Shraddha Murder Case: શ્રદ્ધા વાલ્કરની હત્યા કેસ ચર્ચામાં છે. આ કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધા વાલ્કરની હત્યા મે 2022માં થઈ હતી. પરંતુ આ પહેલા 2020માં આશંકાની જાણ થઈ ગઈ હતી કે આફતાબ પૂનાવાલા તેની હત્યા કરી શકે છે. શ્રદ્ધાએ પોલીસને એક અરજી દરમિયાન આ અંગે ધ્યાન દોર્યું હતું. ફરિયાદ ઉપર પોલીસનો સિક્કો લગાવેલો પણ છે. જેનાથી નક્કી થાય છે કે અરજી બાદ પોલીસે કોઈ જ પગલાં લીધા ન્હોતા. જોકે, પોલીસે પગલાં લીધા હોત તો યુવતી આજે જીવતી હોત. પરંતુ પોલીસનું કહેવું છે કે પછીથી શ્રદ્ધાએ પોતાની ફરિયાદ પરત લઈ લીધી હતી અને કેસ બંધ કરી દીધો હતો.
23 નવેમ્બર 2020ના દિવસે લખી હતી ચિઠ્ઠી
હું મિસ શ્રદ્ધા વિકાસ વાલ્કર (25) આફતાબ અમિન પૂનાવાલા (26) સામે ફરિયાદ નોંધાવા માંગુ છું. તે અત્યારે વી-302 રીજેંદ એપાર્ટમેન્ટ વિજય વિકાસ કોમ્પલેક્ષમાં રહે છે. તે મને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. આજે તેણે મારું ગળું દબાવીને મારવાની કોશિશ કરી હતી. તેણે મને ધમકી પણ આપી હતી કે ટુકડા કરીને ફેંકી દેશે. આફતાબ તેને છ મહિનાથી સતત મારી રહ્યો છે. પરંતુ તેની પાસે હિંમત ન્હોતી કે પોલીસ પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકે. તે સતત જાનથી મારવાની ધમકી આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી વચ્ચે ચર્ચામાં આવી રાહુલ ગાંધી અને સદ્દામ હુસૈનની દાઢી, નેતાઓની દાઢી સાથે જોડાયેલી 10 વાતો
શ્રદ્ધાએ લખ્યું, "આફતાબના પરિવારને ખબર છે કે તે માર મારે છે"
આફતાબના સંબંધીઓ જાણે છે કે તે તેને મારતો હતો અને તેણે તેને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેઓ જાણે છે કે તે પહેલેથી જ તેમના પુત્ર સાથે રહે છે. તેઓ તેમના ઘરે પણ આવ્યા છે. તે હજુ પણ આફતાબ સાથે રહે છે કારણ કે બંને ગમે ત્યારે લગ્ન કરી શકે છે. તેમના પરિવારના આશીર્વાદ તેમની સાથે છે. પરંતુ તે હવે તેની સાથે રહેવા માંગતી નથી.

જો તેને કોઈ શારીરિક નુકસાન થાય છે, તો તેના માટે તેને જવાબદાર માનવો જોઈએ, કારણ કે તે તેણીને જ્યાં પણ જોશે ત્યાં મારી નાખવાની ધમકી આપીને તેણીને બ્લેકમેલ કરે છે. ફરિયાદના અંતે શ્રદ્ધાએ પોતાનો ફોન નંબર પણ લખ્યો છે.
આ પણ વાંચોઃ- માણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક
શ્રદ્ધાની હત્યા 18 મે 2022ના રોજ થઈ હતી
18 મે 2022ના રોજ શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. તેણીની હત્યા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીના પિતા વિકાસ વાલ્કરે મુંબઈ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. શ્રદ્ધા તેના છેલ્લા દિવસોમાં આફતાબ સાથે દિલ્હીમાં રહેતી હતી. મુંબઈ પોલીસે ફરિયાદ લીધી અને તેને મહેરૌલી પોલીસ સ્ટેશન મોકલી દીધી હતી. પોલીસે આફતાબની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી છે. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેણે કહ્યું કે તેણે શ્રદ્ધાની હત્યા કેવી રીતે કરી.