આજે તારીખ 22 ડિસેમ્બર, 2022 (21 december) છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે તિથિ માગસર વદ તેરસ છે. કેલેન્ડર વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે માત્ર 9 દિવસ બાકી છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજની તિથિ માગસર વદ ચૌદસ છે. આજની તારીખના ઇતિહાસની (Today history) આજે શીખ ધર્મના (sikh dharma) દસમા અને છેલ્લા ગુરુ એવા ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ (guru gobind singh jayanti) છે. ભારતના મહાન પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ આયંગર રામાનુજનનો (srinivasa ramanujan) પણ આજની તારીખ વર્ષ 1887માં જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
22 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2010 – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિકતા સંબંધિત કાયદા પર હસ્તાક્ષર કરીને સેનામાં સમલૈંગિકોનો માર્ગ મોકળો કર્યો.
- 2008 – સૈનિક દળોના પગારમાં વિસંગતતાઓ માટે રચાયેલા મંત્રીઓના જૂથે પોતાનો અહેવાલ વડાપ્રધાન મનમોહન સિંહને સુપરત કર્યો.
- 2007 – ફ્રેન્ચ ગુઆનાના ગૌસ અવકાશ સંશોધન કેન્દ્રમાંથી લોન્ચ કરાયેલા યુરોપના એરિયન રોકેટે અંતરિક્ષની ભ્રમણકક્ષામાં બે ઉપગ્રહો સ્થાપિત કર્યા.
- 2006 – ભારત અને પાકિસ્તાને સ્થાનિક સંસ્થાના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી.
- 2005 – ઈરાને સદ્દામ હુસૈન સામે હજારો ઈરાનીઓને ઝેરી ગેસથી મારવા બદલ કેસ ચલાવવાની માંગ કરી.
- 2002 – માદક દ્રવ્યોના દુરૂપયોગના મુદ્દે કાઠમંડુમાં સાર્ક દેશોની સ્વૈચ્છિક સંસ્થાઓની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ.
- 1989 – રોમાનિયાના રાષ્ટ્રપતિ ચૌચેસ્કુની સત્તાપલટ અને દેશ છોડીને ભાગી જતા તેમની ધરપકડ કરવામાં આવી.
- 1978 – થાઇલેન્ડે બંધારણ અપનાવ્યું.
- 1975- ‘દો આંખે બારહ હાથ’, ‘ઝનક-ઝનક પાયલ બાજે’, ‘ગુંજ ઊઠી શહનાઈ’, ‘સંપૂર્ણ રામાયણ’, ‘ગુડ્ડી’ અને ‘આશીર્વાદ’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વસંત દેસાઈનું નિધન થયું.
- 1971 – તત્કાલીન સોવિયેત સંઘે જમીનની નીચે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા.
- 1966 – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU), નવી દિલ્હીની સ્થાપના ‘JNU એક્ટ’ હેઠળ ભારતીય સંસદ દ્વારા કરવામાં આવી હતી.
- 1961 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1957 – ઓહાયોના કોલંબો પ્રાણીસંગ્રહાલયમાં કોલો નામના બેબી ગોરીલાનો જન્મ થયો હતો, જે ઝૂમાં જન્મેલ પ્રથમ ગોરીલા હતો.
- 1947 – ઇટાલીની સંસદે નવું બંધારણ અપનાવ્યું.
- 1941 – માર્શલ ટીટોએ યુગોસ્લાવિયામાં નવી આર્મી બ્રિગેડની રચના કરી.
- 1941 – યુએસ પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બીજા વિશ્વ યુદ્ધના અભ્યાસ અંગે ચર્ચા કરવા વોશિંગ્ટનમાં મળ્યા.
- 1940 – માનવેન્દ્ર નાથ રાયે રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનાની જાહેરાત કરી.
- 1910 – અમેરિકામાં પ્રથમ વખત ટપાલ બચત પેપર બહાર પાડવામાં આવ્યું.
- 1882 – થોમસ એડિસન દ્વારા બનાવવામાં આવેલા બલ્બથી ક્રિસમસ ટ્રીને પ્રથમ વખત શણગારવામાં આવ્યો.
- 1851 – ભારતમાં પ્રથમ માલગાડી ટ્રેન રૂરકીથી પીરાન સુધી દોડાવવામાં આવી.
- 1843 – રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મ સમાજમાં જોડાયા.
- 1241 – મોંગોલોના મુખ્ય લેફ્ટનન્ટ બહાદુર તૈર હુલાગુ ખાને લાહોર પર કબજો કર્યો.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 18 ડિસેમ્બર રસાયણશાસ્ત્રના પિતા જર્મન વૈજ્ઞાનિક ઓટોહાને અણુ વિભાજનની શોધ
મહાન વ્યક્તિઓની જન્મ જયંતિ
- પંકજ સિંહ (1948) – સમકાલીન હિન્દી કવિતાના મહત્વપૂર્ણ કવિ.
- શ્રીનિવાસ આયંગર રામાનુજન (1887) – પ્રખ્યાત ભારતીય ગણિતશાસ્ત્રી.
- મૌલાના મઝહરુલ હક (1866) – સ્વતંત્રતા સેનાની હતા.
- ગુરુ ગોવિંદ સિંહ (1666) – શીખોના દસમા અને છેલ્લા ગુરુની જન્મજયંતિ.
આ પણ વાંચોઃ 19 ડિસેમ્બરનો ઇતિહાસ : આજે ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ

અંગ્રેજી કેલેન્ડર મુજબ ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 22 ડિસેમ્બર 1666ના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો. તિથિ અનુસાર તેનો જન્મ વિક્રમ સંવત 1723માં પોષ સુદની સાતમ તિથિએ થયો હતો. તેમના પિતા શ્રી ગુરુ તેગ બહાદુર શીખ ધર્મના નવમાં ગુરુ હતા અને તેમની માતાનું નામ ગુજરી છે. ગુરુ ગોવિંદ સિંહ શીખ ધર્મના દસમા અને છેલ્લા ગુરુ છે. તેમણે જ મુઘલોના અત્યાચારોથી મુક્તિ મેળવવા અને ધર્મની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને તેમના અનુગામી અને શીખોના માર્ગદર્શક તરીકે સ્થાપિત કર્યા હતા.
ગુરુ ગોવિંદ સિંહે પંચ પ્યારે અને 5 કાકર શરૂ કર્યા હતા. ખાલસા પંથમાં જ, ગુરુએ જીવનના પાંચ સિદ્ધાંતો જણાવ્યા હતા, જેને પંચ કકાર કહેવામાં આવે છે – કેશ, કૃપાણ, કંધા (કાંસકો), કડા અને કચ્છા છે. એવું કહેવાય છે કે દરેક ખાલસા શીખે તેનું પાલન કરવું જરૂરી છે.
ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા વાણી ‘વાહ ગુરુજી કા ખાલસા, વાહેગુરુ જી કી વિજય’ આપી હતી. ગુરુની ગરિમા જાળવવા માટે, તેમણે સંસ્કૃત, ફારસી, પંજાબી અને અરબી સહિત ઘણી ભાષાઓ શીખી હતી. તેમના પિતા ગુરુ તેગ બહાદુરની શહાદત પછી, માત્ર 9 વર્ષની ઉંમરે, ગુરુ ગોવિંદ સિંહે ગુરુની જવાબદારી લીધી. તેમણે ધનુષ-બાણ, તલવાર, ભાલા વગેરેનો ઉપયોગ કરવાની કળા પણ શીખી અને પછી સમગ્ર જીવન લોકોની સેવામાં વિતાવ્યું.
તેમણે જે પાંચ પ્યારાની સ્થાપના કરી અને ભેદભાવ મિટાવી દીધા અને તેમને સિંહ જેવા વીર બનાવ્યા. દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે ૩૮ વર્ષની ઉંમરમાં ચારે પુત્રોનું બલિદાન આપ્યું. તેથી જ સર્વવંશ દાની કહેવાયા. પુત્રોની શહાદતના સમાચારથી વિચલિત ન થયા. સંવત ૧૭૬૫માં કારતક સુદ પાંચમને દિવસે અવિચલનગર હજુરસાહેબમાં તેમણે દેહલીલા સંકેલી લીધી.
આ પણ વાંચોઃ 20 ડિસેમ્બરે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો
ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ ઐયંગર રામાનુજનનો જન્મ દિવસ
શ્રીનિવાસ ઐયંગર રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી છ, તેમનો જન્મ ૨૨ ડિસેમ્બર,. ૧૮૮૭ના રોજ તામિલનાડુના ઇરોડ ખાતે થયો હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, “ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.]

ગણિતના વધુ પડતા આકર્ષણને કારણે અન્ય વિષયો પ્રત્યે દુર્લક્ષ કરતાં રામાનુજન કૉલેજના પ્રથમ વર્ષમાં બે-ત્રણ વાર નાપાસ થયા અને તેમણે આખરે 1907માં અભ્યાસ છોડી દીધો. નોકરી શોધવાના પ્રયત્નોના ભાગ રૂપે તે ગણિતમાં રસ લેતા કેટલાક સરકારી અધિકારીઓના સંપર્કમાં આવ્યા. આ અધિકારીઓ તેમના ગણિતજ્ઞાનથી પ્રભાવિત થયા અને તેમને ધીમે ધીમે ગણિત કરવા માટેની સગવડો મળતી ગઈ. 1912માં રામાનુજન મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે જોડાયા.
કેટલાક હિતેચ્છુઓની સલાહથી રામાનુજને 1913ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. આ પત્રે હાર્ડીને ખૂબ પ્રભાવિત કર્યા. હાર્ડીએ રામાનુજનને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું, આખરે 1914ના માર્ચમાં રામાનુજને ઇંગ્લૅન્ડ માટે પ્રસ્થાન કર્યું. હાર્ડીની સંગાથે કેમ્બ્રિજમાં રામાનુજને ઉત્તમ કોટિનું સંશોધન કર્યું. તેમને 1918માં ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીએ ફેલો ચૂંટી કાઢ્યો. આ માન મેળવનાર રામાનુજન સૌપ્રથમ ભારતીય વિજ્ઞાની હતા. તે જ વર્ષે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પણ તેઓ ફેલો બન્યા. હાર્ડીનું પદ પણ એ જ હતું; પરંતુ 1917માં જ રામાનુજનની તબિયત લથડી અને તેમને તે સમયે અસાધ્ય ગણાતો ક્ષયરોગ હોવાનું નિદાન થયું. આ વ્યાધિ વચ્ચે પણ તેમનું સંશોધન ચાલુ જ રહ્યું.
બીમાર સ્થિતિમાં રામાનુજન 1919ના માર્ચમાં ભારત પાછા ફર્યા. અનેક પ્રયત્નો છતાં તેમની બીમારી જીવલેણ જ નીવડી અને ચેન્નાઈના એક ઉપનગર ચેટપટમાં તેમણે દેહ છોડ્યો.
રામાનુજનનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢીઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો, મૉડ્યુલર વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતું. તેમણે અસંમેય તથા અબૈજિક પણ જાણીતી એવી સંખ્યા π (પાઈ) માટે એટલા બધા શીઘ્ર-અભિસારી પરંપરિત અપૂર્ણાંકો આપ્યા હતા કે પાછળથી શક્તિશાળી કમ્પ્યૂટરોની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધી pની ગણતરી માટે તેમનાં જ સૂત્રો કામ લાગ્યાં હતાં. તેમના અન્ય પરિણામોનો ઉપયોગ ભૌતિકશાસ્ત્રમાં, કમ્પ્યૂટરવિજ્ઞાનમાં એમ અનેક જગ્યાએ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
આજના દિવસે ક્યા મહાન વ્યક્તિનું મૃત્યુ થયુ
- માધવી સરદેસાઈ (2014) – મહિલા લેખિકા જે કોંકણી સાહિત્યિક સામયિક ‘જાગ’ની સંપાદક હતા.
- વસંત દેસાઈ (1975) – ભારતીય સિનેમા જગતના પ્રખ્યાત સંગીતકાર હતા.
- તારકનાથ દાસ (1958) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારીઓ પૈકીના એક હતા.