scorecardresearch

Today history 5 February : આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગીની પુણ્યતિથિ

Today history 5 February : આજે 5 ફેબ્રુઆરી 2023 (5 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના સાતમાં ગુરુ હર રાયની (Guru Har Rai) જન્મજયંતિ છે. તો ભારતીય યોગ ગુરુ (Yoga guru) મહર્ષિ મહેશ યોગી (Maharishi Mahesh Yogi), ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગની (Xuanzang) આજે પુણ્યતિથિ છે. આજે ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર (bhuvneshwar kumar) અને બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચનનો (abhishek bachchan) પણ આજે બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (5 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 5 February : આજનો ઇતિહાસ 5 ફેબ્રુઆરી યોગ ગુરુ મહર્ષિ મહેશ યોગીની પુણ્યતિથિ

Today history 5 February : આજે તારીખ 5 ફેબ્રુઆરી, 2023 (5 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના સાતમાં ગુરુ હર રાયની જન્મજયંતિ છે. તેમનો જન્મ હર રાય વર્ષ 1630મા પંજાબના કીરતપુરમાં થયો હતો. તો ભારતીય યોગને વિદેશમાં લોકપ્રિય પ્રખ્યાત કરનાર મહર્ષિ મહેશ યોગી, પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગની આજે પુણ્યતિથિ છે. સેલિબ્રિટીની વાત કરીયે તો ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર અને બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચનનો આજે બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (5 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

5 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 664 – પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હ્યુએન ત્સાંગનું નિધન થયું.
  • 1679 – જર્મન શાસક લિયોપોલ્ડ પ્રથમેફ્રાન્સ સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1783 – ઈટાલીના કેલેબ્રિયામાં આવેલા તીવ્ર ભૂકંપમાં 30000 લોકો મૃત્યુ પામ્યા.
  • 1870 – ફિલાડેલ્ફિયાના થિયેટરમાં પ્રથમ મોશન પિક્ચર બતાવવામાં આવ્યું હતું.
  • 1900 – અમેરિકા અને બ્રિટન વચ્ચે પનામા કેનાલ કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1904 – ક્યુબા અમેરિકાના કબજામાંથી મુક્ત થયું.
  • 1917 – મેક્સિકોએ નવું બંધારણ અપનાવ્યું.
  • 1922 – ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા શહેરમાં, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી, જેમાં 22 પોલીસકર્મીઓના મોત થયા.
  • 1924 – રેડિયો ટાઇમ સિગ્નલ GMT પ્રથમ રોયલ ગ્રીનવિચ પરથી પ્રસારિત કરવામાં આવ્યું.
  • 1931 – મેક્સીને ડનલેપ પ્રથમ ગ્લાઈડર પાઈલટ બન્યા.
  • 1961 – બ્રિટિશ અખબાર સન્ડે ટેલિગ્રાફની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • 1970 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1994 – સારાયેવોના બજારમાં હત્યાકાંડ થયો. સારાયેવોના મુખ્ય બજારમાં મોર્ટાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 68 લોકો માર્યા ગયા હતા અને 200 ઘાયલ થયા હતા.
  • 2004 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનને પરમાણુ ટેકનોલોજીના દુરુપયોગના કેસમાં માફ કરી દીધા.

આ પણ વાંચોઃ 4 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ અને ફેસબુકનો સ્થાપના દિવસ

  • 2006 – ઈરાને યુરેનિયમ સંવર્ધન શરૂ કર્યું.
  • 2007-ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા બન્યા.
  • 2008 – પંજાબના પટિયાલાની એક વિશેષ અદાલતે કંદહાર વિમાન અપહરણ કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આધ્યાત્મિક ગુરુ મહર્ષિ મહેશ યોગીનું નિધન. 60ના દાયકામાં, તેઓ પ્રખ્યાત રોક બેન્ડ બીટલ્સના સભ્યો સહિત ઘણી મોટી હસ્તીઓના આધ્યાત્મિક માર્ગદર્શક હતા.
  • 2010 – ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ નેધરલેન્ડ ઈન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 600 માંથી 596 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો.
  • 2020 – અમેરિકાની સેનેટે યુક્રેન કૌભાંડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી મહાભિયોગની કાર્યવાહીને રદ કરી. અમેરિકાની સંસદ દ્વારા ટ્રમ્પ પર મહાભિયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 3 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભુવનેશ્વર કુમાર (1990) – ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર.
  • હોરેન સિંહ બે (1970) – ભારતના આસામ રાજ્યના રાજકારણી છે.
  • હર રાય (1630) – શીખ ધર્મના સાતમા ગુરુ.
  • ઝેબુન્નિસા (1639) – મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પુત્રી હતી.
  • જાનકી વલ્લભ શાસ્ત્રી (1916) – પ્રખ્યાત કવિ
  • પ્રેમ સિંહ તમાંગ (1968) – સિક્કિમના રાજકારણી પૈકીના એક.
  • અભિષેક બચ્ચન (1976) – બોલીવુડ ફિલ્મોના અભિનેતા અને અમિતાભ બચ્ચના પુત્ર.
  • શંખ ઘોષ (1932) – પ્રખ્યાત બંગાળી કવિ, વિવેચક અને શિક્ષણવિદ હતા.

આ પણ વાંચોઃ 2 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે વિશ્વ વેટલેન્ડ દિવસ છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • જુથિકા રોય (2014) – પ્રખ્યાત ભજન ગાયિકા.
  • સુજીત કુમાર (2010) – ભોજપુરી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા હતા.
  • મહર્ષિ મહેશ યોગી (2008) – એક પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા, જેમણે યોગને ભારતની બહાર વિદેશ પ્રખ્યાત લોકપ્રિય કર્યો હતો.
  • હ્યુએન ત્સાંગ (664) – એક પ્રખ્યાત ચીની બૌદ્ધ સાધુ હતા.
  • ઇનાયત ખાન (1927) – ભારતીય સૂફી સંત હતા.

આ પણ વાંચોઃ ઇતિહાસ : 1 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ અને કલ્પના ચાવલાની પુણ્યતિથિ

Web Title: Today history 5 february yoga guru maharishi mahesh yogi death know important events

Best of Express