ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી છાસવારે કંઈના કંઈ વસ્તુઓ પકડાતી હોય છે. મુંદ્રા પોર્ટ ખોટા કારણોથી વધારે ચર્ચામાં આવતું રહે છે. ત્યારે કચ્છના મુંદ્રામાં આવેલા પોર્ટ પરથી 17 કરોડ રૂપિયાની સિગારેટ પકડાઈ છે. એક રિપોર્ટ પ્રમાણે મુંદ્રા પોર્ટ પરથી 18 કરોડ રૂપિયાની 850 કાર્ટૂન સિગારેટ મળી આવી છે. ડીઆરઆઈએ 17 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય મૂલ્યની સિગારેટ જપ્ત કરી છે.
850 કાર્ટૂનમાં ભરેલી સિગારેટની સંખ્યા આશરે 86.5 લાખ છે. ડીઆરઆઈ પ્રમાણે 11 તારીખે ખેપ પકડાઈ હતી. સિગારેટના કન્સાઈનમેન્ટની સાથે ત્રણ લોકોને પણ પકડવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલું છે. માનવામાં આવી રહ્યું છે કે એક બે દિવસ બાદ વધારે જાણકારી મળી શકશે.
મુંદ્રા પોર્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી ચૂક્યું છે
એકવાર નહીં પરંતુ અનેક વાર પોર્ટ પરથી ડ્રગ્સ મળી ચૂક્યું છે. પોર્ટ ઉપર અદાણીની પોતાની સિક્યોરિટી છે. જ્યારે દેશન અન્ય પોર્ટ ઉપર ઔધ્યોગિક સુરક્ષા બદ દેખરેખ રાખે છે. મુંદ્રા પોર્ટ ઉપર અત્યાર સુધી અરબો રૂપિયાના નશાના સામાનની ખેપ આવી ચૂકી છે.
આ પણ વાંચોઃ- બીજેપી પાટીદારોને નફરત કરે છે, ગોળીયો ચલાવી, 14 યુવાનો મર્યા, હજારો જેલમાં ધકેલાયા: ગોપાલ ઈટાલિયા
સપ્ટેમ્બર 2021ના ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના એક સંયુક્ત ઓપરેશનમાં અફઘાનિસ્તાનથી આવેલા બે કેન્ટેનરમાં હેરોઈન પકડ્યું હતું. આ કન્ટેનર મુંદ્રા પોર્ટ ઉપર ડીપી વર્લ્ડ ટર્મિનલ ઉપર પહોંચ્યું હતું. ત્યારબાદ ગ્રૂપ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની ભૂમિકા પોર્ટ ચલાવવા સુધી જ સીમિત છે. દેશભરમાં કોઈ પણ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ નથી કરી શકતા.
આ પણ વાંચોઃ- BBA, B.Com ના પ્રશ્નપત્ર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરી
અદાણી પોર્ટથી અનેક વખત પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચુકી છે. પરંતુ સૌથી મોટી ખેપ હેરોઈનની રહી છે. આંતરરાષ્ટ્રય બજારમાં તેની કિંમત 21 હજાર કરોડ રૂપિયા છે. અફઘાનિસ્તાનથી આયાત થયેલા બે કેન્ટેનરમાંથી ત્રણ હજાર કિલો હેરોઈન પ્રાપ્ત થઈ છે. આ ખેપ આંધ્ર પ્રદેશના વિજયવાડાની કંપનીએ આયાત કરી હતી અને આને ટેલ્કમ પાઉડર બતાવવામાં આવ્યો હતો.