Gujarat Jobs: રાજ્યની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી, આટલો પગાર મળશે

Recruitment of Contract School Assistants: ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે.

Written by Rakesh Parmar
February 26, 2025 20:56 IST
Gujarat Jobs: રાજ્યની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી, આટલો પગાર મળશે
શાળા સહાયકોની ભરતી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે. (તસવીર: CMO Gujarat)

Recruitment of Contract School Assistants: ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે. સરકાર શાળા સહાયકને માસિક 21 હજાર રૂપિયા પગાર આપશે. આ ઉપરાંત શાળા સહાયક માટે, સ્નાતકની સાથે-સાથે B.Ed ની શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે. શાળા સહાયકોની નિમણૂક ફક્ત પગારલક્ષી પ્રાથમિક શાળાઓમાં જ કરવામાં આવશે.

સરકારી શાળાઓમાં ભરતી કરાયેલા શાળા સહાયકોના કાર્ય પ્રદર્શનની સમીક્ષા આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં ફક્ત સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકોની ફાળવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યો ફેરબદલ, જાણો ભારતીય વિદ્યાર્થી અને કર્મચારીઓને શું અસર થશે

તમને આટલો પગાર મળશે

શાળા સહાયકની જગ્યા માટે ગ્રેજ્યુએશનની સાથે બી.એડ. ની શૈક્ષણિક લાયકાત જરૂરી છે. આ સાથે એજન્સી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભરતી થનારા શાળા સહાયકોને 21,000 રૂપિયા પગાર આપવામાં આવશે.

શાળા સહાયકોની ભરતી કેવી રીતે થશે

શાળા સહાયકોની ભરતી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે અને કરાર પૂર્ણ થયા પછી તેમને છૂટા કરવામાં આવશે. વધુમાં શાળા સહાયકોએ કાર્યકારી દિવસો દરમિયાન તેમજ શાળા સમય પછી વહીવટી કાર્ય, શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે આચાર્ય અથવા મુખ્ય કાર્યાલયમાં રિપોર્ટ કરવો જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ