Shraddha Walkar Murder Case: બહુચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યા કેસના આરોપી આફતાબ પુનાવાલાનો ગુરુવારે 6-7 કલકા પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે ગુનો કેવી રીતે આચર્યો હતો. આ ઉપરાંત બાળપણ અને પરિવાર અંગે પણ આફતાબને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પહેલા પોલીસ સૂત્રોએ કહ્યું કે તેમણે ગત સપ્તાહમાં આફતાબ અને શ્રદ્ધાના છતરપુર ફ્લેટ અને મહરોલી જંગલમાંથી ચપ્પુ, બ્લેડ, આરી જેવા અન્ય સાધનો સહિત લગભગ 10-12 ધારદાર વસ્તુઓ મળી છે. બીજા રાજ્યોમાં પુરાવાની શોધ ચાલું છે. મુંબઈના વસઈમાં દિલ્હી પોલીસની એક ટીમ શ્રદ્ધા વાલકરના ફોનની તપાસ માટે ભાયંદરમાં એક નાળામાંથી પસાર થઈ હતી.
પુરો ન થઈ શક્યો પોલીગ્રાફ ટેસ્ટ
આરોપી આફતાબનો ગુરુવારે પોલીગ્રાપ ટેસ્ટ પુરો ન થઈ શક્યો. આફતાબ રોહિણીની એફએસએલ લેબમાં 8 કલાક પછી બહાર આવ્યો હતો. આફતાબને તાવ હતો જેના કારણે તેનો પોલીગ્રાફ ટેસ્ટ પુરો ન થઈ શક્યો. પુનાવાલાને ટેસ્ટ માટે દિલ્હીની રોહિણીમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબમાં લઈ જવાયો હોત. રાત્રે આઠ વાગ્યે તે પોલીસ સાથે પાછો આવ્યો હતો.
પૂછવામાં આવ્યા ક્રાઈમના પ્રકાર, બાળપણના પ્રશ્નો
એફએસએલના એક અધિકારીએ કહ્યું કે “આ ટેસ્ટનો ઉદેશ્ય હત્યાના હથિયાર, શરીરના ટુકડા અને શ્રદ્ધાનો ફોન સંતાડવાનું કારણ જાણવાનો હતો. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન મુખ્યરૂપથી કપલના ઇતિહાસ, પુનાવાલાનું પ્રારંભિક જીવન, બાળપણ, પરિવાર, સંબંધો, ક્યાં અને કેવી રીતે તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. આ ઉપરાંત તેણે ક્યાં પુરાવા સંતાડ્યા જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેણે ટેસ્ટમાં સાથ આપ્યો અને દરેક જવાબો આપ્યા હતા. પરિણામોનું વિશ્લે,ણ અને સંકલન કરવામાં આવશે. અમે પોલીસને રિપોર્ટ આપીશું.”
આ પણ વાંચોઃ- શ્રદ્ધા મર્ડર કેસ : 5 ચપ્પા મળી આવ્યા, મુંબઈ જઈને દિલ્હી પોલીસે ખાડીના પાણીમાં શોધ કરી
આગામી સપ્તાહે થશે NARCO ટેસ્ટ
પોલીસ પહેલા આફતાબને પૂછપરછ માટે લઈ ગઈ હતી. પરંતુ તાવની ફરિયાદ બાદ ટેસ્ટ મોડો થયો હતો. આ સપ્તાહની શરુઆતમાં પોલીસે દિલ્હીની એક કોર્ટમાં આફતાબ પુનાવાલાની કસ્ટડી વધારવા અને તેનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માંગી હતી. પોલીસનું માનવું છે કે સંભવતઃ આગામી સપ્તાહે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- Shraddha Murder Case: એ મને કાપીને ફેંકી દેશે, વાંચો શ્રદ્ધાનો પત્ર જેના પર પોલીસે ન્હોતા લીધા પગલાં
જપ્ત થયેલી ધારદાર વસ્તુઓ અંગે પોલીસ શું કહ્યું?
પોલીસને અત્યાર સુધી 10-12 જેટલી ધારદાર વસ્તુઓ મળી છે. આ વસ્તુઓ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “અમે લોહીના નિશાનની તપાસ કરી રહ્યા છીએ. આફતાબે કહ્યું કે તેણે શ્રદ્ધાના શરીરને બાથરૂમમાં 30-35 ટુકડામાં કાપવા માટે બે-ત્રણ આરીનો ઉપયોગ કર્યો હતો.”