વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓમાં પાર્ટ-ટાઈમ જોબ ખુબ જ પ્રખ્યાત છે. ટ્યુશનની મોંઘી ફીસ અને રહેવા-ખાવાના ખર્ચાઓને પહોંચી વળવા માટે ઘણા ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય છે. પાર્ટ ટાઈમ જોબથી કમાણી તો થાય છે, સાથે જ વર્ક એક્સપિરિયંસ પણ મળે છે. જોકે ઘણી વખત વિદ્યાર્થીઓેને સારી જોબ અથવા સારૂં વર્ક કલ્ચર નથી મળી શક્તું, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પાર્ટ ટાઈમ નોકરીમાં કેવા પડકારો આવે છે?
વિદેશમાં અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરનારા વિદ્યાર્થીઓ વચ્ચે સૌથી મોટો પડકાર ફ્લેક્સિબલ વર્કિંગ હાવર હોય છે. તેમણે ઘણી વખત નોકરીના કારણે અભ્યાસ પણ છોડવો પડે છે અને કોલેજના સમયે પણ નોકરી પર જવાનું હોય છે. કેટલાક મામલાઓમાં તો તેમને મોડી રાત સુધી પણ કામ કરવું પડે છે. જેના કારણે તેઓ સવારે કોલેજ જઈ શક્તા નથી. ઘણી જગ્યાએ તેમને સારૂ વર્ક કલ્ચર મળતું નથી. આવામાં આવો ચાર એવી પાર્ટ ટાઈમ જોબ વિશે જાણીએ જેને વિદ્યાર્થીઓએ ક્યારેય ન કરવી જોઈએ.
ટેલીમાર્કેટર
વિદ્યાર્થીઓ વચ્ચે ટેલીમાર્કેટરની જોબ એટલા માટે પણ પ્રખ્યાત હોય છે, કારણ કે તેમાં સેલેરી સારી મળે છે અને કામના કલાકો પણ ફ્લેક્સિબલ હોય છે, જોકે આ નોકરીની ખતરનાક વાત એ છે કે, તેને કરવા માટે ખુબ જ ધૈર્ય અને પ્રેરણા હોવી જોઈએ. ટેલીમાર્કેટરને સંભવિત ગ્રાહકોને ફોન કરીને તેમને ખરીદારી માટે મનાવવાના હોય છે. જેમાં ઘણી વખત કસ્ટમર પાસેથી નકારાત્મક જવાબ મળી શકે છે અને ક્યારેક-ક્યારેક વાતચીત અપ્રિય પણ હોઈ શકે છે.
રિટેલ આસિસ્ટન્ટ
રિટેલ આસિસ્ટન્ટની નોકરી સારી રહેશે કે ખરાબ, તે એ વાત પર નિર્ભર કરે છ કે તમે કયા લોકો સાથે કામ કરો છો, ક્યાં પ્રકારના કસ્ટમર સાથે ડિલ કરી રહ્યા છો અને કંપનીનું કલ્ચર કેવું છે. આ કારણે આવા રિટેલ સ્ટોરમાં કામ કરવું જરૂરી છે જ્યાંનું વાતાવરણ સારૂ હોય. એક રેડિઝ યૂઝર અને ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટે એક પ્રખ્યાત બોડી અને બાથ કેર રિટેલ સ્ટોરમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું કે ત્યાં એટલી પ્રોબ્લમ થવા લાગી હતી કે તેને પૈનિક અટેક આવવા લાગ્યા હતા.
આ પણ વાંચો: જર્મનીમાં અભ્યાસ કરવામાં રસ હોય તો સ્ટૂડન્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરશો, જાણો તમામ માહિતી
કોલ સેન્ટર એજન્ટ
ટેલીમાર્કેટરથી અલગ કોલ સેન્ટર એજન્ટ કસ્ટમર સર્વિસમાં કામ કરે છે અને કસ્ટમરના ઈનકમિંગ કોલ અટેન્ડ કરે છે. ટેલીમાર્કેટર માફક જ કસ્ટમર સર્વિસની નોકરીમાં પણ સારી એવી સેલેરી હોય છે, પરંતુ તે એક ડિમાન્ડીંગ જોબ છે. આમાં તમારે એવા કસ્ટમર સાથે વાત કરવાની આવી શકે છે જે ગુસ્સામાં અથવા મુશ્કેલીમાં હોય. હાઈ-પ્રેશર એનવાયરમેન્ટમાં કામ કરવું અને ગ્રાહકોના વધુ કોલ અટેન્ડ કરવા તમામ લોકો માટે સરળ નથી હોતું.
ડિશવોશર
વાસણો ધોનારા અથવા ડિશવોશરનું કામ શારીરિક રૂપે થકવી નાંખનારૂં હોય છે. કારણ કે તેમાં કલાકો સુધી ઉભા રહીને વાસણો ધોવાના હોય છે. ખાસ કરીને તેના રેસ્ટોરન્ટમાં જ્યાં ટેબલ ટર્નઓવર વધુ હોય અથવા મલ્ટી-કોર્સ મીલ સર્વ કરવામાં આવતું હોય. વધુ કસ્ટમરવાળા રેસ્ટોરન્ટમાં ડિશવોશર હંમેશા પરેશાન રહે છે. તેમને જલ્દી-જલ્દી વાસણ ધોવાના હોય છે જેથી કરીને સાફ પ્લેટોની અછત ના થાય.