Mumbai crime news: મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા પ્રેમીએ લિવ-ઇનમાં રહેતી 40 વર્ષીય પ્રેમિકાની પૈસાના વિવાદમાં થયેલા ઝઘડા બાદ હત્યા કરી દીધી હતી. હત્યા બાદ 27 વર્ષીય હાર્દિક શાહે પ્રેમિકા મેઘા તોરવીની બોડીને બોક્સમાં છૂપાવી દીધી હતી. આ ઘટના ગત શનિવાર 11 ફેબ્રુઆરીની છે. હત્યા બાદ હાર્દિક શાહે નાલાસોપારા (પૂર્વ)ના પોતાના ભાડાના ઘરમાં ફર્નિચર અને અન્ય વાસણ વીને વેચીને રાજસ્થાનની ટ્રેનની ટિકિટ લઈને ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક પોલીસે રેલવે સુરક્ષા દળની મદદથી મંગળવારે મધ્ય પ્રદેશના નાગદા રેલવે જંક્શનથી શાહને દબોચી લીધો છે. તુલિંજ પોલીસની એક ટીમ હાર્દિક શાહને મુંબઈ લઈને આવી અને બુધવારે તેની ધરપકડ કરી લીધી હતી. શહેરની એક કોર્ટે તેને 21 ફેબ્રુઆરી સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
પોલીસે શું કહ્યું?
તુલિંજ પોલીસના વરિષ્ઠ નિરીક્ષક શૈલેન્દ્ર નાગરકરે જણાવ્યું કે મેઘા તોરવીની શનિવારે હાર્દિક શાહે હત્યા કરી હતી. તેની પાસે રાજસ્થાનની ટ્રેનની ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા. તે સીતા સદનના ઘરની સામગ્રી એક ભંગારના વેપારીને વેચવાનું નક્કી કરે છે અને તોરવીના મૃત શરીરને બેડ બોક્સમાં મૂકે છે. તેણે તે પલંગ વેચ્યો ન હતો.
આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ : વાહન, મોબાઈલ ફોન ચોરી માટે e-FIR દ્વારા મળી 7,953 અરજીઓ
હાર્દિક શાહ બેરોજગાર છે અને પૈસા માટે થયો હતો વિવાદ
મેઘા તોરવી નર્સ તરીકે કામ કરતી હતી. જ્યારે હાર્દિક શાહ પાસે નોકરી નહોતી. પોલીસને શંકા છે કે બંને વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો અને શાહે ગુસ્સામાં તોરવીનું ગળું દબાવી દીધું હતું. સોમવારે રાજસ્થાન જતી વખતે તેણે તોરવીના સંબંધીને મેસેજ કર્યો હતો કે તેનો મૃતદેહ બેડ સ્ટોરેજમાં પડ્યો છે અને તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ- Boeing order : એર ઈન્ડિયાના મેગા એરબસ, બોઈંગ ઓર્ડર અનપેક,વિગતો અને તેનું મહત્વ
જે બાદ સંબંધીએ પ્રોપર્ટી ડીલરને જણાવ્યું કે જેણે ત્રણ અઠવાડિયા પહેલા બંનેને ફ્લેટ ભાડે આપી દીધો હતો. પ્રોપર્ટી ડીલરે સ્થાનિક તુલિંજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઘરે પહોંચી ત્યાં સુધીમાં પાડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરી હતી. પોલીસે દરવાજો તોડી લાશ બહાર કાઢી હતી.