આજનો ઇતિહાસ 21 ડિસેમ્બર: રેડિયમની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

Today History 21 December: આજે તારીખ 21 ડિસેમ્બર છે. આજની તારીખે રસાયણશાસ્ત્રી પિયર ક્યુરી અને તેની પત્ની મેરી ક્યુરીએ આજના દિવસે રેડિયમની શોધ કરી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
December 21, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 21 ડિસેમ્બર: રેડિયમની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ
21 ડિસેમ્બરનો ઇતિહાસ જાણો.

Today History 21 December: આજે તારીખ 21 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો રસાયણશાસ્ત્રી પિયર ક્યુરી અને તેની પત્ની મેરી ક્યુરીએ (Marie Curie ) આજના દિવસે રેડિયમની શોધ (Radium discover history) કરી. તેનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ થાય છે. રેડિયમની શોધ બદલ બંનેને 1903માં નોબેલ પુરસ્કાર (nobel prize) આપવામાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

21 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 2008- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને અમેરિકા મેગેઝિન ન્યૂઝ બીક દ્વારા વિશ્વના 50 શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
  • 2007- સામાજિક કાર્યકર્તા, કવિ હરિવંશરાય બચ્ચનની પત્ની અને અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનનું અવસાન થયું.
  • 2007- ચીનના દક્ષિણ યુનાન પ્રાંતની કુનમિંગ મિલિટરી એકેડમી ખાતે ભારત અને ચીન વચ્ચે પ્રથમ સંયુક્ત કવાયત શરૂ કરાઇ.
  • 2002 – બ્રિટને ધમકીઓ બાદ બોગોટાની એમ્બેસી બંધ કરી.
  • 1998- નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાનું રાજીનામું.
  • 1991 – કઝાકિસ્તાનની રાજધાની અલ્મા અતામાં 11 સોવિયેત પ્રજાસત્તાકો દ્વારા કોમનવેલ્થની રચના કરવામાં આવી.
  • 1988 – સ્કોટિશ સરહદ નજીકના લોકરબી શહેરમાં 258 પ્રવાસીઓ સાથેનું એક પેન એમ જમ્બો જેટ ક્રેશ થયું.
  • 1975 – મેડાગાસ્કરમાં બંધારણ અમલમાં આવ્યું.
  • 1974 – ભારતની પ્રથમ સબમરીન INSને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કાફલામાં સામેલ કરવામાં આવી.
  • 1971 – કર્ટ વાલ્ડહેમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચોથા સેક્રેટરી- જનરલ તરીકે ચૂંટાયા. 1 જાન્યુઆરી 1972ના રોજ વોલ્ડહેમે કામ શરૂ કર્યું. વોલ્ડહેમનો જન્મ 1918માં 21મી ડિસેમ્બરે થયો હતો.
  • 1968 – ફ્લોરિડામાં કેપ કેનેડી સ્પેસ સેન્ટરથી એપોલો 8ને લોન્ચ કરવામાં આવ્યું. આ પહેલી ઘટના હતી જ્યારે કોઇ વ્યક્તિ ગુરુત્વાકર્ષણ બળને પડકાર આપીને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર ગઇ હતી.
  • 1962 – અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડી અને બ્રિટિશ વડા પ્રધાન હેરોલ્ડ મેકમિલને બહામાસમાં મંત્રણા પછી બહુપક્ષીય નાટો પરમાણુ દળ બનાવવાનું નક્કી કર્યું.
  • 1952 – સૈફુદ્દીન કિચ્લ્યુ તત્કાલીન સોવિયત સંઘનું લેનિન શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 1949 – પોર્ટુગીઝ શાસકોએ ઇન્ડોનેશિયાને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું.

આ પણ વાંચોઃ 20 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કેમ ઉજવાય છે, ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ દિવસ?

રેડિયમના શોધકર્તા પિયર ક્યુરી અને મેરી ક્યુરી (ફોટો- વિકિપીડિયા)

  • 1937 – સ્નો વ્હાઇટ અને સેવન ડોર્ફ નામની કાર્ટૂન મૂવી રિલીઝ થઈ. વિશ્વની પ્રથમ પૂર્ણ લંબાઈની એનિમેટેડ ફીચર ફિલ્મે વોલ્ટ ડિઝનીને વિશ્વની સૌથી ઇનોવેટિવ અને ક્રિયેટિવ મૂવી મેકર તરીકે સ્થાપિત કરી.
  • 1937 – રંગીન ચિત્રો અને અવાજ વાળી પહેલી કાર્ટૂન ફિલ્મ – ડિઝનીની સ્નો વ્હાઇટ – રિલીઝ થઈ.
  • 1931 – આર્થર વેઇન દ્વારા બનાવેલ વિશ્વનો પ્રથમ ક્રોસવર્ડ ન્યુ યોર્ક વર્લ્ડ અખબારમાં પ્રકાશિત થયો.
  • 1923 – બ્રિટનના સંરક્ષિત રાજ્યના દરજ્જામાંથી મુક્ત થયા પછી નેપાળ સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ બન્યો.
  • 1921 – અમેરિકાની સુપ્રીમ કોર્ટે ધરણાં પ્રદર્શન અને કામ અટકાવવાને ગેરબંધારણીય જાહેર કર્યું.
  • 1914 – પ્રથમ સાયલન્ટ કોમેડી ફીચર ફિલ્મ “થર્ટી પંકચર રોમાન્સ” અમેરિકામાં રિલીઝ થઈ.
  • 1910 – ઈંગ્લેન્ડના હલ્ટનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 344 કામદારો મૃત્યુ પામ્યા.
  • 1898 – રસાયણશાસ્ત્રી પિયર અને તેની પત્ની મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી. તેનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ થાય છે. બંનેને 1903માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • 1784 – જોન જે અમેરિકાના પ્રથમ સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા.

આ પણ વાંચો | 19 ડિસેમ્બરનો ઇતિહાસ: ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો

21 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • તેજસ્વિન શંકર (1998) – ભારતનો હાઈ જમ્પ ખેલાડી છે.
  • સંજીવ ચતુર્વેદી (1974) – વર્ષ 2002 બેચના વન સેવા અધિકારી અને 2015માં ‘રેમન મેગ્સેસે એવોર્ડ’ વિજેતા.
  • રાજીવ બજાજ (1966) – બજાજ ઓટો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે.
  • શ્યામામણી દેવી (1938) – ઓડિસી શાસ્ત્રીય સંગીતના ગાયક અને સંગીતકાર.
  • યુ. આર. અનંતમૂર્તિ (1932)- કન્નડ ભાષાના પ્રખ્યાત લેખક.
  • પ્રફુલચંદ નટવરલાલ ભગવતી (1921) – ભારતના પૂર્વ 17માં મુખ્ય ન્યાયાધીશ હતા.
  • કર્ટ વાલ્ડહેમ (1918) – સંયુક્ત રાષ્ટ્રના ચોથા મહાસચિવ હતા.
  • એસ. આર. કાંથી (1908) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • ભાલચંદ્ર દિગંબર ગરવારે (1903) – એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ગરવારે ગ્રુપના સ્થાપક હતા.
  • ઠાકુર પ્યારેલાલ સિંહ (1891) – છત્તીસગઢમાં ‘શ્રમિક ચળવળ’ના સ્થાપક અને ‘સહકારી આંદોલન’ના પ્રણેતા.
  • સુંદરલાલ શર્મા (1881) – બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ, છત્તીસગઢ રાજ્યમાં સામાજિક ક્રાંતિ અને જનજાગરણના પ્રણેતા.
  • માન સિંહ (1550) – સમ્રાટ અકબરના મુખ્ય રાજપૂત સરદાર હતા.

આ પણ વાંચોઃ- 18 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ કેમ ઉજવાય છે?

21 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મોતીલાલ વોરા (2020) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા.
  • પીકે આયંગર (2011) – દેશના જાણીતા અણુ ભૌતિકશાસ્ત્રી.
  • તેજી બચ્ચન (2007) – ભારતીય સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની માતા.
  • મહાવીર પ્રસાદ દ્વિવેદી (1938) – હિન્દી ગદ્ય સાહિત્યના મહાન સાહિત્યકાર અને પત્રકાર
  • ગેન્દાલાલ દીક્ષિત (1920 ) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.

આ પણ વાંચો | 17 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન; કેમ અંગ્રેજોએ કેમ બે દિવસ પહેલા ફાંસી આપી હતી?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ