scorecardresearch

IAS પતિથી વધારે કમાય છે આ યુવતી, જાણો યૂટ્યૂબ પર ધમાલ મચાવનારી શ્રુતિ શિવાની કહાની

youtubers shruti shiva : તેમણે પોતાના યૂટ્યૂબ ચેનલ પર બતાવ્યું કે તેના પતિને મળેલું સરકારી ઘર કેવું છે. આ પહેલા તેણે એક વીડિયોમાં એ પણ જણાવ્યું હતું કે પોતાના પતિ અભિષેક પાંડેથી વધારે કમાય છે.

shruti shiva story, ias abhishek pandey wife news, shruti shiva trending news
યુટ્યૂબર શ્રૃતિ શિવાની કહાની

યૂટ્યૂબર શ્રુતિ શિવા અત્યારના સમયમાં ચેનલ ઉપર પોતાના આઇએએસ પતિ અભિષેક પાંડેને મળેલા સરકારી આવાસનો વીડિયો શેર કરીને ચર્ચામાં આવી છે. તેમણે પોતાના યૂટ્યૂબ ચેનલ પર બતાવ્યું કે તેના પતિને મળેલું સરકારી ઘર કેવું છે. આ પહેલા તેણે એક વીડિયોમાં એ પણ જણાવ્યું હતું કે પોતાના પતિ અભિષેક પાંડેથી વધારે કમાય છે.

કોણ છે શ્રુતિ શિવા?

શ્રુતિ શિવા ઉત્તરાખંડના કોટદ્વારના રહેવાસી છે. તેમનો શરુઆતનો અભ્યાસ દહેરાદૂનથી થયો હતો. તેમણે આશરે બે વર્ષ સુધી પોતાની યુટ્યૂબ ચેનલ શરુ કરી હતી. અત્યારે તેની યુટ્યૂબ ચેનલ ઉપર 2.38 લાખથી વધારે સબ્સક્રાઇબર્સ છે. આઇએએસ અભિષેક પાંડેની પત્ની શ્રુતિ શિવાએ અમેરિકાની યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાથી પબ્લિક હેલ્થમાં માસ્ટર કર્યું છે. તેમણે પોતાની દીદીના કહેવા પર યુટ્યૂબ ચેનલ શરુ કરી હતી. કેટલાક દિવસો પહેલા ચેનલ ચાલવા લાગી હતી.

IAS પતિથી વધારે કમાય છે શ્રૃતિ શિવા

શ્રૃતિ શિવાના વીડિયો પર કેટલાક લોકો છાસવારે તેમને પોતાની કમાણી વિશે પ્રશ્ન કરતા રહે છે. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો હું નવા સૂટમાં ફોટો નાંખુ કમેન્ટ આવી જાય છે કે પતિના પૈસાના પકડા લીધા છે. દુનિયામાં દરેક પોતાના પાર્ટનરના પૈસાનો ઉપયોગ કરે છે. પરંતુ મને આવા કમેન્ટ આવે છે. ઇનકમ અંગે પણ પૂછવામાં આવે છે. એટલા માટે જણાવવું પડે છે કે યૂટ્યૂબથી મારી કમાણી અભિષેક કરતા વધારે થઇ જાય છે.

આ પણ વાંચોઃ- GSPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી, ₹ 2 લાખ સુધીનો પગાર

શ્રૃતિ શિવાએ શેર કર્યો છે આ વીડિયો

તાજેતરમાં શ્રૃતિ શિવાએ પોતાના યુટ્યૂબ ચેનલ ઉપર પોતાના પતિને મળેલા નવા સરકારી આવાસનો એક વીડિોય શેર કર્યા બાદ ચર્ચામાં આવી છે. તેમના આઇએએસ પતિની પોસ્ટિંગ મેરઠમાં થઇ છે. અહીં તેમને નવું સરકારી ઘર મળ્યું છે. શ્રૃતિ શિવાએ સરકારી આવાસનો વીડિયોમાં બગીચમાં લિંબુ, મીઠો લિંબડો, મરચાના છોડ લગાવેલા દેખાડ્યા હતા. તેમની સાથે તેમણે જીમ એરિયા અને એ જગ્યા જ્યાં તેઓ રહે છે.

આ પણ વાંચોઃ- સિક્લ સેલ એનિમિયા બીમારી વિશેની માહિતીને પાઠ્યપુસ્તકોમાં આવરી લેવા 1000 પત્રો અને ઇમેઇલ્સ થકી 20 વર્ષનો સંઘર્ષ

આ વીડિયોમાં ડાઇનિંગ હોલ અને ઘરની તમામ વસ્તુઓ દેખાડતા શ્રૃતિ શિવા કહે છે કે ખુર્જાથી બુદેલશહેર, બુંદેલશહેરથી મેરઠ સુધીનો સફર આ વેન્ચાઇસે કર્યું છે. શ્રૃતિ આ વીડિયોમાં ડ્રોઇંગ રૂમની સાથે બેડ રૂમ, મરઘા-મરઘીની રહેવાની જગ્યા અને ઝરણા પણ દેખાડે છે.જાણકારી અંગે જણાવી દઇએ કે તેમના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. તેમના યૂટ્યૂબ ચેનલ પર સરકારી આવાસના વીડિયો પર મીલિયન વ્યૂઝ આવે છે.

Web Title: Youtubers shruti shiva story ias husband abhishek pandey income

Best of Express