Lunar Eclipse : વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ આ વખતે બુદ્ધ પૂર્ણિમાએ, જાણો શુભ મુહૂર્ત, મહત્વ અંગે

lunar eclipse buddha purnima 2023 chandra grahan : આ વર્ષની બુદ્ધ પૂર્ણિમા ખુબ જ ખાસ છે. કારણ કે આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. આ સાથે જ શુભ યોગ પણ બની રહ્યું છે.

Written by Ankit Patel
Updated : May 04, 2023 16:48 IST
Lunar Eclipse : વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ આ વખતે બુદ્ધ પૂર્ણિમાએ, જાણો શુભ મુહૂર્ત, મહત્વ અંગે
બુદ્ધ પૂર્ણિમા

Buddha Purnima 2023: હિન્દુ પંચાગ અનુસાર વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ બને છે. બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. તેમનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. તેનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. આ વર્ષની બુદ્ધ પૂર્ણિમા ખુબ જ ખાસ છે. કારણ કે આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. આ સાથે જ શુભ યોગ પણ બની રહ્યું છે. તો ચાલો જાણીએ કે બુદ્ધ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત, મહત્વ અને ચાર આર્ય સત્ય અંગે.

બુદ્ધ પૂર્ણિમા 2023નું શુભ મુહૂર્ત

બુદ્ધ પૂર્ણિમા 4 મે ગુરુવારે રાત્રે 11.45 વાગ્યાથી શરુ થઈને 5 મે શુક્રવાર રાત્ર 11.4 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ ચંદ્ર ગ્રહણ રાત્રે 8.44 વાગ્યાથી મધ્ય રાત્રી 1.1 વાગ્યા સુધી રહેશે.

બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમાં અવતાર છે. આ દિવસે વ્રત-જાપ કરવાનું વિશેષ મહત્વ છે. બીજી તરફ બૌદ્ધ ધર્મના લોકો ધૂમધામથી ગૌતમ બુદ્ધનો જન્મોત્સવ ઉજવે છે. આ દિવસે આ લોકો જન્મોત્સવ ઉજવવાની સાથે જ તેમના આદર્શો અને ધર્મના માર્ગમાં ચાલવાની પ્રેરણા લે છે. આ સાથે જ બોધગયામાં વિશેષ પૂજા કરવામાં આવે છે. નાવામાં આવે છે. કે પીપળાના ઝાડના નીચે બેઠેલા ગૌતમ બુદ્ધને પૂનમના દિવસે જ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. આ સાથે જ બુદ્ધનું નિધન પણ આ જ દિવસે થયું હતું.

બોધિ વૃક્ષ કેમ છે ખાસ?

ઇતિહાસકારો પ્રમાણે ગૌતમ બુદ્ધનો જન્મ 563-483 ઈ.પૂ.ના મધ્યમાં થયો હતો. સાંસારિક મોહ માયાથી દૂર થઈને તેમણએ બોધિ વૃદ્ધની નીચે સતત 49 દિવસો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ સાથે જ તેમણે બુધ પૂર્ણિમાના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને તે બોધિસત્વ કહેવા છે.ત્યારબાદ તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો.

આ પણ વાંચોઃ- 12 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ ‘વિપરીત યોગ’, આ ચાર રાશિઓની ચમકી જશે કિસ્મત, અચાનક ધન લાભ અને પ્રગતિનો યોગ

બુદ્ધ ધર્મના ચાર આર્ય સત્ય

મહાત્મા બુદ્ધની સંપૂર્ણ શિક્ષા ચાર આર્ય સત્ય પરઆધારીત હતી. બુદ્ધના ચાર આર્ય સત્યમાં પહેલા દુઃખ અર્થાત સંસાર દુઃખમય છે, બીજું દુખોનું કારણ, ત્રીજું દુખ-નિરોધ અટલે કે દુખોનો અંત, સંભવ અને ચોથો અથવા દુઃખ નિરોધ માર્ગ એટલે કે દુખોના અંતનો એક માર્ગ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ