/indian-express-gujarati/media/media_files/2026/02/13/surya-grahan-2026-2026-02-13-17-39-09.jpg)
વર્ષ 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ આવતા અઠવાડિયે 17 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર) ના રોજ જોવા મળશે
Annular Solar Eclipse Feruabry 2026, Surya Grahan Kab Hai : વર્ષ 2026 ના પ્રથમ સૂર્યગ્રહણને માત્ર થોડા દિવસો બાકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વર્ષ 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ આવતા અઠવાડિયે 17 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર) ના રોજ જોવા મળશે. વર્ષના આ પહેલા સૂર્યગ્રહણને લઈને ખગોળશાસ્ત્રીઓમાં ઘણી ઉત્સુકતા છે અને વિશ્વની નજર આ સૂર્યગ્રહણ પર છે. સૂર્યગ્રહણ ક્યારે થશે, ક્યાં જોવા મળશે? અમે તમને આ સૂર્યગ્રહણના સમય અને તારીખ સાથે જોડાયેલી દરેક વિગતો જણાવી રહ્યા છીએ.
2026 નું પ્રથમ સૂર્યગ્રહણ શા માટે ખાસ છે?
તે એક વલયાકાર સૂર્યગ્રહણ હશે જેને 'રિંગ ઓફ ફાયર' કહેવામાં આવે છે. જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેતો નથી, જેના કારણે કિનારે પ્રકાશની રિંગ દેખાય છે.
જ્યારે ચંદ્ર સૂર્યની સામે પસાર થાય છે ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ થાય છે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણથી અલગ છે. પૂર્ણ સૂર્યગ્રહણમાં પૃથ્વીના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન અંધકાર છવાઇ જાય છે. જોકે પૂર્ણ સૂર્યગ્રહણથી વિપરીત વલયાકાર સૂર્યગ્રહણમાં સૂર્ય પુરી રીતે ઢંકાતો નથી.
વલયાકાર સૂર્યગ્રહણમાં સામાન્ય રીતે ચંદ્રના આકારની આસપાસ એક તેજસ્વી 'રિંગ ઓફ ફાયર' (રિંગ્સ જેવા) જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે 'એન્યુલર' નો અર્થ થાય છે વલયાકાર (રિંગ આકારના) અને તેને જોનારા લોકો તેને ગ્રહણની બંને બાજુથી આંશિક રીતે જોઈ શકે છે. ધ્યાનમાં રાખો કે નરી આંખે વલયાકાર સૂર્યગ્રહણ જોવું સલામત નથી.
સૂર્યગ્રહણ સમય અને તારીખ
- તારીખ : 17 ફેબ્રુઆરી 2026 (મંગળવાર)
- ગ્રહણની શરૂઆત : બપોરે 03:26 કલાકે
- ગ્રહણ મધ્ય: સાંજે 05:42 કલાકે
- ગ્રહણનું સમાપન : રાત્રે 07:57 કલાકે
શું તે ભારતમાં દેખાશે?
ના. આ સૂર્યગ્રહણ ભારતના કોઈ પણ ભાગમાં દેખાશે નહીં. તેની મુખ્ય અસર એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ભાગોમાં થશે.
વલયાકાર સૂર્યગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે?
આ સૂર્યગ્રહણ મુખ્યત્વે એન્ટાર્કટિકામાં દેખાશે જ્યાં બે વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો હાજર છે. આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં સૂર્યોદય પછી આંશિક ગ્રહણ જોવા મળી શકે છે. જોકે આ ગ્રહણ ભારત સહિત દુનિયાના મોટાભાગના ભાગોમાં જોવા મળશે નહીં.
સૂર્યગ્રહણનો માર્ગ એન્ટાર્કટિકા પર લગભગ 4,282 કિલોમીટર સુધી ફેલાશે અને ત્યારબાદ ડેવિસ સમુદ્ર પાર કરશે અને ખતમ થશે. કોનકોર્ડિયા સ્ટેશન એ એક ફ્રેન્ચ-ઇટાલિયન બેઝ છે જે મહાદ્વિપની અંદર સ્થિત છે. ત્યાં ગ્રહણનો વલયાકાર તબક્કો 11:46 યુટીસી પર શરૂ થશે અને 2 મિનિટ અને 1 સેકન્ડ સુધી ચાલશે.
આ પણ વાંચો - મહાશિવરાત્રી પહેલા સપનામાં આ વસ્તુઓ દેખાવી શુભ માનવામાં આવે છે, જાણો સ્વપ્ન શાસ્ત્રના મતે તેનું મહત્વ
સૂર્યગ્રહણ જોતી વખતે આ સાવચેતી રાખો
- સૂર્યગ્રહણ જોવા માટે ખાસ બનાવવામાં આવેલા ઇક્લિપ્સ ચશ્માનો જ ઉપયોગ કરો.
- સામાન્ય ચશ્મા, સનગ્લાસ અથવા કેમેરા લેન્સથી ગ્રહણ જોવું આંખો માટે જોખમી હોઈ શકે છે.
- વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્ય કરતા થોડો નાનો દેખાય છે અને એપોજી (પૃથ્વીથી સૌથી દૂરની સ્થિતિ) નજીક હોય છે.
- ફોર્બ્સના રિપોર્ટ અનુસાર આ સમય દરમિયાન ચંદ્ર સૂર્યની ડિસ્કનો લગભગ 96% ભાગ આવરી લે છે.
- આ કારણોસર રિંગ ઓફ ફાયર'નું દ્રશ્ય બને છે, જે વધુમાં વધુ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલી શકે છે.
- સુરક્ષા વિના સીધા સૂર્યને જોવાથી આંખોને કાયમી નુકસાન થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us