આજનો ઇતિહાસ 3 જાન્યુઆરી: ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ છે? ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે કેમ ઉજવાય છે?

Today history 3 January : આજે 3 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મહાન સમાજ સુધારક સાવિત્રીભાઇ ફૂલે ની જન્મજયંતિ છે. આજે આંતરરાષ્ટ્રીય શારીરિક કલ્યાણ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 03, 2024 08:28 IST
આજનો ઇતિહાસ 3 જાન્યુઆરી: ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ છે? ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે કેમ ઉજવાય છે?
ભારતના મહાન સમાજ સુધારક સાવિત્રીબાઇ ફૂલેની જન્મજયંતિ છે.

Today history 3 January : આજે તારીખ 3 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1831માં આજની તારીખે સાવિત્રીબાઇ ફૂલેનો (savitribai phule)જન્મ થયો હતો, જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા (india’s first woman teacher) અને મહાન સમાજ સુધારક હતા. આજે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી ડે ઉજવાય છે. ઉપરાંત આજે ભારતનું પહેલું હવામાન રોકેટ ‘મેનકા’ લોન્ચ કરવામાં આવ્યુ હતું. તો વર્ષ 1974માં આજના દિવસે બર્મા (હાલ મ્યાનમાર) માં બંધારણ અપનાવવામાં આવ્યું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

3 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ-2020 ની થીમ “ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” હતી.
  • કેવીઆઇસી (KVIC)એ ગુજરાતમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખોલ્યો.
  • ડૉ જીતેન્દ્ર સિંહે પ્રથમ ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
  • તાઈવાને ચીનના ‘એક દેશ, બે પ્રણાલી’ના પ્રસ્તાવને ફગાવી દીધો.
  • 2015 – નાઈજીરીયાના ઉત્તરપૂર્વ શહેર બાગામાં આતંકવાદી સંગઠન બોકો હરામના હુમલામાં લગભગ 2000 લોકો માર્યા ગયા.
  • 2013 – ઈરાકના મુસૈયબ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શિયા સમુદાયના 27 લોકો માર્યા ગયા હતા અને 60 ઘાયલ થયા હતા.
  • 2009 – રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો.
  • 2008 – વીજ ઉપકણો બનાવતી ઈન્ડો એશિયન ફ્યુઝગિયર લિમિટેડ કંપનીએ રૂ. 40 કરોડના રોકાણ સાથે ઉત્તરાખંડના હરિદ્વારમાં એક નવો અત્યાધુનિક થોટગિયર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી.
  • સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની 15 સભ્યોની ટીમમાં લિબિયા, વિયેતનામ, ક્રોએશિયા, કોસ્ટારિકા અને બુર્કિનાફાસોના પાંચ નવા બિન-કાયમી સભ્યો તરીકે ચૂંટાયા હતા.
  • 2007 – ચીનના માર્ગારેટ ચાને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકના પદનો ચાર્જ સંભાળ્યો.
  • 2005 – USAએ તમિલનાડુમાં સુનામી પીડિતોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે રૂ. 6.2 કરોડની સહાયની જાહેરાત કરી.
  • 2004 – વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 12મા સાર્ક સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા.

આ પણ વાંચોઃ 2 જાન્યુઆરીનો ઇતિહાસ : ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારનો સ્થાપના દિન

  • ઇજિપ્તની એરલાઇન ફ્લેશ એરલાઇન્સનું બોઇંગ 737 ફ્લાઇટ 604 ક્રેશ થયું, જેમાં સવાર તમામ 148 લોકો માર્યા ગયા.
  • 2002 – કાઠમંડુમાં સાર્ક વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો, ભારતે આતંકવાદીઓ અને ગુનેગારો વિરુદ્ધના પુરાવા જાહેર કર્યા.
  • 2000 – કલકત્તાને સત્તાવાર રીતે કોલકાતા નામ આપવામાં આવ્યું.
  • 1998 – અલ્જેરિયામાં ઇસ્લામિક વિદ્રોહમાં 412 લોકો માર્યા ગયા.
  • 1995 – હરિયાણાના ડબવાલીમાં એક શાળામાં ભીષણ આગમાં 360 લોકોના મોત થયા હતા.
  • 1993 – અમેરિકા અને રશિયા તેમના પરમાણુ હથિયારોની સંખ્યા અડધી કરવા સંમત થયા હતા.
  • 1991 – ઇઝરાયેલે 23 વર્ષ પછી સોવિયત સંઘમાં ફરી દૂતાવાસ ખોલ્યું.
  • ઈરાકી દૂતાવાસના આઠ અધિકારીઓને બ્રિટનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
  • 1974 – બર્મા (હાલ મ્યાનમાર) માં બંધારણ અપનાવવામાં આવ્યું.
  • 1968 – દેશના પ્રથમ હવામાન શાસ્ત્રીય રોકેટ ‘મેનકા’નું લોન્ચિંગ.
  • 1959 – અલાસ્કાને અમેરિકાનું 49મું રાજ્ય જાહેર કરવામાં આવ્યું.
  • 1957 – અમેરિકાના પેન્સિલવેનિયામાં પ્રથમવાર ઇલેક્ટ્રિક ઘડિયાળ પ્રદર્શિત કરવામાં આવી.
  • 1956 – ફ્રાન્સમાં ‘એફિલ ટાવર’ના ઉપરના ભાગમાં આગને કારણે નુકસાન.
  • 1943 – ટેલિવિઝન પર પહેલીવાર ગુમ થયેલા વ્યક્તિઓ વિશેની માહિતી પ્રસારિત કરવામાં આવી.
  • 1929 – મહાત્મા ગાંધી લોર્ડ ઇરવિનને મળ્યા.
  • 1911 – અમેરિકામાં પોસ્ટલ સેવિંગ્સ બેંકનું ઉદ્ઘાટન થયું.
  • 1901 – ‘શાંતિ નિકેતન’માં બ્રહ્મચર્ય આશ્રમ ખોલવામાં આવ્યો.
  • 1894 – રવીન્દ્રનાથ ટાગોરે ‘શાંતિ નિકેતન’માં ‘પૌષ મેળા’નું ઉદ્ઘાટન કર્યું.
  • 1833 – બ્રિટને દક્ષિણ એટલાન્ટિકના ફોકલેન્ડ ટાપુઓ પર કબજો કર્યો.

આ પણ વાંચોઃ  1 જાન્યુઆરી ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે ( International Mind-Body Wellness Day)

ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે ( International Mind-Body Wellness Day) દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શારીરિક કલ્યાણ દિવસ દિવસનો ઇતિહાસ પ્રખ્યાત વિદ્વાન હિપ્પોક્રેટ્સ સાથે જોડાયેલો છે. હિપ્પોક્રેટ્સને નેચરોપેથીના સ્થાપકનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમની શોધો આજે પણ દુનિયામાં મોજૂદ છે અને નેચરોપેથીના ક્ષેત્રમાં તેમનું બહમૂલ્ય યોગદાન છે.

આ પણ વાંચો | 31 ડિસેમ્બરનો ઇતિહાસ: ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી હતી?

3 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • નરેશ ઐયર (1981) – ભારતીય પ્લેબેક સિંગર
  • ગુલ પનાગ (1977) – ભારતીય હિન્દી ફિલ્મોની અભિનેત્રી અને મોડલ
  • સંજીવ કુમાર સિંગારી (1967) – ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના રાજકારણી છે.
  • બાગેશ્રી ચક્રધર (1954) – ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અવાજ-નિષ્ણાંત અને માન્ય કલાકાર છે.
  • સંજય ખાન (1941) – બોલિવૂડ અભિનેતા.
  • જસવંત સિંહ (1938) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજકારણી હતા.
  • કેદારનાથ ચૌધરી (1936) – મૈથિલી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર છે.
  • જાનકી બલ્લભ પટનાયક (1927) – ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • ચેતન આનંદ (1915) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • જયપાલ સિંહ (1903) – ભારતીય હોકીના પ્રખ્યાત ખેલાડી.
  • ભુપતિ મોહન સેન (1888) – જાણીતા ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા.
  • બી. એમ. શ્રીકાંતૈયા (1881) – કન્નડ લેખક અને અનુવાદક હતા.
  • મુનશી નવલ કિશોર (1836) – એશિયાના સૌથી જૂના પ્રિન્ટિંગ પ્રેસ, અલીગઢ, ઉત્તર પ્રદેશના સ્થાપક.
  • સાવિત્રીબાઈ ફુલે (1831) – સામાજિક કાર્યકર, ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મરાઠી ભાષાની પ્રથમ મહિલા કવયિત્રી.

31 ડિસેમ્બર ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

આ પણ વાંચો | 30 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતના અવકાશ યુગના પિતા કોણ છે? કોને આધુનિક હિન્દી સાહિત્યના કવિ કહેવાય છે?

3 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • એમ.એસ. ગોપાલકૃષ્ણન (2013) – ભારતના પ્રખ્યાત વાયોલિનવાદક.
  • સતીશ ધવન (2002) – ભારતના પ્રખ્યાત રોકેટ વૈજ્ઞાનિક.
  • ડૉ. બ્રહ્મા પ્રકાશ (1984) – પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • પરશુરામ ચતુર્વેદી (1979) – વિદ્વાન સંશોધક વિવેચક
  • મોહન રાકેશ (1972) – લેખક અને નાટ્યકાર
  • કુરિયાકોસી ઇલ્યાસ ચાવરા (1871) – સીરિયન કેથોલિક સંત અને કેરળના સમાજ સુધારક.

આ પણ વાંચો | 29 ડિસેમ્બરનો ઇતિહાસ: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ