UPSC NDA-NA Recruitment 2023: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ NDA-NA ભરતીની સૂચના બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. UPSC NDA-NA પ્રથમ ભરતી 2023 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 21 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે. આ ભરતી માટેની પરીક્ષા 16 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.
પોસ્ટ્સ અને શૈક્ષણિક લાયકાત
આર્મી વિંગ માટે શૈક્ષણિક લાયકાત 12મું પાસ છે. એરફોર્સ, નેવલ વિંગ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સાથે 12મું પાસ, જ્યારે નેવલ એકેડમી (NA) માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સાથે 12મું પાસ જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ જાણવું જ જોઇએ કે UPSC NDA-NA ભરતી 2023 ની વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
નેવલ એકેડમી (NA): 12મું પાસ કેમેસ્ટ્રી. ફરજિયાત વિષયો તરીકે ગણિત અને ભૌતિકશાસ્ત્ર.
નેવલ વિંગઃ 12મું પાસ કેમેસ્ટ્રી. મુખ્ય વિષયો તરીકે ગણિત અને ભૌતિકશાસ્ત્ર.
આર્મી વિંગઃ 12મું પાસ.
આ પણ વાંચોઃ- Career Horoscope: 2023માં આ ત્રણ રાશિના જાતકોને પ્રતિયોગી પરીક્ષામાં મળી શકે છે મોટી સફળતા
અરજી ફી
UPSC NDA-NA પ્રથમ ભરતી 2023 માટેની અરજી ફી સામાન્ય OBC EWS કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા સો છે. તેમજ SC/ST મહિલા માટે કોઈ અરજી ફી નથી. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ તમારે UPSC NDA 1 ભરતી 2023 ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
- અહીં તમારે Recruitment પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે UPSC NDA 1 ભરતી 2023 પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે અરજી ફોર્મમાં આપેલી તમામ માહિતી ભરવાની રહેશે.
- તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- તમારો ફોટો અને સહી અપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી અરજી ફી ભરવા માટે અહીં ક્લિક કરો.
- હવે તમારું એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે.
- છેલ્લે તેની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
પરીક્ષા એપ્રિલમાં લેવાશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર NDA અને NA અને CDS એટલે કે સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે. આ પરીક્ષા એપ્રિલ મહિનામાં 16મી 2023ના રોજ લેવામાં આવશે. IMA માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. નેવલ એકેડેમી માટે, એન્જીનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવવી જોઈએ.
આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના તપાસવી પડશે. ઉપરાંત ઉમેદવારો પરીક્ષા સંબંધિત ચોક્કસ માહિતી માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સત્તાવાર વેબસાઇટ પર સૂચના વાંચી શકે છે.