Grah Gochar: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એક નિશ્ચિત સમય બાદ પ્રત્યેક ગ્રહની રાશી અને નક્ષત્ર પરિવર્તન થાય છે. જ્યારે-જ્યારે નવગ્રહોની ચાલ બદલાઈ છે તો તેની સીધી અસર જીવન પર પડે છે. નવગ્રહમાં શનિ અને રાહુને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે. શનિ છ વર્ષ બાદ અને રાહુ 18 મહિના બાદ રાશી પરિવર્તન કરે છે. જોકે આ દરમિયાન બંને ગ્રહનું ઘણી વખત નક્ષત્ર પરિવર્તન થાય છે.
પચાંગ અનુસાર, 5 જુલાઈ 2024 એ રાહુએ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું હતું. જ્યાં તે માર્ચ 2025 સુધી રહેશે. કર્મફળ દાતા શનિ આ સમયે શતભિષા નક્ષત્રમાં હાજર છે. જ્યાં તે વર્ષ 2025 સુધી રહેશે. નોંધનિય છે કે, શતભિષા નક્ષત્રના સ્વામી પાપી ગ્રહ રાહુ અને ભાદ્રપદ નક્ષત્રના દાતા શનિ દેવ છે એટલે બંને ગ્રહ એકબીજાના નક્ષત્રમાં હાજર છે. જેથી પરિવર્તન રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો ચલો જાણીએ ઘણા વર્ષો બાદ બનેલો પરિવર્તન રાજયોગનો શુભ પ્રભાવ કઈ ત્રણ રાશિઓ ઉપર પડવાનો છે.
મેષ રાશિ
પરિવર્તન રાજયોગ મેષ રાશિના જાતકો માટે ભાલકારી સિદ્ધ થશે. વેપારીઓના અટકેલા કાર્ય પૂર્ણ થશે. આ સાથે જ પૈસા કમાવવાના સારા અવસરો મળશે. નોકરીયાત લોકોને ઓફિસના કામકાજના ચક્કરમાં વિદેશ પ્રવાસ જવાની તક મળી શકે છે. રોજગારની શોધ કરતા લોકોની મુશ્કેલી દૂર થઈ શકે છે. પરિણીત કપલને સાથે સમય પસાર કરવાની ઘણી તકો મળશે, જેથી સંબંધમાં મજબૂતી આવશે.
આ પણ વાંચો: ભાઈ બીજ ક્યારે છે 2 કે 3 નવેમ્બરે? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
તુલા રાશિ
શનિ અને રાહુના પરિવર્તન રાજયોગથી તુલા રાશિના જાતકોને લાભ થવાની સંભાવના છે. વેપારીઓનું કામકાજ ઝડપ પકડશે, જેથી આવનારા દિવસોમાં તેનો લાભ મળશે. નોકરિયાત વર્ગના લોકોની આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિને બળ મળશે. પરિણીત લોકો પાર્ટનર સાથે બે અથવા ત્રણ દિવસના પ્રવાસ પર જઈ શકે છે, જે લોકોને હજુ સુધી નોકરી નથી મળી તેમને બે થી ત્રણ મહિનામાં સારા સમાચાર મળી શકે છે.
કુંભ રાશિ
રાહુ અને શનિના પરિવર્તન રાજયોગથી કુંભ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે. ભૌતિક સુખમાં વૃદ્ધી થવાથી મન પ્રસન્ન રહેશે. આ સિવાય વેપારમાં પણ સારો એવો લાભ થવાનો યોગ બની રહ્યા છે. નોકરીયાત લોકોની સેલેરીમાં સારી એવી વૃદ્ધી થવાની સંભાવના છે. પરિણીત જાતકોના જીવનમાં ખુશીઓનો વાસ થશે, જેથી ઘરનું વાતાવરણ પણ સારૂ રહેશે. કમરના દુખાવામાં ઘટાડો થશે.
(ડિસ્ક્લેમર: અહીં આપાવમાં આવેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે તથા માત્ર સૂચના માટે આપવામાં આવે છે. Gujarati Indian Express તેની પુષ્ટિ કરતું નથી.)