Today history 31 December : આજે તારીખ 31 ડિસેમ્બ છે અને કેલેન્ડર વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 523 વર્ષ પહેલા આજના દિવસે ભારતને ગુલામ બનાવનાર બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. આ ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં ભારતમાં વેપારના બહારને પગપેસારો કર્યો અને ત્યારબાદ ભારત પર કબજો મેળવી લગભગ 150 વર્ષ સુધી બ્રિટિશરોએ રાજ કર્યુ હતુ. ઉપરાંત આજના દિવસે વર્ષ 1984માં સ્વર્ગીય રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
31 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2014 – ચીનના શાંઘાઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભાગદોડમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા અને 49 ઘાયલ થયા.
- 2008 – ઈશ્વરદાસ રોહિણીને બીજી વખત મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- 2007 – મ્યાનમારની સૈન્ય સરકારે સાત વિપક્ષી નેતાઓની ધરપકડ કરી.
- 2005 – અમેરિકાએ સુરક્ષાના કારણોસર મલેશિયામાં તેનું દૂતાવાસ અનિશ્ચિત સમય માટે બંધ કર્યું.
- 2004 – બ્યુનોસ આયર્સ (આર્જેન્ટિના) ના નાઈટક્લબમાં લાગેલી આગમાં 175 લોકો મૃત્યુ પામ્યા.
- 2003 – ભારત અને સાર્કના અન્ય દેશોના વિદેશ સચિવોએ સમિટ પહેલા વાતચીત શરૂ કરી.
- 2001 – ભારતે પાકિસ્તાનને 20 વોન્ટેડ ગુનેગારોની યાદી સોંપી; આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ફર્નાન્ડો રુઆએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 1999 – ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814ને હાઇજેક કરીને અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લઇ જવામાં આવી હતી. સાત દિવસ સુધી મુસાફરોને બંધક રાખ્યા બાદ 190 લોકોની સલામત મુક્તિ થઇ.
- 1998 – કઝાકિસ્તાન સ્પેસ સેન્ટરમાંથી રશિયા દ્વારા ત્રણ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ.
- 1997 – મોહમ્મદ રફીક તરાર પાકિસ્તાનના 9માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1988 – ભારત અને પાકિસ્તાને પરમાણુ મથકો પરના હુમલાને રોકવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જે 27 જાન્યુઆરી 1991થી અમલી બન્યા.
- 1984 – રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સાતમા વડાપ્રધાન બન્યા. ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ બન્યા હતા.
- 1983 – બ્રુનેઈને બ્રિટનથી આઝાદી મળી.
આ પણ વાંચો | 30 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતના અવકાશ યુગના પિતા કોણ છે? કોને આધુનિક હિન્દી સાહિત્યના કવિ કહેવાય છે?
- 1964 – ઈન્ડોનેશિયાને સંયુક્ત રાષ્ટ્રમાંથી હાંકી કાઢવામાં આવ્યું.
- 1962 – હોલેન્ડે દક્ષિણ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ ન્યુ ગિની છોડી દીધું.
- 1949 – વિશ્વના 18 દેશોએ ઇન્ડોનેશિયાને માન્યતા આપી.
- 1944 – અમેરિકાના ઉટાહ રાજ્યના ઓગડેનમાં ટ્રેન અકસ્માતમાં 48 લોકોના મોત થયા. બીજા વિશ્વયુદ્ધમાં હંગેરીએ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1929 – મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ લાહોરમાં સંપૂર્ણ આઝાદી માટે આંદોલન શરૂ કર્યું.
- 1861 – ચેરાપુંજી (આસામમાં 22990 મીમી વરસાદ પડ્યો, જે વિશ્વમાં કોણ પણ સ્થળે પડેલો સૌથી વધુ વરસાદ છે.
- 1802 – પેશવા બાજીરાવ દ્વિતીયને બ્રિટિશ રક્ષણ મળ્યું. મરાઠા શાસક પેશ્વા બાજીરાવ બીજા અંગ્રેજોના રક્ષણ હેઠળ આવ્યા.
- 1781 – અમેરિકામાં પ્રથમ બેંક ‘બેંક ઓફ નોર્થ અમેરિકા’માં ખોલવામાં આવી.
- 1600 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
- 1492 – ઇટાલીના સિસિલી પ્રદેશમાંથી 100,000 યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા.
29 ડિસેમ્બર – અભિનેતા રાજેશ ખન્ના અને ‘રામાયણ’ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરનો જન્મદિન
31 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અંશુ જમસેનપા (1979) – ભારતના પર્વતારોહક છે.
- અરવિંદ ગણપત સાવંત (1951) – ભારતીય રાજકારણી, જેઓ મુંબઈમાં શિવસેનાના નેતા છે.
- ત્રિદિબ મિત્ર (1940) – બંગાળી સાહિત્યના ‘હંગ્રી જનરેશન’ ચળવળના પ્રખ્યાત કવિ હતા.
- શ્રીલાલ શુક્લ (1925) – વ્યંગાત્મક લેખનના પ્રખ્યાત લેખક.
- યમુનાબાઈ વાયકર (1915) – ભારતના પ્રખ્યાત લોક કલાકાર હતા. તેમને ‘લાવણીની રાણી’ કહેવામાં આવતી હતી.
- કૃષ્ણ બલ્લભ સહાય (1866) – બિહારના મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની.
- લોર્ડ કોર્નવોલિસ (1738) – ફોર્ટ વિલિયમ પ્રેસિડેન્સીના ગવર્નર-જનરલ.
આ પણ વાંચો | 29 ડિસેમ્બરનો ઇતિહાસ: ધાર્મિક સિરિયલ રામાયણ કોણે બનાવી હતી? ક્યા ફિલ્મ અભિનેતાને કાકા કહેવાય છે?
31 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જ્ઞાન સિંહ રાણેવાલા (1979) – એક ભારતીય રાજકારણી હતા.
- વી.પી. મેનન (1965) – ભારતીય રજવાડાઓના એકીકરણમાં સરદાર પટેલના સાથી.
- રવિ શંકર શુક્લા (1956) – મધ્યપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી.
- વિશ્વનાથ કાશીનાથ રાજવાડે (1926) – એક પ્રખ્યાત ભારતીય લેખક, ઇતિહાસકાર, શ્રેષ્ઠ વક્તા અને વિદ્વાન હતા.
આ પણ વાંચો : 28 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતના શેરબજારના પિતા કોને કહેવામાં આવે છે?





