/indian-express-gujarati/media/media_files/2026/01/08/vadodara-job-2026-01-08-11-53-06.jpg)
વડોદરામાં નોકરી Photograph: (freepik)
Vadodara Bharti 2026 : વડોદરા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક આવી ગઈ છે. વડોદરા જિલ્લામાં સહાયક વ્યક્તિની પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા જાહેરાત આપવામાં આવી છે. આ પોસ્ટ માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ભરતી 2026 અંતર્ગત સપોર્ટ પર્સન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ અંગેની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
vadodara recruitment 2026: વડોદરા ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | જિલ્લા કક્ષાની કમિટી વડોદરા |
| પોસ્ટ | સહાયક વ્યક્તિ |
| જગ્યા | 5 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
| ઈન્ટરવ્યુ તારીખ | 9 ફેબ્રુઆરી 2026 |
| ઈન્ટરવ્યુ સ્થળ | સરનામું નીચે આપેલું છે |
વડોદરા સપોર્ટ પર્સન ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવનો પત્રના આધારે વડોદરા જિલ્લામાં સહાયક વ્યક્તિ (સપોર્ટ પર્સન) પોસ્ટ ઉપર 11 માસ કરાર આધારિત જરૂરી માપદંડોને આધીન લઘુતમ વેતન મુજબ કુલ 5 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સામાજિક કાર્ય અથવા સાયકોલોજી અથવા સોશિયોલોજી અથવા ચાઈલ્ડ ડેવલોપમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
- સમાન ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયા બાદ ચાઈલ્ડ એજ્યુકેશન અને ડેવલોપમેન્ટ અથવા પ્રોટેક્શન ઈશ્યૂમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
વડોદરા ભરતી 2026 માટે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેનાર ઉમેદવાર 25 વર્ષથી 65 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
- તારીખઃ- 9 ફેબ્રુઆરી-2026
- રજીસ્ટ્રેશન સમયઃ- બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી
- સ્થળઃ- ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ, બાળ ગોકુલમ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, ભુતડીઝાપા, વડોદરા
ભરતી જાહેરાત
ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું
- વોક ઈન ઈન્ટરવ્યુના દિવસે બપોરે 12 કલાકથી 2 કલાક સુધીમાં ઈન્ટરવ્યુના સ્થળે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
- વોક ઈન ઈન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, એલસી ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણીત નકલો
- પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ સાથે રાખવા
- ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે
- નિયત ધોરણો લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં
- વોક ઈન ઈન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહીં.
- ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ વડોદરાને આધીન રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us