scorecardresearch

આજનો ઇતિહાસ 27 ફેબ્રુઆરી – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો

Today history 27 February : આજે 27 ફેબ્રુઆરી 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન કાંતિકારી ચંદ્રશેખર આઝાદનો શહીદદિન છે. તો વર્ષ 2001માં ગોધરા કાંડ પણ આજના દિવસ જ થયો હતો. આજના દિવસે જ સેકરિનની (secrin) અને ન્યુટ્રોનની (neutron) શોધ થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (27 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history | 27 February |
27 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન

Today history 27 February : આજે તારીખ 27 ફેબ્રુઆરી, 2023 (27 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહિના ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો શહીદ દિન છે. માત્ર 17 વર્ષની વયે તેમનું નિધન પ્રયાગરાજમાં વર્ષ 1931માં થયું હતું. મહત્વપૂર્ણ ઘટનાની વાત કરીયે તો વર્ષ 1879માં રશિયાના રસાયણશાસ્ત્રી કોન્સ્ટેન્ટિન ફાલબર્ગ દ્વારા અનાયાસે જ આર્ટિફિશયલ સ્વીટનર સેકરિનની શોધ કરાઇ હતી. તો વર્ષ 1932માં બ્રિટિનના વૈજ્ઞાનિક જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી અને તેનાથી પરમાણું બોમ્બ બનાવવાનો માર્ગ મોકળો બન્યો હતો.

વર્ષ 2001મં આજના દિવસે જ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા રામ સેવકોના ટ્રેનને આંગ ચાંપી દેવામાં આવી હતી. ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ભયંકર રમખાણ ફાટી નીકળ્યા હતા. આજે ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેસ વાસુદેવ માવળંકરનું નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (27 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

27 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1879 – રશિયાના રસાયણશાસ્ત્રી કોન્સ્ટેન્ટિન ફાલબર્ગ દ્વારા આર્ટિફિશયલ સ્વીટનર સેકરિનની શોધ કરવામાં આવી હતી. કોલસાના ટારના પદાર્થો પર સંશોધન કરતી વખતે કોઇ પદાર્થની મીઠાશ તેમના હાથમાં રહી ગઈ. તેણે આ પદાર્થને ‘સેકરિન’ નામ આપ્યું. તે પ્રથમ કૃત્રિમ સ્વીટનર હતું જે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ બન્યું હતું.
 • 1932 – બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. પ્રોટોન અને ન્યુટ્રોન મળીને પરમાણુનું ન્યુક્લિયસ બનાવે છે. ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ ફરે છે. આ શોધથી અણુના ન્યુક્લિયસને અલગ કરવાનું શક્ય બન્યું, જેણે અણુ બોમ્બ બનાવવાનો માર્ગ મોકળો કર્યો.
 • 2001 – ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોવાળા ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી, જેમાં 59 હિંદુ કાર સેવકોના મોત થયા હતા. તાલિબાને અફઘાનિસ્તાનમાં તમામ દેવી-દેવતાઓની પ્રતિમ નષ્ટ કરવાન આદેશ આપ્યો.
 • 2005 – મારિયા શારાપોવાએ ‘કતાર ઓપન’ ટાઇટલ જીત્યું.
 • 2007 – લાન્સાના કોયટે ગયાનાના નવા વડા પ્રધાન બન્યા.

આ પણ વાંચોઃ 26 ફેબ્રુઆરીનો ઇતિહાસ – બાલાકોટમાં એર સ્ટ્રાઇકની ચોથી વર્ષગાંઠ, જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો ખાત્મો

 • 2008 – પાકિસ્તાન સરકારે આસિફ અલી ઝરદારીની વિરુદ્ધ તમામ ભ્રષ્ટાચારના આરોપો પાછા ખેંચી લીધા.
 • 2009 – ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમની લોકસભાની બેઠક ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને આપી.
 • 2010 – ભારતે આઠમી કોમનવેલ્થ શૂટિંગ સ્પર્ધામાં 35 ગોલ્ડ, 25 સિલ્વર અને 14 બ્રોન્ઝ સહિત કુલ 74 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું. ઇંગ્લેન્ડ ચાર ગોલ્ડ સહિત 31 મેડલ સાથે બીજા ક્રમે અને વેલ્સે ચાર ગોલ્ડ સહિત 13 મેડલ જીતને ત્રીજું સ્થાન મેળવ્યું. ઓસ્ટ્રેલિયા ત્રણ ગોલ્ડ સહિત 19 મેડલ સાથે ચોથા સ્થાન રહ્યું હતું.
 • 2012 – ભારચ વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ તેની ઊર્જાની માંગ ઘટીને 4.5 ટકા થઈ જશે. એનર્જી સેક્ટરની વૈશ્વિક કંપની BPએ આ અનુમાન લગાવ્યું છે.

આ પણ વાંચોઃ 25 ફેબ્રુઆરીનો ઇતિહાસ – તુર્કીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • વીરેન્દ્ર કુમાર ખટીક (1954) – ભારતીય રાજકારણી અને ભારતની 17મી લોકસભાના સાંસદ.
 • પ્રકાશ ઝા (1952) – હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર છે.
 • સત્ય દેવ સિંહ (1945) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી હતા.
 • બી. એસ. યેદિયુરપ્પા (1943) – ભારતીય રાજકારણી અને કર્ણાટકના મુખ્યમંત્રી.
 • મનોજ દાસ (1934) – ઓડિશી ભાષાના પ્રખ્યાત લેખક.
 • શ્યામા ચરણ શુક્લ (1925) – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
 • વિષ્ણુ વામન શિરવાડકર કુસુમાગ્રજ (1912) – મરાઠી કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર હતા.
 • વિજય સિંહ પથિક (1882) – રાજસ્થાનના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા.

આ પણ વાંચોઃ 24 ફેબ્રુઆરીનો ઇતિહાસ – સેન્ટ્રલ એક્સાઇઝ દિવસની ઉજવણી અને પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • નાનાજી દેશમુખ (2010) – ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના મજબૂત આધારસ્તંભ અને જાણીતા સામાજિક કાર્યકર.
 • ઇન્દીવર (1997) -હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ભારતીય ગીતકાર.
 • કે.કે. સી. રેડ્ડી (1976) – કર્ણાટકના પ્રથમ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
 • ગણેશ વાસુદેવ માવલંકર (1956) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને લોકસભાના પ્રથમ સ્પીકર હતા.
 • ચંદ્રશેખર આઝાદ (1931) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની

Web Title: Today history 27 february chandrashekhar azad gujarat riots godhra train burning know important events

Best of Express