scorecardresearch

આજનો ઇતિહાસ 1 માર્ચ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે

Today history 1 March : આજે 1 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ઇન્ટરનેશનલ મોનટરી ફંડ વર્ષ 1947માં વિવિધ દેશોને ધિરાણ આપવાની કામગીરી શરૂ કરી હતી. આજે ભારતીય મહિલા બોક્સર મેરી કોમ અને મહિલા વેઇટલિફ્ટર કુજરાની દેવીનો બર્થ ડે છે. તો પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (1 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ 1 માર્ચ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે

Today history 1 March : આજે 1 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ઇન્ટરનેશનલ મોનટરી ફંડ (IMF) વર્ષ 1947માં વિવિધ દેશોને ધિરાણ સહાય આપવાની કામગીરી શરૂ કરી હતી અને ફ્રાન્સ તેની પાસેથી લોન સહાય મેળવનાર પ્રથમ દેશ બન્યો હતો. નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મુખ્ય નાણાંકીય સંસ્થા IMFની સ્થાપના 27 ડિસેમ્બર 1945ના રોજ થઇ હતી અને તેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. હાલ 190 દેશો આ સંસ્થાના સભ્ય છે.
પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયે તો ભારતીય મહિલા બોક્સર મેરી કોમ, મહિલા વેઇટલિફ્ટિંગ કુજરાની દેવી, તમિલનાડુના 8માં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો બર્થ ડે છે. તો પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર તારકા મેહતાનું વર્ષ 2017માં આજના દિવસે નિધન થયું હતુ.

જાણો ઇતિહાસની તવારીખમાં (1 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

1 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1919 – જાપાની સામ્રાજ્યવાદ સામે કોરિયામાં આંદોલનની શરૂઆત થઇ.
  • 1923 – ગ્રીકોએ ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું.
  • 1947- ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF)એ તેની ધિરાણની કામગીરી શરૂ કરી.
  • 1996 – ભારત, રશિયા, ચીન અને ઈરાન વીજ ઉત્પાદન માટે થર્મો ન્યુક્લિયર રિએક્ટર સ્થાપવાના હેતુથી એશિયન ફાઉન્ડેશન ફોર થર્મોન્યુક્લિયર સ્ટડીઝ નામની સંસ્થા સ્થાપવા સંમત થયા.
  • 1999 – માનવ સંહારક બારુદ સુરંગો (એન્ટી પર્સેનિબલ માઇન્સ)ના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિ (ઓટાવા સંધિ) અમલમાં આવી.
  • 2002 – યુરો વિસ્તારના 10 દેશોનું ચલણ સમાપ્ત થયું, ‘યુરો’ હવે 30 કરોડ લોકો માટે માન્ય ચલણ બની ગયું છે.

આ પણ વાંચોઃ 28 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની પુણ્યતિથિ

  • 2004 – રશિયાના રાષ્ટ્રપતિએ મિખાઇલ ફ્રેડકોવને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હૈતીના રાષ્ટ્રપતિ જીન-બર્ટારા અસિસ્ટેડ દેશ છોડીને દક્ષિણ આફ્રિકા ભાગી ગયા હતા.
  • 2005 – સોયુઝ-યુ રોકેટ કઝાકિસ્તાનના બૈકાનુર સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.
  • 2006 – યુએસ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ બુશ ભારતની રાજકીય મુલાકાતે આવ્યા.
  • 2007 – અમૂલ્યનાથ શર્મા નેપાળના પ્રથમ બિશપ બન્યા.
  • 2008 – વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મંગળ પર વહેતા પાણીના અસ્તિત્વના કોઈ પુરાવા મળ્યા નથી.
  • 2010 – ભારતના વડાપ્રધાન મનમોહન સિંહની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ સહિત વેપાર, વિજ્ઞાન-ટેક્નોલોજી, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં દસ કરારો થયા હતા. હોકી વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું.
આજના દિવસનો ઇતિહાસ-1-3-2023

આ પણ વાંચોઃ 27 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • શરદ કુમાર (1992) – ભારતીય પેરા એથ્લેટ.
  • મેરી કોમ (1983) – ભારતીય મહિલા બોક્સર.
  • સલિલ અંકોલા (1968) – ભારતીય ક્રિકેટર.
  • કુંજરાની દેવી (1968) – ભારતીય મહિલા વેઇટલિફ્ટર.
  • નિરંજન જ્યોતિ (1967) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • વંગા ગીતા (1964) – આંધ્ર પ્રદેશની જાણીતી મહિલા રાજકારણી.
  • ચરનજીત સિંહ ચન્ની (1963) – ભારતના પંજાબ રાજ્યના રાજકારણી છે.
  • એમ.કે. સ્ટાલિન (1953) – ભારતીય રાજકારણી અને તમિલનાડુના 8મા મુખ્યમંત્રી.
  • નીતિશ કુમાર (1951) – પ્રખ્યાત રાજકારણી અને ભૂતપૂર્વ રેલ્વે મંત્રી, બિહારના 22મા મુખ્યમંત્રી
  • બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (1944) – પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • લૌરેમ્બમ બીનો દેવી (1944) – ભારતના મણિપુર રાજ્યના પ્રખ્યાત હસ્તશિલ્પી.
  • અતિન બંદ્યોપાધ્યાય (1934) – બંગાળી ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • કરતાર સિંહ દુગ્ગલ (1917) – પંજાબી, હિન્દી અને ઉર્દૂ ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • મન કૌર (1916) – એક ભારતીય ટ્રેક-એન્ડ-ફીલ્ડ એથ્લેટ હતા.
  • બિષ્ણુપદ મુકર્જી (1903) – ભારતના ઔષણ વિજ્ઞાન અને ઓર્થોપેડિક સર્જન હતા.

આ પણ વાંચોઃ 26 ફેબ્રુઆરીનો ઇતિહાસ – બાલાકોટમાં એર સ્ટ્રાઇકની ચોથી વર્ષગાંઠ, જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો ખાત્મો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • લોર્ડ મિન્ટો દ્વિતીય (1914) – ભારતના વાઇસરોય અને ગવર્નર-જનરલ હતા.
  • કોતારો તનાકા (1974) – જાપાનના ન્યાયશાસ્ત્રી, કાયદા અને રાજકારણના પ્રોફેસર હતા.
  • જયરામદાસ દોલતરામ (1979) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા.
  • વસંતદાદા પાટીલ (1989)- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • સોહન લાલ દ્વિવેદી (1988) – હિન્દીના પ્રખ્યાત કવિ.
  • બંગારુ લક્ષ્મણ (2014) – વર્ષ 2000થી 2001 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
  • તારક મહેતા (2017) – પ્રખ્યાત ગુજરાતી લેખક હતા.

Web Title: Today history 1 march international monetary fund mary kom know important events