Today history 28 February : આજે તારીખ 28 ફેબ્રુઆરી, 2023 (28 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની (National Science Day)ઉજવણી કરવામાં આવે છે. ‘રમન ઇફેક્ટ’ની શોધની યાદીમાં ભારતમાં વર્ષ 1986થી દર વર્ષે 28 ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે ભારતના પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર રવિન્દ્ર જૈનની જન્મજયંતિ છે. તેમણે રામાયણ અને શ્રીકૃષ્ણ જેવી લોકપ્રિય ધાર્મિક સિરિયલો અને ઘણી ફિલ્મોમાં સુમધુર સંગીતકાર અને ગીતકાર તરીકે કામ કર્યું છે. તો આજે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (28 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
28 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1991 – અખાતમાં યુદ્ધવિરામ લાગુ થયું.
- 1992 – ભારત અને બ્રિટન વચ્ચે આતંકવાદ વિરુદ્ધ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા.
- 1994 – આફ્રિકાએ નામિબિયાને પોર્ટ એન્ક્લેવ બાલિસ ખાડી સોંપી.
- 1996 – ક્લિન્ટન વહીવટીતંત્રે પાકિસ્તાનને 35.6 કરોડ ડોલરના શસ્ત્રો ન આપવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચોઃ 27 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો
- 1999 – કોલીન પ્રેસકોટ અને એન્ડી એલ્સન (બ્રિટન) એ બલૂનની મદદથી 233 કલાક 55 મિનિટ સુધી આકાશમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
- 2003 – નામિબીયાના રાષ્ટ્રપતિ સેમ નુજોમા ભારતની ચાર દિવસીય મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા, ભારતનું કાયમી સભ્યપદનું બિલ યુએસ સંસદમાં રજૂ કરવામાં આવ્યું.
- 2006-ફિલિપાઈન્સમાં ઈમરજન્સી લાગુ કરવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો.
- 2008 – નેપાળમાં સરકાર અને યુનાઈટેડ મધેશી ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)
ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં વિજ્ઞાન- ટેકનોલોજીના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે. 28 ફેબ્રુઆરી 1928ના રોજ 'રમન ઇફેક્ટ'ની શોધ થઇ હતી. 'રમન ઇફેક્ટ'ની શોધ ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર ચંદ્રશેખર વેંકટ રમને કરી હતી. 'રમન ઇફેક્ટ'ની શોધની યાદમાં વર્ષ 1986થી દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ 25 ફેબ્રુઆરીનો ઇતિહાસ – તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- વિજય બહુગુણા (1947)- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતીય રાજકારણી છે.
- દિગ્વિજય સિંહ (1947) – કોંગ્રેસના રાજકારણી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.
- રવીન્દ્ર જૈન (1944) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક.
- કૃષ્ણકાંત (1927)- ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા.
- પંડિત નરેન્દ્ર શર્મા (1913) – પ્રખ્યાત હિન્દી કવિ, લેખક અને સંપાદક.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- બલવીર સિંહ ખુલ્લર (2020) – ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સભ્ય હતા.
- જયેન્દ્ર સરસ્વતી (2018) – કામકોટી પીઠ, કાંચીપુરમ, તમિલનાડુના શંકરાચાર્ય હતા.
- તિરુમલાઈ કૃષ્ણમાચાર્ય (1989) – ભારતના યોગ ગુરુ, આયુર્વેદ ચિકિત્સક અને વિદ્વાન હતા.
- કમલા નેહરુ (1936) – જવાહરલાલ નેહરુના પત્ની.
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1963) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની, ન્યાયશાસ્ત્રી, પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
- વીર સુરેન્દ્ર સાંઈ (1884) – એક ભારતીય ક્રાંતિકારી હતા.