રેજ સત્તા સામે સામૂહિક વિદ્રોહમાં બદલાઈ ગયું, જેને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ 9 મેનો ઇતિહાસ : મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ

 • 1994 – દક્ષિણ આફ્રિકામાં, નેલ્સન મંડેલાએ પ્રિટોરિયામાં એક ઐતિહાસિક સમારોહમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.
 • 1999 – પેનિસિલનના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સર એડવર્ડ અબ્રાહમનું અવસાન થયું.
 • 2001 – ભારત અને તાજિકિસ્તાને સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, ઘાનામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસામાં 130 લોકોના મોત થયા.
 • 2003 – મોઝામ્બિકના રાષ્ટ્રપતિ જોકી આલ્બર્ટો ફિસાનો 6 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા.
 • 2005 – ભારત અને પાકિસ્તાન લાહોર-અમૃતસર બસ સેવા શરૂ કરવા સંમત થયા.
 • 2006 – 1987માં નોબેલ પુરસ્કારથી સન્માનિત ઓસ્કાર એરિયસને ફરીથી કોસ્ટા રિકાના પ્રમુખ તરીકે શપથ લીધા. ઈસરોના અધ્યક્ષ જી. માધવન નાયર અને નાસાના એડમિનિસ્ટ્રેટર માઈકલ ગ્રિફિને ભારતના ચંદ્રયાન 1 મિશન પર બે અમેરિકન વૈજ્ઞાનિક સાધનો ચંદ્ર પર લઈ જવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતમાં સાઉદી અરેબિયાના પ્રથમ રાજદૂત શેખ મુહમ્મદ ઇબ્ન ઉમાન અલ મુલહૈમનું 105 વર્ષની વયે નિધન થયું છે.
 • 2007 – ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને કાર્યસ્થળ પર ભેદભાવ અંગેનો અહેવાલ બહાર પાડ્યો.
 • 2008 – લેબનોનમાં ઈરાન સમર્થિત વિદ્રોહી સંગઠન હિઝબુલ્લાએ રાજધાની બેરૂતના મુસ્લિમ વિસ્તાર પર કબજો કરવાનો દાવો કર્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 મે : વિશ્વ થેલેસેમિયા દિવસ – લોહીના સગપણમાં મળતો જીવલેણ રોગ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • પેન્ટલા હરિકૃષ્ણા (1986) – ભારતના શતરંજના ખેલાડી.
 • બ્રિજલાલ ખાબરી (1961) – તેરમી લોકસભાના ચૂંટાયેલા સાસંદ હતા.
 • વી.કે. સિંહ (1951) – ભારતીય સેનાના 26માં આર્મી ચીફ રહી ચૂક્યા છે.
 • સુભાષ કશ્યપ (1929) – ભારતીય બંધારણના નિષ્ણાત અને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત.
 • રામેશ્વર નાથ કાવ (1918) – ભારતની ગુપ્તચર સંસ્થા ‘RAW’ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના સ્થાપક હતા.
 • પંકજ મલિક (1905) – બંગાળી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને અભિનેતા.
 • યોગેન્દ્ર સિંહ યાદવ (1980) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
 • વિચિત્રા નારાયણ શર્મા (1898) – ‘જમના લાલ બજાજ એવોર્ડ’થી સન્માનિત પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા.
 • આલ્ફ્રેડ બેબ (1834) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા.

આ પણ વાંચોઃ 7 મે : વિશ્વ હાસ્ય દિવસ, વર્લ્ડ એથ્લેટિક્સ ડે, રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • શિવકુમાર શર્મા (2022) – ભારતના પ્રખ્યાત સંતૂર વાદક હતા.
 • અનિલ ભલ્લા (2021) – ભારત પાકિસ્તાનની વચ્ચે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સ્ક્વોડ્રન લીડર હતા.
 • મેક મોહન (2010) – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.
 • ગોવિંદ નારાયણ સિંહ (2005) – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ પાંચમા મુખ્યમંત્રી હતા.
 • જ્ઞાનેન્દ્રનાથ મુખર્જી (1983) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક હતા.
 • મુખ્તાર અહેમદ અંસારી (1936) – એક પ્રખ્યાત ડૉક્ટર, પ્રખ્યાત રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો.
 • નયનતારા સહેગલ (1927) – ભારતની પ્રખ્યાત લેખિકા.
 • છત્રપતિ સાહુ મહારાજ (1922)- મહારાષ્ટ્રના પ્રખ્યાત સમાજ સુધારક અને દલિતોના શુભેચ્છક.
 • સુધાકરરાવ નાઈક (2001) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
 • કૈફી આઝમી (2002) – ફિલ્મ જગતના પ્રખ્યાત ઉર્દૂ કવિ.
 • હરિ વાસુદેવન (2020) – ભારતીય ઇતિહાસકાર હતા. તેઓ NCERT સામાજિક વિજ્ઞાન પાઠ્ય-પુસ્તકોના સર્જક તરીકે પણ જાણીતા છે.

આ પણ વાંચોઃ  6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ

Web Title: Today history 10 may india 1857 revolt started know today important events

Best of Express