આજનો ઇતિહાસ 5 જાન્યુઆરી: પ્રેમનું પ્રતિક તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન

Today history 5 January : આજે 5 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન છે. ઉપરાંત બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીનો આજે જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
January 05, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 5 જાન્યુઆરી: પ્રેમનું પ્રતિક તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન
મુઘલ બાદશાહ શાહજહાંએ આગ્રામાં તાજમહેલનું નિર્માણ કરાવ્યુ હતુ.

Today history 5 January : આજે તારીખ 5 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇતિહાસ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બોલીવુડના ઘણા જાણીતા વ્યક્તિઓનો જન્મદિવસ છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જન્મદિન છે. તો વિશ્વની 7 અજાયબીમાં સામેલ ‘તાજમહેલ’ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો પણ વર્ષ 1592માં આજના દિવસે જન્મ થયો હતો. ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને નિશાનેબાજ અંજૂમ મૌદગિલનો આજે જન્મદિન છે. બોલીવુડ સેલિબ્રિટીઝમાં દીપિકા પદુકોણનો બર્થડ જ્યારે ફિલ્મ પ્રોડ્યુસર- ડિરેક્ટર રમેશ બહેલ, ગીતકાર- સંગીતકાર સી. રામચંદ્રની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

5 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ન્યૂઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી. આ રેકોર્ડ બનાવીને તેણે વિશ્વના સાતમા બેટ્સમેન તરીકે ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. કાર્ટર ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહ, દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ, ઈંગ્લેન્ડના રોસ વિટાલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝાઝાઈએ અત્યાર સુધીમાં એક ઓવરમાં 6 સિક્સ ફટકારી છે.
  • ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 457.468 અબજની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યુ હતુ.
  • 2014 – ભારતીય સંચાર ઉપગ્રહ GSAT-14 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. GSAT-14માં ભારતમાં બનેલા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • 2010 – ‘ગ્રીન રાજસ્થાન અભિયાન’ હેઠળ, ડુંગરપુર જિલ્લા વહીવટીતંત્રે, સમગ્ર જિલ્લામાં ફેલાયેલી ઉજ્જડ પહાડીઓની ફરી હરિયાળી કરવા માટે, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ, 2009 ના રોજ, 6 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા, જેનો બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • 2009 – નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2008 – ઉત્તર પ્રદેશમાં ‘વેટ ’વટહુકમ અમલમાં આવ્યા બાદ ત્યાં ‘ઉત્તર પ્રદેશ બિઝનેસ ટેક્સ એક્ટ’ – 1948નો અંત આવ્યો. ‘સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ’ (SAIL) ના ‘આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર’ને વર્ષ 2008 માટે ‘ગોલ્ડન પીકોક ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સર્વિસ એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

  • 2007 – તાન્ઝાનિયાના વિદેશ પ્રધાન આશા રોઝ મિગ્રો સંયુક્ત રાષ્ટ્રના નાયબ મહાસચિવ તરીકે નિમણુંક.
  • 2006 – સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં એક હોટલ ધરાશાયી થવાને કારણે હજ માટે ગયેલા 76 હજ યાત્રીઓનું મૃત્યુ થયું હતું.
  • 2006 – ભારત અને નેપાળે ટ્રાન્ઝિટ સંધિને 3 મહિના માટે લંબાવી.
  • 2003 – અલ્જેરિયામાં વિદ્રોહીઓના હુમલામાં 43 સૈનિકોના મોત થયા હતા.
  • 2002 – કાઠમંડુમાં સાર્ક સમિટ શરૂ થઈ, ઉદ્ઘાટન સત્રમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો, પરંતુ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું- ‘વિશ્વાસ કરવા યોગ્ય નથી’.
  • 2000 – ઇન્ટરનેશનલ ફૂટબોલ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ફેડરેશને ‘પેલે’ને સદીના શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કર્યા.
  • 1999 – વિક્ટર જોય વેને પેરુના વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા, તેમણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માર્ક ટેલરે 157 કેચ પકડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
  • 1993 – લગભગ 85,000 ટન ક્રૂડ ઓઇલ વહન કરતું ઓઇલ ટેન્કર શેટલેન્ડ ટાપુની પાસે દૂર્ઘટનાગ્રસ્ત થયું.
  • 1970 – ચીનના યુનાન પ્રાંતમાં 7.7 તીવ્રતાના ભૂકંપને કારણે 15000 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 1900 – આઇરિશ રાષ્ટ્રવાદી નેતા જ્હોન એડવર્ડ રેડમન્ડે બ્રિટિશ શાસન સામે બળવો કર્યો.
  • 1957 – સેન્ટ્રલ ટેક્સ એક્ટ અમલમાં આવ્યો.
  • 1671 – છત્રપતિ શિવાજી મહારાજે મુઘલો પાસેથી સલ્હાર પ્રદેશ કબજે કર્યો.
  • 1659 – ખાજવાહના યુદ્ધમાં ઔરંગઝેબે શાહ શુજાને હરાવ્યો.

આ પણ વાંચોઃ 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • અંજુમ મુદગીલ (1994) – ભારતીય મહિલા શૂટર.
  • દીપિકા પાદુકોણ (1986) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • બજરંગ લાલ ઠક્કર (1981) – ભારતીય રોવર (બોટ ડ્રાઈવર).
  • અશોક કુમાર શુક્લ (1967) – કવિ, સાહિત્યકાર.
  • રેણુકા સિંહ સરુતા (1964) – ભારતીય જનતા પાર્ટીના મહિલા રાજકારણી છે.
  • મમતા બેનર્જી (1955) – પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી.
  • મન્સૂર અલી ખાન પટૌડી (1941) – પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.

1 જાન્યુઆરી ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

  • મુરલી મનોહર જોશી (1934) – ભારતીય જનતા પાર્ટીના નેતા હતા.
  • કલ્યાણ સિંહ (1932) – પ્રખ્યાત ભારતીય રાજકારણી, રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • એમ.આર. શ્રીનિવાસન (1930) – ભારતના પરમાણુ વૈજ્ઞાનિક અને એન્જિનિયર.
  • ગિરીશ ચંદ્ર સક્સેના (1928) – જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.
  • ભદંત આનંદ કૌસલ્યાયન (1905) – એક પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન, સમાજ સુધારક, લેખક અને પાલી ભાષાના મહાન વિદ્વાન હતા.
  • પરમહંસ યોગાનંદ (1893) – ભારતીય ધાર્મિક શિક્ષક હતા.
  • 1880-બરીન્દ્ર કુમાર ઘોષ – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર હતા.
  • શાહજહાં (1592) – ભારતના મુઘલ સમ્રાટ હતા.

31 ડિસેમ્બર ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

મહાન અને પ્રખ્યાત લોકોની પૃણ્યતિથિ

  • રમેશ બહેલ (1990) – ભારતીય ફિલ્મ નિર્દેશક અને નિર્માતા હતા.
  • સી. રામચંદ્ર (1982) – હિન્દી ફિલ્મ સંગીતકાર, ગાયક અને નિર્માતા-નિર્દેશક હતા.
  • મિર્ઝા ઈસ્માઈલ (1959) – વર્ષ 1908માં તેઓ મૈસુરના મહારાજાના સહાયક સચિવ હતા.
  • લોર્ડ લિનિલિથગો (1952) – બ્રિટિશ રાજકારણી હતા.
  • બી. એમ. શ્રીકાંતૈયા (1946) – કન્નડ લેખક અને અનુવાદક હતા.
  • જ્ઞાનેન્દ્ર મોહન ટાગોર (1890) – તેમના સમયના જાણીતા વકીલ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ