આજનો ઇતિહાસ, 3 માર્ચ : વર્ષ 1971માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ, જમશેદજી ટાટાની જન્મજયંતિ

Today history 3 March : આજે 3 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ1971માં આજના દિવસે ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરુ થયુ હતુ. તો ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાની આજે જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (3 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
March 03, 2023 06:48 IST
આજનો ઇતિહાસ,  3 માર્ચ : વર્ષ 1971માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ, જમશેદજી ટાટાની જન્મજયંતિ
3 માર્ચનો ઇતિહાસ - વર્ષ 1971માં ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ, જમશેદજી ટાટાની જન્મજયંતિ

Today history 3 March : આજે 3 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ અને તેના પરિણામે બાંગ્લાદેશને આઝાદી મળી હતી. વર્ષ 1923માં ટાઇમ મેગેઝિનનું પ્રથમ વાર પ્રકાશન થયું. ભારતના મહાન ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાની જન્મજંયતિ છે. વર્ષ 1839માં 3 માર્ચના રોજ ગુજરાતના નવસારી ખાતે તેમનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (3 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

3 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1575 – મુઘલ બાદશાહ અકબરે તુકારોઈના યુદ્ધમાં બંગાળી સૈન્યને હરાવી.
  • 1923 – ટાઇમ મેગેઝિન પ્રથમ વખત પ્રકાશિત થયું.
  • 1939 – મુંબઈ, મોહનદાસ કરમચંદ ગાંધીએ ઉપવાસ કરીને “સવિનય આજ્ઞાભંગ ચળવળ” શરૂ કરી.
  • 1971 – ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું. ભારત દ્વારા બાંગ્લાદેશ મુક્તિ વાહિનીને ખુલ્લા સમર્થનની ઘોષણા.
  • 1999 – અબ્દુલ રહેમાન ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનનાર અરબ મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા.
  • 2005 – યુક્રેનના રાષ્ટ્રપતિ વિક્ટર યુશ્ચેન્કોની આગેવાની હેઠળની રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદે ઇરાકમાંથી પોતાના સૈનિકોને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચોઃ 2 માર્ચનો ઇતિહાસ : અમેરિકા અને ભારત વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર થયા, ટાઇગર શ્રોફનો બર્થ ડે

  • 2006 – ફિલિપાઈન્સમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવી.
  • 2007-પાકિસ્તાને હતફ-2 અબ્દાલી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.
  • 2008 – મેઘાલયમાં નવી વિધાનસભાની ચૂંટણીમાં 75% મતદાન થયું હતું. સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે કેન્દ્ર સરકારે ધન લક્ષ્મી નામની નવી યોજના શરૂ કરી. દક્ષિણ અફઘાનિસ્તાનમાં નાટો અને અફઘાન સુરક્ષા દળોના ઓપરેશનમાં 22 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
  • 2009 – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્માર્ટ યુનિટ યોજના શરૂ કરી.

આ પણ વાંચો- 1 માર્ચનો ઇતિહાસ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • યોગેશ કથુનિયા (1997) – ભારતીય પેરાલિમ્પિક રમતવીર.
  • રાઈફલમેન સંજય કુમાર (1976) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
  • જસપાલ ભટ્ટી (1955) – પ્રખ્યાત હાસ્ય કલાકાર.
  • હિમ્મતરાવ બાવસ્કર (1951) – મહારાષ્ટ્રના ડૉક્ટર છે. તેઓ લાલ વીંછીના મૃત્યુ પરના તેમના સંશોધન માટે જાણીતા છે.
  • ગુલામ મુસ્તફા ખાન (1931) – ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા.
  • રવિ (સંગીતકાર) (1926) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
  • રામકૃષ્ણ ખત્રી (1902) – ભારતના અગ્રણી ક્રાંતિકારી હતા.
  • અચંત લક્ષ્મીપતિ (1880) – આયુર્વેદિક દવાઓના પ્રચાર માટે પ્રખ્યાત હતા.
  • જમશેદજી ટાટા (1839) – ટાટા ગ્રૂપના સ્થાપક અને ભારતના મહાન ઉદ્યોગપતિ.

આ પણ વાંચોઃ 28 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ઔરંગઝેબ (1707) – મુઘલ બાદશાહ.
  • હરિ નારાયણ આપ્ટે (1919) – મરાઠી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને કવિ હતા.
  • બાલકૃષ્ણ શિવરામ મુંજે (1948) – સ્વતંત્રતા સેનાની અને હિન્દુ મહાસભાના પ્રમુખ હતા.
  • ફિરાક ગોરખપુરી (1982) – પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • મોહિન્દર સિંઘ રંધાવા (1986) – ભારતના ઇતિહાસકાર, વનસ્પતિશાસ્ત્રી, નાગરિક સેવક અને કલા અને સંસ્કૃતિના પ્રચારક હતા.
  • યાદવેન્દ્ર શર્મા ‘ચંદ્ર’ (2009) – રાજસ્થાનના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત નવલકથાકાર, કહાની લેખક અને નાટ્યકાર હતા.
  • G.M.C. બાલયોગી (2002) – જાણીતા રાજકારણી, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા.
  • રાષ્ટ્રબંધુ (2015) – બાળસાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર હતા.

આ પણ વાંચોઃ 27 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ