scorecardresearch

આજનો ઇતિહાસ 18 મે : પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

Today history 18 May : આજે 18 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ અને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Lalbhai Dalpatbhai Museum
દુનિયાભરમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવાય છે. (photo : gujarattourism.com/)

Today history 18 May : આજે 18 મે 2023 (18 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ. છે. ભારતે વર્ષ 18 મે, 1974ના રોજ રાજસ્થાનમાં પોખરણ ખાતે તેનું પ્રથમ ભૂગર્ભ પરમાણુ વિસ્ફોટ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1998માં પણ ન્યુક્લિયર બ્લાસ્ટ કરીને ભારતે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા હતા અને પોતાની દુનિયાને પોતાની શક્તિનો પરચો કરાવ્યો હતો. ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (18 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

18 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1994 – યુનાઈટેડ નેશન્સે અપનાવ્યું 1995 ‘સંયુક્ત રાષ્ટ્ર સહિષ્ણુતાનું વર્ષ’ ઉજવવાનું નક્કી કર્યું. ગાઝા પટ્ટી વિસ્તારમાંથી ઇઝરાયલના છેલ્લા સૈનિકોની પીછેહઠ સાથે પેલેસ્ટિનિયનમાં સ્વ-શાસનના સંપૂર્ણ અમલી.
  • 2004 – ઇઝરાયેલના રફા વિસ્થાપિત કેમ્પમાં ઇઝરાયલી સૈનિકોએ 19 પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યા.
  • 2006- નેપાળના રાજાને કરના દાયરામાં લાવવામાં આવ્યા.
  • 2007 – કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નૂર સુલ્તાન નઝર વાયેવનો કાર્યકાળ અમર્યાદિત સમય માટે લંબાયો.
  • 2008 – પ્લેબેક સિંગર નીતિન મુકેશને મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય લતા મંગેશકર અલંકારનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય મૂળના લેખિકા ઈન્દ્ર સિંહાને તેમના પુસ્તક એનિમલ પીપલ માટે કોમનવેલ્થ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 17 મેનો ઇતિહાસ : વર્લ્ડ ટેલીકોમ ડે; વિશ્વ હાઇપરટેન્શન દિવસ – હાઈ બ્લડ પ્રેશરની બીમારી યુવાઓને પણ ભરડામાં લઇ રહી છે

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) દર વર્ષે ’18 મે’ ના રોજ ઉજવવામાં આવે છે. આપણા પૂર્વજોનો અમૂલ્ય વારસો અને સ્મૃતિઓ મ્યુઝિયમમાં સચવાયેલી છે. સમગ્ર વિશ્વમાં સંગ્રહાલયોની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. મ્યુઝિયમોની વિશેષતા અને મહત્વ જાણવા માટે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 1983માં ’18 મે’ને ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. લોકો જતા રહે છે, પરંતુ તેમની યાદો હંમેશા માટે રહે છે. આ યાદો પણ અનેક રીતે સચવાયેલી છે. આપણા પૂર્વજોએ તેમની યાદોને સુંદર રીતે સાચવી રાખી છે, જેથી આપણે પણ તેમના વિશે જાણકારી મેળવી શકીએ. આવી ઘણી વસ્તુઓ છે, જે આપણા પૂર્વજોએ આપણા માટે રાખી છે. તેને નુકસાન ન થાય તે માટે ઘણા મ્યુઝિયમ બનાવવામાં આવ્યા હતા. જે આપણને આપણા પૂર્વજોને યાદ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ 16 મેનો ઇતિહાસ : સિક્કિમ સ્થાપના દિવસ – રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો

પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ

પોખરણ અણુ વિસ્ફોટ દિવસ (અંગ્રેજી: Pokhran Atom Blast Day) દર વર્ષે ’18 મે’ના રોજ મનાવવામાં આવે છે. ભારતના પરમાણુ પંચે 18 મે, 1974ના રોજ રાજસ્થાનમાં પોખરણ ખાતે તેનું પ્રથમ ભૂગર્ભ પરમાણુ વિસ્ફોટ પરીક્ષણ કર્યું હતું. આ ઘટનાની યાદીમાં દર વર્ષે ‘પોખરણ ન્યુક્લિયર બ્લાસ્ટ ડે’ ઉજવવામાં આવે છે. આ પછી વર્ષ 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં 11 અને 13 મેના રોજ પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. આ અચાનક થયેલા પરમાણુ પરીક્ષણોથી અમેરિકા, પાકિસ્તાન સહિત તમામ દેશો ચોંકી ગયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નેતૃત્વમાં આ મિશન એવી રીતે પાર પાડવામાં આવ્યું હતું કે આખી દુનિયાને તેની ખબર પણ ન પડી. આ પહેલા 1974માં ભારતે તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ (પોખરણ-1) કરીને વિશ્વને ભારતની તાકાતનો વિશ્વાસ અપાવ્યો હતો. આ પછી, આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચોઃ 15 મેનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ – વિશ્વ શાંતિ માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જરૂરી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અનિલ ચૌહાણ (1961)- ભારતના બીજા ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’
  • ફગ્ગન સિંહ કુલસ્તે (1959) – ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા.
  • જગદીપ ધનખડ (1951) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • શાહુ (1682)- છત્રપતિ શિવાજીના પૌત્ર અને શંભુજી અને યેસુબાઈના પુત્ર હતા.
  • થાવરચંદ ગેહલોત (1948) – એક ભારતીય રાજકારણી છે.
  • સુધીર રંજન મજુમદાર (1939) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા.
  • એસ. જગન્નાથન (1914)- ભારતીય રિઝર્વ બેંકના દસમા ગવર્નર હતા.
  • એચડી દેવગૌડા (1933)- ભારતના બારમા વડાપ્રધાન
  • રામા લિંગમ ચેટ્ટિયાર (1881) – એક વકીલ, રાજકારણી અને બંધારણ સભાના સભ્ય હતા.

આ પણ વાંચોઃ 14 મેનો ઇતિહાસ : મધર્સ ડે, રાઇટ બંધુના વિમાનમાં પહેલીવાર કોઇ વ્યક્તિએ ઉડાન ભરી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અનિલ માધબ દવે (2017) – ભારત સરકારમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી હતા.
  • રીમા લાગુ (2017) – હિન્દી ફિલ્મોની જાજરમાન અભિનેત્રી હતી.
  • જય ગુરુદેવ (2012)- પ્રખ્યાત ધાર્મિક શિક્ષક.
  • કૃષ્ણ પટ્ટાભી જોઈસ (2009) – પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા.
  • પંચાનન મહેશ્વરી (1966) – ભારતના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી.
  • મુકુંદ દાસ (1934) – બંગાળી ભાષાના કવિ, ગીતકાર, સંગીતકાર અને દેશભક્ત હતા.

આ પણ વાંચોઃ 13 મેનો ઇતિહાસ : સ્વતંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર યોજાયું, પોખરણમાં બે પરમાણુ પરીક્ષણ કર્યા

Web Title: Today history 18 may pokhran atom blast day international museum day know today important events

Best of Express