આજનો ઇતિહાસ 25 ફેબ્રુઆરી – તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી

Today history 25 February : આજે 25 ફેબ્રુઆરી 2023 (25 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1945ના દ્વિતીય વિશ્વયુદ્ધ (second world war) વખતે તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની (turkey germany war) ઘોષણા કરી હતી. આજે હિન્દી ફિલ્મોના કલાકાર શાહીદ કપૂર (shahid kapoor) અને ડેની ડેન્ઝોંગ્પાનો (danny denzongpa) બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (25 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 25, 2023 06:53 IST
આજનો ઇતિહાસ 25 ફેબ્રુઆરી – તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી
25 ફેબ્રુઆરીનો ઇતિહાસ, બીજા વિશ્વ યુદ્ધ વખતે તુર્કી વિરુદ્ધ જર્મનીએ યુદ્ધની ઘોષણા કરી

Today history 25 February : આજે તારીખ 25 ફેબ્રુઆરી, 2023 (25 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1945ના દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી હતી. વર્ષ 1988માં ભારતે જમીનની સપાટીથી સપાટી પર માર કરનાર પ્રથમ મિસાઈલ પૃથ્વીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. આજે હિન્દી ફિલ્મોના કલાકાર શાહીદ કપૂર અને ડેની ડેન્ઝોંગપાનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (25 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

25 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1788 – પિટ્સ રેગ્યુલેટરી એક્ટ પસાર થયો.
  • 1921 – રશિયાએ જ્યોર્જિયાની રાજધાની તિબ્લિસી પર કબજો કર્યો.
  • 1925 – જાપાન અને ભૂતપૂર્વ સોવિયેત સંઘ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
  • 1945 – તુર્કીએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.
  • 1952 – નોર્વેની રાજધાની ઓસ્લોમાં છઠ્ઠી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
  • 1760 – લોર્ડ ક્લાઇવે પ્રથમવાર ભારત છોડ્યું અને વર્ષ 1765માં પરત ફર્યા. રોબર્ટ ક્લાઈવ ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
  • 1962 – કોંગ્રેસે દેશની ત્રીજી લોકસભા ચૂંટણી જીતી. જવાહરલાલ નેહરુ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.
  • 1975 – સાઉદી અરેબિયાના તત્કાલીન શાસક શાહ ફૈઝલની તેમના જ ભત્રીજા ફૈઝલ બિન મુસાદ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 24 ફેબ્રુઆરીનો ઇતિહાસ – સેન્ટ્રલ એક્સાઇઝ દિવસની ઉજવણી અને પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું

  • 1980 – બ્રિટિશ સરકારના વિરોધ અને દબાણ છતાં બ્રિટિશ ઓલિમ્પિક એસોસિએશને તે જ વર્ષે જુલાઈમાં મોસ્કોમાં ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ થવાનું નક્કી કર્યું.
  • 1988 – ભારતની જમીનની સપાટીથી સપાટી પર માર કરનાર પ્રથમ મિસાઈલ પૃથ્વીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
  • 1995 – આસામમાં ટ્રેનમાં બે બોમ્બ વિસ્ફોટ થયા. સેનાના 22 જવાનો શહીદ થયા.
  • 2000 – રશિયાની નીચલી સંસદ ડુમા દ્વારા ભારત સાથે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિને મંજૂરી.
  • 2006-દીપા મહેતાની ફિલ્મ ‘વોટર’ને ‘ગોલ્ડન કિન્નરી’ એવોર્ડ મળ્યો.
  • 2008- ફિલ્મ ‘નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેન’ને 80મી ઓસ્કાર એકેડમીમાં વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી.
  • 2009- ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ધીરજ મલ્હોત્રાને IPL ટુર્નામેન્ટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2010 – 2008ના મુંબઈ હુમલા પછી પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે મંત્રણા થઈ.

આ પણ વાંચોઃ 23 ફેબ્રુઆરીનો ઇતિહાસ – કર્મચારી ભવિષ્ય નિધિ કાયદો બન્યો, ક્રાંતિકારી સરદાર અજીત સિંહનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • શંખો ચૌધરી (1916) – ભારતના એક પ્રખ્યાત શિલ્પકાર હતા.
  • કાર્લો ગોલ્ડોની (1707) – પ્રખ્યાત ઇટાલિયન નાટ્યકાર હતા.
  • મેહર બાબા (1894) – ભારતીય ધાર્મિક નેતા.
  • અમરનાથ ઝા (1897) – ભારતના પ્રખ્યાત વિદ્વાન, લેખક અને શિક્ષણશાસ્ત્રી.
  • ડેની ડેન્ઝોંગપા (1948) – ભારતીય ફિલ્મોા પ્રખ્યાત કલાકાર છે.
  • શાહિદ કપૂર (1981) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
  • કે.વી. રાબિયા (1966) – શારીરિક રીતે વિકલાંગ સામાજિક કાર્યકર.
  • સેહુ શગારી (1925) – નાઇજીરીયાના રાષ્ટ્રપતિ હતા.
  • ગુરનામ સિંહ (1899) – ભારતીય રાજકારણી અને પંજાબના મુખ્યમંત્રી હતા.
  • રાધાચરણ ગોસ્વામી (1859) – બ્રજના રહેવાસી સાહિત્યકાર, નાટ્યકાર અને સંસ્કૃતના દિગ્ગજ વિદ્વાન હતા.

આ પણ વાંચોઃ 22 ફેબ્રુઆરીનો ઇતિહાસ – કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વિમલ પ્રસાદ ચાલિહા (1971) – સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને આસામના મુખ્યમંત્રી હતા.
  • મન્નતુ પદ્મનાભન (1970) – કેરળના પ્રખ્યાત સમાજ સુધારક હતા.
  • એસ. એચ. બિહારી (1987) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર હતા.
  • ડોન બ્રેડમેન (2001) – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર.
  • હંસ રાજ ખન્ના (2008) – ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ.

આ પણ વાંચોઃ 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ – વિશ્વ માતૃભાષા દિવસ, સ્વંત્રતતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ