scorecardresearch

સેનાની ત્રણે પાંખોમાં 1.55 લાખ કર્મચારીઓની અછત, ઓફિસર રેંક સુધીના પદો ખાલી, જાણો કયા ફોર્સમાં છે સૌથી વધારે વેકેન્સી

posts vacant in Indian Forces : ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં શામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક ઉપાયો શરૂ કરવામાં આવ્યા છે. સૌથી વધારે જગ્યાઓ 1.36 લાખ ઇન્ડિયન આર્મીમાં ખાલી છે.

jobs in indian army, posts vacant in Indian Forces
ભારતીય સેનાની ફાઇલ તસવીર (photo- Indian express)

કેન્દ્ર સરકારે સોમવારે 27 માર્ચ 2023 જણાવ્યું હતું કે ત્રણે સશસ્ત્ર દળોમાં આશરે 1.55 લાખ પદ ખાલી છે. જેમાંથી સૌથી વધારે થલ સેનાનો સમાવેશ થાય છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે એક લેખિ જવાબમાં જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો પદની કમી અને તેના ઉપયોગને લઇને નિયમિત રૂપથી સમીક્ષા કરવામાં આવે છે. ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં શામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક ઉપાયો શરૂ કરવામાં આવ્યા છે. સૌથી વધારે જગ્યાઓ 1.36 લાખ ઇન્ડિયન આર્મીમાં ખાલી છે.

ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત

ભટ્ટે કહ્યું કે ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત છે. જેમાં આર્મી મેડિકલ કોર અને આર્મી ડેંન્ટલ કોરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેમણના જણાવ્યા પ્રમાણે મિલિટ્રી નર્સિંગ સર્વિસમાં 509 પદ ખાલી છે. જેસીઓ અને અન્ય રેંકોના 1,27,673 પદ પણ ખાલી છે. અસૈનિક કર્મચારીઓની ભરતીના મામલામાં ગ્રૂપ એમાં 252 પદ ખાલી છે. જ્યારે ગ્રૂપ બી અને ગ્રૂપ સીમાં ક્રમશઃ 2549 અને 35,368 જગ્યાઓ ખાલી છે.

નૌસેનામાં 12,428 કર્મચારીઓની અછત

તેમણે જણાવ્યું કે નૌસેનામાં 12,428 કર્મચારીઓની અછત છે. મંત્રીએ પોતાના જવાબમાં એ પણ કહ્યું કે નૌસેનામાં 1653 અધિકારીઓ, 29 ચિકિત્સા અને ડેન્ટલ મેડિકલ અધિકારીઓ અને 10,746 નાવિકોની કમી છે. અસૈનિક કર્મચારીઓમાં ગ્રૂપ એમાં 165, ગ્રૂપ બીમાં 4207 અને ગ્રૂપ સીમાં 6156ની કમી છે.

આ પણ વાંચોઃ- Jio to VIT: 5 વર્ષ પહેલાં પ્રસિદ્ધિ માટે પસંદ કરાયેલી ખાનગી યુનિવર્સિટીઓ આ માટે જોઈ રહી છે રાહ

ભારતીય વાયુસેનામાં 7031 કર્મચારીઓની અછત

રક્ષા રાજ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનામાં 7031 કર્મચારીઓની કમી છે. તેમણે કહ્યું કે વાયુસેનામાં 721 અધિકારીઓ, 16 ચિકિત્સા અધિકારીઓ,4734 એરમેન અને ચિકિત્સા સહાયક ટ્રેડમાં 113 એરમેનની કમી છે. નિયોજીત કરવામાં આવી રહેલા નાગરિકોમાં ગ્રૂપ એમાં 22, ગ્રૂપ બીમાં 1303 અને ગ્રૂપ સીમાં 5531 ખાલી જગ્યાઓ છે.

આ પણ વાંચોઃ- ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સંબંધિત 45000 નોકરીઓ : રિપોર્ટ

ભટ્ટે કહ્યું કે સશસ્ત્ર બળો દ્વારા કર્મીઓની કમી અને તેને સરખી કરવાના ઉપાયોની નિયમિ રૂપથી સમીક્ષા કરવામાં આવે છે. આ વિસ્તૃત વિશ્લેષણ પર આધારિ હોય છે. ખાલી જગ્યાઓ ભરવામાં યુવાઓને સેવાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવાના અનેક ઉપાયો શરુ કર્યા છે.

Web Title: Vacant in indian forces army navy airforce vacancy jobs

Best of Express