scorecardresearch

આજનો ઇતિહાસ 9 મે : મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ

Today history 9 May : આજે 9 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

maharana pratap
મહારાણા પ્રતાપ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી મહારાજા હતા.

Today history 9 May : આજે 9 મે 2023 (9 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિન્દુસ્તાનની આન-બાન-શાન અને વીરોના વીરો શુરવીર મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે. મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ 1540માં 9 મેના રોજ રાજસ્થાનમાં આવેલા કુંભલગઢમાં થયો હતો. ઉપરાંત ભારતના મહાન સ્વતંત્રાત સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેનો વર્ષ 1866માં આજના દિવસે જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (9 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

9 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2000 – જાફના દ્વીપકલ્પના એલિફન્ટ પાસના કબજા માટે એલટીટીઇ સાથેના સંઘર્ષમાં શ્રીલંકાના 358 સૈનિકો માર્યા ગયા.
  • 2002 – કરાચી બ્લાસ્ટમાં પાકિસ્તાનનું પોતાનું સંગઠન સામેલ હોવાના સંકેત.
  • 2004 – ચેચન્યામાં વિસ્ફોટમાં રાષ્ટ્રપતિ અખ્મદ કાદારોવનું મૃત્યુ થયું.
  • 2005 – ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે મોસ્કોમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની પર રશિયાના વિજયની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો.
  • 2008 – અમેરિકાએ પાકિસ્તાનને 8.1 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપવાનો ઇનકાર કર્યો હતો.
  • 2010 – ભારતની વંદના શિવને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે વર્ષ 2010 માટે સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી. તેમને 4 નવેમ્બરે સિડની ઓપેરા હાઉસમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 મે : વિશ્વ થેલેસેમિયા દિવસ – લોહીના સગપણમાં મળતો જીવલેણ રોગ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સ્નેહમયી ચૌધરી (1935) – પ્રખ્યાત હિન્દી કવયિત્રી.
  • રવીન્દ્રનાથ ત્યાગી (1930) – એક પ્રખ્યાત ભારતીય વ્યંગકાર અને લેખક હતા.
  • ગોપાલ કૃષ્ણ ગોખલે (1866) – ભારતના સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર, વિચારક અને સુધારક હતા.
  • ફર્ડિનાન્ડ મોનોયર (1836) – પ્રખ્યાત ફ્રેન્ચ નેત્ર ચિકિત્સક હતા.
  • જહાંદરશાહ (1661) – બહાદુર શાહ પ્રથમ ચાર પુત્ર પૈકીના એક હતા.
  • મહારાણા પ્રતાપ (1540) – ઉદયપુરના મહાન મહારાજા, મેવાડના સિસોદિયા વંશના રાજા.

આ પણ વાંચોઃ 7 મે : વિશ્વ હાસ્ય દિવસ, વર્લ્ડ એથ્લેટિક્સ ડે, રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ

મહારાણા પ્રતાપ જયંતિ

હિન્દુસ્તાનની આન-બાન-શાન અને વીરોના વીરો શુરવીર મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે. મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ 1540માં 9 મેના રોજ રાજસ્થાનમાં આવેલા કુંભલગઢમાં થયો હતો. તેઓ ઉદયપુરના મેવાડના સિસોદિયા રાજવંશના રાજા હતા. તેમના પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ રાણી જયવંતાબાઇ હતું. તેમનું નામ ઇતિહાસમાં શુરવીરતા, બહાદુરી, ત્યાગ- બલિદાન, પરાક્રમ અને દૃઢ સંકલ્પ માટે અમર છે. તેમણે મુઘલ બાદશાહ અકબરની આધીનતા સ્વીકારી ન હતી અને ઘણા વર્ષો સુધી યુદ્ધ લડ્યા હતા પરંતુ હલ્દીઘાટીની લડાઇમાં મહારાણા પ્રતાપ વીરગતિને માપ્યા હતા.

આ પણ વાંચોઃ  6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • 2014 – એન. જનાર્દન રેડ્ડી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, જેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમુંત્રી બન્યા હતા.
  • કરમશી જેઠાભાઈ સોમૈયા (1999) – ભારતના શિક્ષણશાસ્ત્રી હતા.
  • ભવાની દયાલ સન્યાસી (1959) – રાષ્ટ્રવાદી, હિન્દી પ્રેમી અને આર્યસમાજી હતા.
  • તેનઝિંગ નોર્ગે (1986) – માઉન્ટ એવરેસ્ટ, હિમાલય પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ
  • કન્હૈયાલાલ મિશ્ર પ્રભાકર (1995) – હિન્દીના જાણીતા નિબંધકાર.
  • તલત મેહમૂદ (1998) – પ્રખ્યાત ભારતીય ગઝલ ગાયક અને અભિનેતા

આ પણ વાંચોઃ 5 મેનો ઇતિહાસ : બુદ્ધ પૂર્ણિમા – જ્ઞાન અને અહિંસાના પ્રચારક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ

Web Title: Today history 9 may maharana pratap jayanti know today important events

Best of Express