scorecardresearch

Today history 26 January: આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

Today history 26 January : આજે 26 જાન્યુઆરી, 2023 (26 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ ( India Republic Day) છે. ભારતમાં આજના દિવસે લોકશાહી બંધારણ અમલમાં (Indian Constitution) આવ્યું હતું. ઉપરાંત ગુજરાતમાં આજના દિવસે જ વર્ષ 2001માં ભયંકર ભૂકંપ (Gujarat 2001 earthquake) આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 26 January: આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

Today history 26 January : આજે તારીખ 26 જાન્યુઆરી, 2023 (26 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 26 જાન્યુઆરીના રોજ ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1950માં આજના દિવસે ભારતમાં લોકશાહી બંધારણ અમલમાં આવ્યુ હતુ. આ સાથે જ સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. આજના દિવસે જ વર્ષ 1963માં મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કર્યું. વર્ષ 2001માં આજના દિવસે જ ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની રાની ગાઇદિનલ્યૂ (rani gaidinliu) અને સત્યવતી દેવીની (satyavati devi) જન્મજયંતિ છે. તો મુઘલ સમ્રાટ હુમાયુનું વર્ષ 1556માં આજના દિવસે અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

26 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2010 – ભારતે મીરપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ 10 વિકેટે જીતીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે.
  • ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 130 પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી. તેમાં થિયેટરના દિગ્ગજ ઈબ્રાહિમ-અલ-કાઝી અને ઝોહરા સહગલ, પ્રખ્યાત અભિનેતા રેખા અને આમિર ખાન, ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને રસૂલ પોકુટ્ટી, ફોર્મ્યુલા રેસર નારાયણ કાર્તિકેયન, ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને ક્રિકેટર સચિન તેંડુલકરનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
  • 2008 – ભારતના 59માં પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પરેડની સલામી લીધી હતી. એન.આર નારાયણમૂર્તિને ફ્રાંસ સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ લીજન ઓફ અવર’ એનાયત કરવામાં આવ્યો હતો. – યુકેની એક અદાલતે શ્રીલંકાના આતંકવાદી સંગઠન LTTEના નેતા મુરીધરનને નવ મહિનાની જેલની સજા ફટકારી છે.
  • 2006- પેલેસ્ટાઈનમાં યોજાયેલી ચૂંટણીમાં હમાસે મોટાભાગની બેઠકો કબજે કરી હતી.
  • 2005 – ભારતમાં ગણતંત્ર દિવસ નિમિત્તે મણિપુર અને આસામમાં બોમ્બ વિસ્ફોટ થયા પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. – જાણીતા ઈતિહાસકાર વિલિયમ ડાકિનનું અવસાન થયું.
  • 2004 – બ્રિટનની રાણી એલિઝાબેથે માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સને ‘નાઈટ’નું બિરુદ આપવાની જાહેરાત કરી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 25 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિન

  • 2003 – ઈરાનના રાષ્ટ્રપતિ ‘સૈયદ મોહમ્મદ ખાતમી’ એ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
  • 2002 – ભારતના 53મા ગણતંત્ર દિવસ પર અગ્નિ-2 મિસાઇલ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
  • 2001- ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો, જેમા હજારો લોકો માર્યા ગયા હતા.
  • 2000 – કોંકણ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થયો અને પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી.
  • 1999 – મહિલાઓના જાતીય શોષણ પર ઢાકા (બાંગ્લાદેશ)માં વિશ્વ પરિષદનું આયોજન થયું.
  • 1994 – પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન.
  • 1992- મારીટાનિયામાં વિરોધ પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલા ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા.
  • 1991- ઈરાકે તેના સાત વિમાન ઈરાન મોકલ્યા.
  • 1990 – રોમાનિયાના ઉપરાષ્ટ્રપતિ ડી. માજિલુએ રાજીનામું આપ્યું.
  • 1982- ભારતીય રેલ્વેએ પ્રવાસીઓને રેલ્વે મુસાફરીની વૈભવી સુવિધા પૂરી પાડવા માટે પેલેસ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરી.
  • 1981- પૂર્વોત્તર ભારતમાં હવાઈ ટ્રાફિકની સરળતાને ધ્યાનમાં રાખીને એર સર્વિસ વાયુદૂત શરૂ કરવામાં આવી હતી.
  • 1972 – યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ પર ‘અમર જવાન નેશનલ મેમોરિયલ’ની સ્થાપના કરવામાં આવી.
  • 1963 – મોરની અદભૂત સુંદરતાને કારણે, ભારત સરકારે 26 જાન્યુઆરીએ તેને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કર્યું.
  • 1950 – ભારતને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું. – સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. – વર્ષ 1937માં રચાયેલી ફેડરલ કોર્ટ ઓફ ઈન્ડિયા (‘ભારતની ફેડરલ કોર્ટ’)નું નામ બદલીને સુપ્રીમ કોર્ટ (‘ભારતની સર્વોચ્ચ અદાલત’) રાખવામાં આવ્યું. – ભારતીય યુદ્ધ જહાજ H.M.I.S. દિલ્હીનું નામ બદલીને INS દિલ્હી કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 24 જાન્યુઆરી, ભારતના પરમાણું કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું નિધન, ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકારાયું

  • 1934 – જર્મની અને પોલેન્ડ વચ્ચે દસ વર્ષનો બિન-આક્રમક કરાર થયો.
  • 1931 – હંગેરી અને ઑસ્ટ્રિયાએ ‘શાંતિ સંધિ’ પર હસ્તાક્ષર કર્યા.
  • 1930 – બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં પ્રથમ વખત સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવી.
  • 1845 – સુદાનમાં બ્રિટિશ જનરલ ચાર્લ્સ ગાર્ડનની હત્યા થઈ.
  • 1841 – અંગ્રેજો દ્વારા હોંગકોંગ કબજે કરવામાં આવ્યું.
  • 1666 – ફ્રાન્સે ઈંગ્લેન્ડ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • પ્રદીપ સોમસુંદરન (1967) – ભારતીય પ્લેબેક ગાયક.
  • આચાર્ય ચંદન (1937) – જૈન ધર્મના આચાર્ય હતા.
  • દેવનાથ પાંડે ‘રસાલ’ (1923) – પ્રખ્યાત કવિ.
  • રાની ગાઇદિનલ્યૂ (1915) – ભારતીય મહિલા સ્વતંત્રતા સેનાની.
  • સત્યવતી દેવી (1906) – એક સામ્યવાદી મહિલા અને સ્વતંત્રતા સેનાની હતી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ – 22 જાન્યુઆરી : અજીજન બેગમ નર્તકી, જેણે 1857ના વિપ્લવમાં અંગ્રેજોને પોતાના ઇશારે નચાવ્યા અને ક્રાંતિકારીઓની મદદ કરી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • આર.કે. લક્ષ્મણ (2015) – પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ.
  • કરતાર સિંહ દુગ્ગલ (2012) – પંજાબી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં લખનાર પ્રખ્યાત લેખક હતા.
  • એમ.ઓ.એચ. ફારૂક (2012) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • માધવ શ્રીહરિ આણે (1968) – ભારતની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાની હતા.
  • માનવેન્દ્ર નાથ રાય (1954) – ભારતીય ફિલસૂફોમાં ક્રાંતિકારી વિચારક અને માનવતાવાદના મજબૂત સમર્થક.
  • એડવર્ડ જેનર (1823) – પ્રખ્યાત ચિકિત્સક.
  • હુમાયુ (1556) – મુઘલ સમ્રાટ હુમાયુનું મૃત્યુ.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 જાન્યુઆરી રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની પુણ્યતિથિ અને સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ

Web Title: Today history 26 january india 74th republic day gujarat 2001 earthquake anniversary know important events

Best of Express