Today history 26 February : આજે તારીખ 26 ફેબ્રુઆરી, 2023 (26 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 2019માં ભારતીય વાયુસેનાએ (indian air force) એલઓસી બાલાકોટમાં જૈશ-એ- મોહમ્મદના (Balakot air strike 2019)ઠેકાણાંઓ પર એર- સ્ટાઇક કરી હતી. ભારતે પાકિસ્તાન (india air strike on pakistan) પર કરેલી આ એર સ્ટ્રાઇકને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ હવાઇ હુમલામાં 200થી 300 જેટલાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે. વર્ષ 2008માં ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અંડરવોટર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયેતો ભારતીય પહેલવાન બજરંગ પુનિયા અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ગોપાલ સ્વરૂપ પાઠકનો જન્મદિન છે. તો સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર (vinayak damodar savarkar), ભારતના પ્રથમ મહિલા ડોક્ટર આનંદી ગોપાલ જોશી (anandi gopal joshi) અને ગુજરાતના પ્રખ્યાત કવિ નર્મદનું આજના દિવસે અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (26 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
26 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
1994 – ઉત્તર કોરિયા પોતાના પરમાણું મથકોને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલવા સંમત થયું.
1995 – કોપીરાઈટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ચીન વચ્ચે કરાર થયા
1999 – રેપ ગાયક લૌરીન હિલે પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો.
2001 – ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેનનું અવસાન.
2002 – અફઘાનિસ્તાનના વચગાળાના વડાપ્રધાન હામિદ કરઝાઈ ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા.
2004 – મેકદુનિયાના રાષ્ટ્રપતિ બેરિસ ટ્રેજ કોવસ્કીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.
2006 – ઈરાન અને રશિયામાં પરમાણુ શુદ્ધિકરણ પર કરાર.
2007- નેપાળ સરકાર દ્વારા રાજાની મિલકતના રાષ્ટ્રીયકરણની ઘોષણા કરવામાં આવી.
આ પણ વાંચોઃ 25 ફેબ્રુઆરીનો ઇતિહાસ – તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી
2008 – ભારતે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અંડરવોટર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. નેપાળમાં બંધારણ સભાની ચૂંટણી માટે માઓવાદી નેતા પ્રચંડે તેમનું નામાંકન ફાઇલ કર્યું.
2009 – અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હેમંત લક્ષ્મણ ગોખલેની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી.
2010 – ચિલીમાં 8.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સેન્ટિયાગોથી લગભગ 340 કિમી દૂર હતું. અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 9 ભારતીય નાગરિકોના મોત. સમરેશ જંગે કોમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર એર પિસ્તોલ ટીમ અને ઇન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટ્સ બંનેમાં ગોલ્ડ જીત્યો તેમજ ગગન નારંગ અને જયદીપ કર્માકરે 50 મીટર રાઈફલ પ્રોન ડબલ્સ ઈવેન્ટમાં મીટ રેકોર્ડ તોડ્યો.
2011 – અલ્જેરિયાના રાષ્ટ્રપતિએ આરબ દેશોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે 19 વર્ષ પહેલાં દેશમાં લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ સત્તાવાર રીતે સમાપ્ત કરી.
2019 – ભારતીય વાયુસેનાએ એલઓસીની નજીક બાલાકોટમાં જૈસ-એ- મોહમ્મદના આતંકવાદી ઠેકાણાંઓ પર એર-સ્ટાઇક કરી હતી. આ હવાઇ હુમલામાં લગભગ 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- બજરંગ પુનિયા (1994) – ભારતના પ્રખ્યાત ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજ.
- સંજય ધોત્રે (1959) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
- મૃણાલ પાંડે (1946) – પત્રકાર અને સાહિત્યકાર.
- પ્રકાશ મેહરોત્રા (1925) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- લીલા મજૂમદાર (1908) – બંગાળી સાહિત્યકાર.
- કૈલાશ નાથ વાંચુ (1903) – ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ગોપાલ સ્વરૂપ પાઠક (1896) – ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા.
- બેનેગલ નરસિમ્હા રાવ (1887) – એક ભારતીય વહીવટી અધિકારી, ન્યાયશાસ્ત્રી, રાજદ્વારી અને રાજકારણી હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- શંકરરાવ ચવ્હાણ (2004) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- વિનાયક દામોદર સાવરકર (1966) – ભારતીય રાષ્ટ્રવાદી અને સ્વાતંત્ર્ય સેનાની
- આનંદી ગોપાલ જોશી (1887) – ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર
- નર્મદ (1886) – ગુજરાતી ભાષાના યુગ પ્રવર્તક ગણાતા સાહિત્યકાર.
- બહાદુર શાહ પ્રથમ (1712) – દિલ્હીનો સાતમો મુઘલ સમ્રાટ હતો.
આ પણ વાંચોઃ 22 ફેબ્રુઆરીનો ઇતિહાસ – કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ