Today history (20 December) : આજે તારીખ 20 ડિસેમ્બર છે. આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ ભારત માટે ખાસ માનવામાં આવે છે, કારણે ભારતમાં સૌથી વધુ વિવિધતા વચ્ચે એકતાના દર્શનના થાય છે, જે દુનિયાના અન્ય કોઇ દેશમાં જોવા મળતુ નથી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
20 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 2008- ભારતને વર્લ્ડ સ્કૂલ ગેમ્સની યજમાની મળી.
- 2007- પાકિસ્તાનની ફેડરલ શરિયત કોર્ટે પાકિસ્તાન સિટીઝનશિપ એક્ટને મહિલાઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.
- 2002 – દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા મુદ્દે અમેરિકા પાસેથી સહયોગ માંગ્યો.
- 1999- અવકાશયાન ‘ડિસ્કવરી’ હબલ ટેલિસ્કોપના રિપેરિંગ માટે રવાના થયું.
- 1999 – ચીન અને પોર્ટુગલ વચ્ચેની સમજૂતી બાદ મકાઉ ચીનનો હિસ્સો બન્યો.
- 1998- 13મી એશિયન ગેમ્સની રંગારંગ પૂર્ણાહુતિ, ચીન દ્વારા બે ઈરીડિયમ આધારિત કોમ્યુનિકેશન સેટેલાઇટ છોડવામાં આવ્યા.
- 1998 – બિલ ક્લિન્ટન અને કેનેથ સ્ટારને ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધી યર જાહેર કરવામાં આવ્યા.
- 1993 – ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રસેલ્સમાં સહકાર કરાર પર હસ્તાક્ષર થયા.
- 1991 – પોલ કીટિંગ ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન બન્યા.
- 1990 – ભારત અને પાકિસ્તાન એકબીજા પર પરમાણુ હુમલા નહીં કરવા અંગે સહમત થયા.
- 1988 – સંસદે 62માં બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 વર્ષ કરવાના બિલને મંજૂરી આપી.
- 1985 – તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને રૂ. 5.2 કરોડની કિંમતનો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો.
- 1976 – ઇઝરાયેલના તત્કાલીન વડા પ્રધાન યિત્ઝાક રાબિને તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 1973- યુરોપિયન દેશ સ્પેનના તત્કાલીન વડાપ્રધાન એડમિરલ લુઈસ કેરેરો બ્લાન્કોનું મેડ્રિડમાં કાર બોમ્બ હુમલામાં મૃત્યુ થયું હતું.
- 1971 – જનરલ યાહ્યા ખાન દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો રાષ્ટ્રપતિ બન્યા.
- 1963 – જર્મનીમાં બર્લિનની દિવાલ પ્રથમ વખત પશ્ચિમ બર્લિનવાસીઓ માટે ખોલવામાં આવી.
- 1960 – ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો જન્મ થયો હતો.
- 1959 – ભારતીય બોલર જસુ પટેલે કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 69 રન આપીને નવ વિકેટ લીધી હતી.
- 1957 – ગોરખ પ્રસાદે નાગરી પ્રચારિણી સભા દ્વારા આયોજિત ‘હિન્દી વિશ્વકોશ’ના સંપાદનની જવાબદારી સંભાળી.
- 1956- અમેરિકામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બસોમાં રંગભેદ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
- 1955 – ભારતીય ગોલ્ફ એસોસિએશનની રચના.
- 1951 – ઓમાન અને બ્રિટન વચ્ચેના કરાર પછી ઓમાન સ્વતંત્ર થયું.
- 1951 – અમેરિકામાં પ્રથમ વખત ન્યુક્લિયર પાવર રિએક્ટરમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી.
- 1946 – મહાત્મા ગાંધી શ્રીરામપુરમાં એક મહિના રોકાયા.
- 1924 – જર્મનીની જેલમાંથી એડોલ્ફ હિટલરની મુક્તિ.
- 1919 – યુએસ સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો.
- 1830 – બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા અને રશિયાએ બેલ્જિયમને માન્યતા આપી.
- 1780 – બ્રિટને હોલેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1757 – લોર્ડ ક્લાઈવને બંગાળના ગવર્નર બનાવવામાં આવ્યા.
આ પણ વાંચો | 19 ડિસેમ્બરનો ઇતિહાસ: ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day)
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ દર વર્ષે 20 ડિસેમ્બરે ઉજવાય છે. એકતાનો સંદેશ આપવા માટે, સંયુક્ત રાષ્ટ્રએ 20 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસનો ઉદ્દેશ લોકોમાં વિવિધતામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વના વિવિધ દેશો આ દિવસે તેમના લોકોમાં શાંતિ, ભાઈચારો, પ્રેમ, સંવાદિતા અને એકતાનો સંદેશ ફેલાવે છે. હેલ્પ ફોર હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટે ભારતીયોને એકતાના સુત્રમાં બાંધવા માટે પહેલ કરી છે. આ સંસ્થા હંમેશા દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના ફેલાવવામાં સક્રિયપણે કામગીરી કરે છે.
આ પણ વાંચોઃ- 18 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ કેમ ઉજવાય છે?
20 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મોહિત ગ્રેવાલ – 1999, ભારતના કુસ્તીબાજ.
- કે.કે. એમ. બિનુ – 1980, ભારતીય દોડવીર, જે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે.
- ત્રિવેન્દ્ર સિંહ રાવત – 1960, ઉત્તરાખંડના આઠમા મુખ્યમંત્રી.
- રાજકુમાર સિંહ – 1952, ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
- કૈલાશ શર્મા – 1949, એવા એવા હિન્દી બ્લોગર છે, જેમની દુનિયા બાળકોની દુનિયા છે.
- મદનલાલ વર્મા ‘ક્રાંત’ – 1947, હિન્દી ભાષાના કવિ અને લેખક.
- યામિની કૃષ્ણમૂર્તિ – 1940, ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના.
- સુનીલ કોઠારી – 1933, પ્રખ્યાત ભારતીય નૃત્ય ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક
- રોબિન શો – 1936, પ્રખ્યાત લેખક.
- મોતીલાલ વોરા – 1928, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા.
- ધનરાજ ભગત – 1917, એક શિલ્પકારની સાથે સાથે ચિત્રકાર પણ હતા.
- ગોકરનાથ મિશ્રા – 1871, ભારતના પ્રખ્યાત રાજકારણી, નેતા અને ન્યાયશાસ્ત્રી.
આ પણ વાંચો | 17 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન; કેમ અંગ્રેજોએ કેમ બે દિવસ પહેલા ફાંસી આપી હતી?
20 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- નલિની જયવંત – 2010, ભારતીય સિનેમાની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક.
- સોહન સિંહ ભકના – 1968, ભારતની આઝાદી માટે લડનાર એક ક્રાંતિકારી.
આ પણ વાંચો | 15 ડિસેમ્બરનો ઇતિહાસ: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?





