Career Horoscope 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2023 કરિયર માટે ફળદાયી સાબિત થઈ શકે છે. નવા વર્ષમાં થનારા ગ્રહોના ગોચરનું અનુકૂળ પ્રભાવ આ રાશિઓના જાતકો ઉપર પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ બૃહસ્પતિ અને શનિદેવનો સાથે અનેક રાશિઓના જાતકોમાં મળી શકે છે. વિદ્યાર્થી જાતકો અને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોનો 2023માં સારા પરિણામો મળી શકે છે. તો ચાલો જાણિયે કે નવા વ્રષમાં કઈ રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળી શકે છે. તેમને કરિયરની સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ 2023 (Scorpio Horoscope 2023)
જ્યોતિષ શાસ્ત્રમાં અનુસાર આ રાશિના જાતકોની કુંડળીમાં 22 એપ્રિલ સુધી દેવ ગુરુ બૃહસ્પતિ એકાદશ ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોનો ગુરુ બૃહસ્પતિનો પુરે પુરો સાથ મળી શકે છે. જાતક કરિયરમાં સારું પ્રદર્શન કરી શકે છે. જે જાતકો વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમને બુધ દેવનો સાથ મળી શકે છે. કુલ મળીને 2023માં આ રાશિના જાતકો માટે કરિયરના હિસાબથી અનુકૂળ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Shani Dev: 2023માં શનિદેવ થશે ઉદય, આ ત્રણ રાશિના જાતકોને ધન લાભની સાથે ભાગ્યોદયનો પ્રબળ યોગ
મકર રાશિફળ 2023 (Capricorn Horoscope 2023)
આ રાશિના વિદ્યાર્થીઓના જાતકોની શરુઆત સારી થઈ શકે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરશે. જાતકોને સૂર્ય દેવનો પુરે પુરો સાથે મળી શકે છે. જ્યારે 7 જાન્યુઆરીએ બુધદેવ પણ રાશિ પરિવર્તન કરી સૂર્ય દેવની સાથે યુતિ કરશે. જાન્યુઆરીથી 22 એપ્રિલ સુધી ગુરુ બૃહસ્પતિ જાતકોની કુંડળીના ત્રીજા સ્થાને વિરામજાન રહેશે. જાતકોને આ ત્રણ ગ્રહોની સાથ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સારા પરિણામો મળી શકે છે.
આ પણ વાંચોઃ- ક્રિસમસ ટ્રી કઇ દિશામાં રાખવું અને તેનાથી શું ફાયદો થશે? જાણો વાસ્તુ શાસ્ત્રમાં ક્રિસમસ ટ્રીનું મહત્વ
કુંભ રાશિફળ 2023 (Aquarius Horoscope 2023)
આ રાશિના જાતકોને જાન્યુઆરી 2023થી જ શનિદેવનો સાથ મળી શકે છે. શનિદેવ 17 જાન્યુઆરી 2023એ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિમાં 13 ફેબ્રુઆરીએ સૂર્યદેવ અને 27 ફેબ્રુઆરીએ બુધ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાતકોને છાત્રવૃત્તિ અથવા કોઈ પુરસ્કાર પણ મળી શકે છે. વિદ્યાર્થી જાતક પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે. પરીક્ષાના સારા પરિણામો પણ આવી શકે છે.