scorecardresearch

આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

Today history 23 January : આજે 23 જાન્યુઆરી, 2023 (23 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સંભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ ( subhash chandra bose jayanti) છે અને તેમની યાદમાં દેશમાં આ 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ (parakram diwas) તરીકે ઉજવાય છે. ઉપરાંત બાલ સાહેબ ઠાકરેની (balasaheb thackeray) જન્મજયંતિ છે અને આજના દિવસે જ ઇન્દિરા ગાંધી (indira gandhi) ભારતના વડાપ્રધાન બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

Today history 23 January : આજે તારીખ 23 જાન્યુઆરી, 2023 (23 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1897ના રોજ ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ થયો હતો અને આ દિવસને ભારતમાં ‘પરાક્રમ દિવસ’તરીકે ઉજવાય છે. ઉપરાંત આજના દિવસ જ વર્ષ 1977 જનતા પાર્ટીની રચના થઇ હતી તો શિવસેનાના સ્થાપક બાલ સાહેબ ઠાકરેની પણ આજે જન્મજયંત છે. ઉપરાંત સ્વ. ઇન્દિરા ગાંધી વર્ષ 1966માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

23 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 2021 – ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દર વર્ષ 23 જાન્યુઆરીના રોજ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ દિવસ ‘આઝાર હિંદ ફોજ’ના સ્થાપક અને મહાન સ્વતંત્ર સેનાની સુભાષ ચંદ્ર બોઝનો જન્મજયંતિ છે.
 • 2020 – ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ એક મહત્વપૂર્ણ આદેશમાં મ્યાનમારને રોહિંગ્યા વસ્તીને સુરક્ષા આપવા જણાવ્યું હતું. – બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયે બ્રિટિશ સરકારના બ્રેક્ઝિટ કાયદાને મંજૂરી આપી દીધી છે. –
 • ગૃહ મંત્રાલયે ‘સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ 2020 ના વિજેતાઓની જાહેરાત કરી. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં ભારત 80માં ક્રમે આવી ગયુ જ્યારે વર્ષ 2018માં તે 78માં સ્થાને હતું. ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતા.
 • 2009 – ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમોમાં ધૂમ્રપાનના દ્રશ્યો પરનો પ્રતિબંધ સમાપ્ત થયો.
 • 2008- ખાડી દેશમાં હાજરી વધારવા માટે બેંક ઓફ બરોડા તેની સંપૂર્ણ કામગીરી બહેરીનમાં શરૂ કરવાની યોજના બનાવી. – વિશ્વની મહાસત્તાઓ ઈરાન વિરુદ્ધ ત્રીજા પ્રતિબંધો લાદવાના પ્રસ્તાવ પર સહમત થઇ હતી.
 • 2007 – ભારત અને રશિયા વચ્ચે મધ્યમ કદના બહુહેતુક પરિવહન વિમાનના મેન્યુફેક્ચરિંગ માટે એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
 • 2006 – ભારતે પાકિસ્તાનને સૌથી પસંદગીના રાષ્ટ્રનો દરજ્જો આપવાની ભલામણને મંજૂરી આપી.
 • 2005- સેનાના જવાનોએ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ફરક્કા એક્સપ્રેસવે પરથી 6 લોકોને ફેંકી દીધા. જેમાં 5 લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો.
 • 2004 – મધ્યપ્રદેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ.
 • 2003- નેપાળના ચાર મુખ્ય પક્ષોએ રાજાશાહી દ્વારા ચૂંટાયેલી સરકારને બરતરફ કરીને લોકેન્દ્ર બહાદુર ચંદના નેતૃત્વમાં રચાયેલી સરકારનો સંયુક્તપણે વિરોધ કર્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ – 22 જાન્યુઆરી : અજીજન બેગમ નર્તકી, જેણે 1857ના વિપ્લવમાં અંગ્રેજોને પોતાના ઇશારે નચાવ્યા અને ક્રાંતિકારીઓની મદદ કરી

 • 2002 – રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ જામીન પર મુક્ત થયા.
 • 1993 – ઈરાકે યુદ્ધવિરામનું પાલન કરવાની જાહેરાત કરી, અમેરિકન ફાઈટર જેટ્સ પર વિમાન વિરોધી તોપો વડે હુમલાના આરોપને નકારી કાઢ્યો.
 • 1992 – એસ્ટોનિયાના વડાપ્રધાન એડગર સવિસારે રાજીનામું આપ્યું.
 • 1973 – અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સને વિયેતનામ યુદ્ધમાં કરારની જાહેરાત કરી.
 • 1991 – ઇરાકના તેલ મંત્રાલયે ગેસોલિનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો.
 • 1977 – જનતા પાર્ટીની રચના થઈ.
 • 1968 – ઉત્તર કોરિયાએ તેની દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકીને અમેરિકાના જહાજ યુએસએસ પ્યુબ્લોને જપ્ત કર્યું.
 • 1966 – ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા.
 • 1924 – સોવિયેત સંઘે સત્તાવાર રીતે 21 જાન્યુઆરીએ લેનિનના મૃત્યુની જાહેરાત કરી.
 • 1920 – પ્રથમ વિશ્વ યુદ્ધના ગુનેગાર તરીકે જર્મનીના વિલિયમ દ્વિતીયને મિત્ર રાષ્ટ્રોને સોંપવા હોલેન્ડે ઇનકાર કર્યો.
 • 1913 – તુર્કીની સૈન્ય ક્રાંતિમાં નાઝીમ પાશાનું અવસાન થયું.
 • 1849 – પ્રશિયાએ ઑસ્ટ્રિયા વિના ‘જર્મન યુનિયન’નો પ્રસ્તાવ મૂક્યો. – એલિઝાબેથ બ્લેકવેલ મેડિકલ ડિગ્રી મેળવનારી પ્રથમ અમેરિકન મહિલા બની.
 • 1799 – ફ્રેન્ચ સૈનિકોએ નેપલ્સ ઇટાલી પર કબજો કર્યો.
 • 1793 – હ્યુમન સોસાયટી ઓફ ફિલાડેલ્ફિયાની રચના કરવામાં આવી.
 • 1668 – ઈંગ્લેન્ડ અને હોલેન્ડે પરસ્પર સહકાર કરાર કર્યો.
 • 1570 – સ્કોટલેન્ડના રીજન્ટ મોરેના અર્લની હત્યા કરવામાં આવી.
 • 1556 – ચીનના શેનસી પ્રાંતમાં વિનાશક ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 જાન્યુઆરી રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની પુણ્યતિથિ અને સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

 • અચલ કુમાર જ્યોતિ (1953) – ભારતના 21માx મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે.
 • ભીમ સેન સિંઘલ (1933) – મુંબઈમાં બોમ્બે હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ન્યુરોલોજીના ડિરેક્ટર હતા.
 • ડેરેક વોલકોટ 91930) – પશ્ચિમ ભારતીય લેખક, નોબેલ પુરસ્કાર વિજેતા લેખક.
 • શાનુ લાહિરી (1928) – જાણીતા કલા શિક્ષક અને બંગાળી ચિત્રકાર હતા.
 • બાલ ઠાકરે (1926) – ભારતીય રાજકારણી અને શિવસેનાના સ્થાપક.
 • નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (1897) – ભારતના સ્વતંત્ર સેના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ, તેમનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ કટકમાં થયો હતો.
 • કનિંધમ (1814) – એક બ્રિટીશ પુરાતત્વશાસ્ત્રી, જેને “ભારતના પુરાતત્વીય સંશોધનના પિતા” કહેવામાં આવે છે.
 • વીર સુરેન્દ્ર સાંઈ (1809) – એક ભારતીય ક્રાંતિકારી હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 20 જાન્યુઆરી, સર રતનજી ટાટાની જન્મજયંતિ, પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રમાઇ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • અમિયા કુમાર દાસ (1975) – ભારતીય સામાજિક કાર્યકર હતા.
 • મોહન સેન (1963) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી.
 • શાહ અબ્દુલ્લા (1924) – સાઉદી અરબના રાજા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 19 જાન્યુઆરી, વર્ષ 1597માં મહારાણા પ્રતાપ વીરગતિ પામ્યા

Web Title: Today history 23 january subhash chandra bose jayanti celebrated as a parakram diwas balasaheb thackeray birthday

Best of Express