વધુ એક પ્રેમ પ્રકરણમાં એકનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષના વિધાર્થીએ આપઘાત કરી લીધો છે. તમિલનાડુ પોલીસે 23 વર્ષની મહિલા શિક્ષિકાની 12 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. મહિલા શિક્ષિકા પર આરોપ છે કે, તેનું અફેયર એક 17 વર્ષના વિધાર્થી સાથે ચાલતું હતું. જોકે મહિલા શિક્ષિકાએ આ સંબંધને તોડી નાંખ્યો હતો. જેને પગલે હતાશ થઇને એ વિધાર્થીએ આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટના ચેન્નઇથી 20 કિમી દૂર અંબૂત્તરના એક શાળામાં ઘટી છે.
શિક્ષિકા વિશે વાત કરીએ તો તે અંબૂત્તરમાં સરકારી સહાયતા પ્રાપ્ત શાળામાં ભણાવે છે. પોલીસે કહ્યું કે, પ્રેમમાં આપઘાત કરનાર વિદ્યાર્થીને શિક્ષિકા છેલ્લા ત્રણ વર્ષથી ભણાવતી હતી. તે સમયે વિધાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ વિધાર્થી ક્યારેક ક્યારેક બીજા વિધાર્થીઓ સાથે શિક્ષિકાના ઘરે જતો હતો. આ દરમિયાવ તેમની વચ્ચે પ્રેમસંબંધની શરૂઆત થઇ હતી.
30 ઓગસ્ટના રોજ આ વિધાર્થીઓ કોલેજમાં એક કલા ગ્રુપમાં સામેલ થવા માટે કાઉસેલિંગ સેશન બાદ ઘરે આવ્યો હતો. તે સાંજે વિધાર્થીએ તેના રૂમમાં જઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલાને વધુ એક ખુલાસો થયો છે. તમિલનાડુના અંબૂત્તરની મહિલા પોલીસ જોતિ લક્ષ્મીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાએ સગાઇ થયા બાદ વિધાર્થી સાથેના તેના તમામ સંબંધોને તોડી નાંખ્યા હતા. પરંતુ વિધાર્થી તેની સાથે સંબંધ રાખવા માંગતો હતો.
આ પણ વાંચો: મુંદ્રા પોર્ટ પરથી મળી રૂ.17.85 કરોડની વિદેશી સિગારેટ, શું છે આખો મામલો
મૃતકના માતાનું કહેવું છે કે, તેના દિકરાના મોત પાછળ બીજું કારણ છૂપાયેલું છે. જોકે પાલીસનો દાવો છે કે, તેમને મૃતક વિધાર્થીની સાથે મહિલા શિક્ષિકાની તસવીરો તેના ફોનમાંથી મળી છે. જે બાદ પોલીસે મહિલા શિક્ષિકાની ધરપકડ કરી છે. શિક્ષિકા વિરુદ્ધ IPCની કલમ 305 અને યોન ઉત્પીડન સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.