આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી : મહર્ષિ મહેશ યોગી કોણ છે, અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા કોણ છે?

Today history 5 February : આજે 5 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના સાતમાં ગુરુ હર રાયની (Guru Har Rai) જન્મજયંતિ છે. તો ભારતીય યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગી અને ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 05, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી : મહર્ષિ મહેશ યોગી કોણ છે, અવકાશમાં સૌથી વધુ સમય રહેનાર મહિલા કોણ છે?
મહર્ષિ મહેશ યોગી એ પ્રખ્યાત યોગ ગુરુ છે.

Today history 5 February : આજે તારીખ 5 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના સાતમાં ગુરુ હર રાયની જન્મજયંતિ છે. તેમનો જન્મ હર રાય વર્ષ 1630મા પંજાબના કીરતપુરમાં થયો હતો. તો ભારતીય યોગને વિદેશમાં લોકપ્રિય પ્રખ્યાત કરનાર મહર્ષિ મહેશ યોગી, પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગની આજે પુણ્યતિથિ છે. સેલિબ્રિટીની વાત કરીયે તો ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર અને બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચનનો આજે બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

5 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 664 – પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગનું નિધન થયું.
  • 1679 – જર્મન શાસક લિયોપોલ્ડ પ્રથમેફ્રાન્સ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1783 – ઈટાલીના કેલેબ્રિયામાં આવેલા તીવ્ર ભૂકંપમાં 30000 લોકો મૃત્યુ પામ્યા.
  • 1870 – ફિલાડેલ્ફિયાના થિયેટરમાં પ્રથમ મોશન પિક્ચર બતાવવામાં આવ્યું હતું.
  • 1900 – અમેરિકા અને બ્રિટન વચ્ચે પનામા કેનાલ કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1904 – ક્યુબા અમેરિકાના કબજામાંથી મુક્ત થયું.
  • 1917 – મેક્સિકોએ નવું બંધારણ અપનાવ્યું.
  • 1922 – ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા શહેરમાં, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી, જેમાં 22 પોલીસકર્મીઓના મોત થયા.
  • 1924 – રેડિયો ટાઇમ સિગ્નલ GMT પ્રથમ રોયલ ગ્રીનવિચ પરથી પ્રસારિત કરવામાં આવ્યું.
  • 1931 – મેક્સીને ડનલેપ પ્રથમ ગ્લાઈડર પાઈલટ બન્યા.
  • 1961 – બ્રિટિશ અખબાર સન્ડે ટેલિગ્રાફની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • 1970 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1994 – સારાયેવોના બજારમાં હત્યાકાંડ થયો. સારાયેવોના મુખ્ય બજારમાં મોર્ટાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 68 લોકો માર્યા ગયા હતા અને 200 ઘાયલ થયા હતા.
  • 2004 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનને પરમાણુ ટેકનોલોજીના દુરુપયોગના કેસમાં માફ કરી દીધા.
  • 2006 – ઈરાને યુરેનિયમ સંવર્ધન શરૂ કર્યું.
  • 2007 – ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા બન્યા.
  • 2008 – પંજાબના પટિયાલાની એક વિશેષ અદાલતે કંદહાર વિમાન અપહરણ કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આધ્યાત્મિક ગુરુ મહર્ષિ મહેશ યોગીનું નિધન. 60ના દાયકામાં, તેઓ પ્રખ્યાત રોક બેન્ડ બીટલ્સના સભ્યો સહિત ઘણી મોટી હસ્તીઓના આધ્યાત્મિક માર્ગદર્શક હતા.
  • 2010 – ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ નેધરલેન્ડ ઈન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 600 માંથી 596 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો.
  • 2020 – અમેરિકાની સેનેટે યુક્રેન કૌભાંડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી મહાભિયોગની કાર્યવાહીને રદ કરી. અમેરિકાની સંસદ દ્વારા ટ્રમ્પ પર મહાભિયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | 4 ફેબ્રુઆરીનો ઇતિહાસ : વર્લ્ડ કેન્સર ડે, ભારતમાં કેન્સરના કેટલા દર્દી છે, ફેસબુકની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી?

5 ફેબ્રુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભુવનેશ્વર કુમાર (1990) – ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર.
  • હોરેન સિંહ બે (1970) – ભારતના આસામ રાજ્યના રાજકારણી છે.
  • હર રાય (1630) – શીખ ધર્મના સાતમા ગુરુ.
  • ઝેબુન્નિસા (1639) – મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પુત્રી હતી.
  • જાનકી વલ્લભ શાસ્ત્રી (1916) – પ્રખ્યાત કવિ
  • પ્રેમ સિંહ તમાંગ (1968) – સિક્કિમના રાજકારણી પૈકીના એક.
  • અભિષેક બચ્ચન (1976) – બોલીવુડ ફિલ્મોના અભિનેતા અને અમિતાભ બચ્ચના પુત્ર.
  • શંખ ઘોષ (1932) – પ્રખ્યાત બંગાળી કવિ, વિવેચક અને શિક્ષણવિદ હતા.

આ પણ વાંચો | 3 ફેબ્રુઆરી ઇતિહાસ : ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ, પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું?

5 ફેબ્રુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • જુથિકા રોય (2014) – પ્રખ્યાત ભજન ગાયિકા.
  • સુજીત કુમાર (2010) – ભોજપુરી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હતા.
  • મહર્ષિ મહેશ યોગી (2008) – એક પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા, જેમણે યોગને ભારતની બહાર વિદેશ પ્રખ્યાત લોકપ્રિય કર્યો હતો.
  • હ્યુએન ત્સાંગ (664) – એક પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હતા.
  • ઇનાયત ખાન (1927) – ભારતીય સૂફી સંત હતા.

આ પણ વાંચો | 2 ફેબ્રુઆરી ઇતિહાસ : વિશ્વ વેટલેન્ડ દિવસ કેમ ઉજવાય છે, પ્રકૃતિ માટે વેટલેન્ડ કેમ જરૂરી છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ