વૃંદાવન સ્થિત કાત્યાયની દેવી મંદિરનું નામ પ્રાચીન સિદ્ધપીઠ અંતર્ગત આવે છે. આ મંદિર માતાના 51 શક્તિપીઠો પૈકી એક છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની ક્રિડી ભૂમિ વૃંદાવનમાં મા ભગવતીના કેશ પડ્યા હતા. આર્યશાસ્ત્ર, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને આદ્યાસ્ત્રતમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજ કાત્યાયની પરા અર્થાત વૃંદાવનમાં સ્થિત શક્તિપીઠમાં બ્રહ્મશક્તિ મહામાયા શ્રી માતા કાત્યાયનીના નામથી પ્રસિદ્ધ છે. દેવર્ષિ વેદવ્યાસે પણ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના 22માં અધ્યામાં ઉલ્લેખ કર્યો છે.
પૈરાણિક કથાઓ અનુસાર દેવી સતીએ તેમના પિતા દક્ષેસ્વર દ્વારા કરવામાં આવેલા યજ્ઞ કુડમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. ત્યારે ભગવાન શંકર દેવી સતીના મૃ શરીરને લઇને આખા બ્રહ્માંડના ચક્કર લગાવી રહ્યા હતા. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને 51 ભાગોમાં વિભાજીત કરી દીધા હતા. જેમાં સતીના કેશ (વાળ)આ સ્થાન ઉપર પડ્યા હતા. અહીં હાજર મંદિરમાં માતાની સાથે સાથે બૈરવની પણ પૂજા કરવામાં આવે છે. મંદિરમાં ભેરવની પૂજા ભૂતેશના રૂપમાં કરવામાં આવે છે.
અહીં હંમેશા ભક્તોની ભીડ લાગેલી હોય છે. પરંતુ નવરાત્રીના અવરસ પર દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ માતાના આશીર્વાદ મેળવવા માટે અહીં આવે છે. કિંવદંતિઓ અનુસાર રાધારાણીએ પણ ભગવાની શ્રી કૃષ્ણને મળવવા માટે આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રીમદભાગવ ગ્રંથ અનુસાર કૃષ્ણની ગોપીઓના પતિ રૂપમાં મેળવવા માટે રાધા સહિતમાં માતા કાત્યાયની દેવીની પૂજા કરી હતી. ત્યારથી લઇને આજ દિવસ સુધી અહીં કુંવારી કન્યાઓ માતા કાત્યાયને પોતાના ઇચ્છિત વર પ્રાપ્તિ માટે માનતા માંગે છે. મંદિરને લઇને લોકોની માન્યતા છે કે અહીં માંગવામાં આવેલી દરેક માનતા પુરી થાય છે.
સ્થાનિક લોકોની માન્યતા અનુસાર અહીં ભગવાન કૃષ્ણના કંસનો વધ કરવા માટે પહેલા યમુના કિનારે માતા કાત્યાયની કુળદેવી માનીને બાલુથી માતાની પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમાની પૂજા કર્યા બાદ ભગવાના કૃષ્ણએ મામા કંશનો વધ કર્યો હતો. દરવર્ષે નવરાત્રીના તહેવાર પર અહીં એક મેળો યોજાય છે. કાત્યાયની પીઠ મંદિરનું પુનનિર્માણ 1923માં કામરુપ મઠના સ્વામી રામાનંદ તીર્થ મહારાજથી દીક્ષિત થઇને કઠોર સાધના માટે હિમાલયની કંદરાઓથી પરત આવીને સ્વામી કેશવાનંદે કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ- Chaitra Navratri: નવરાત્રિમાં આ પાંચ સપનાઓ દેખાવા મનાય છે શુભ, ધનલાભની સાથે ભાગ્યોદય થવાની માન્યતા
માતા કાત્યાયનીની સાથે સાથે આ મંદિરમાં પંચાનન શિવ, વિષ્ણુ, સૂર્ય તથા સિદ્ધિદાતા શ્રી ગણેશની પૂર્તિઓ પણ છે. મંદિર અંતર્ગત ગુરુ મંદિર, શંકરાચાર્ય મંદિર, શિવ મંદિર તથા સરસ્વતી મંદિર પણ દર્શનીય છે. કાત્યાયની પીઠ સ્થિત ઔષધાલય દ્વારા વિભિન્ન અસાધ્ય રોગીઓની સફળ સારવાર તથા મંદિરમાં સ્થિ ગૌશાળામાં ગાયોની સેવા પૂજા દર્શનીય છે. એટલા માટે યજ્ઞશાળામાં વેદોક્તરીતિથી સ્વાહાકાર મંત્રોના શ્રવણ અને વિભિન્ન ઉપાસના પદ્ધતિઓ દ્વારા પૂજા અર્ચનાને લઇને કોઈ વ્યક્તિ સ્તમ્ભિત થઇને માતાની સમક્ષ પહોંચી જાય છે.
નવરાત્રીના દિવસોમાં કન્હૈયાની નગરી દેવી નગરી બની જાય છે. અહીં અનેક દેવી મંદિરોમાં મોડી રાત સુધી પૂજા અર્ચનાના કાર્યક્રમ ચાલ્યા રહે છે. આ શ્રૃંખલામાં અહીં હાજર બીએસએ કોલેજ વચ્ચે સ્થિ કંકાલી ટીલા પર બનેલું માતા કંકાલી દેવી મંદિર અદભુત છે. ભક્તોમાં માતા કંકાલી દેવીની વધારે માન્યતા છે. માતાને કૃષ્ણા કાળી, કંકાળી દેવી અને યોગમાયાના નામથી પણ જાણિતું છે.
આ પણ વાંચોઃ- chaitra Navratri upay : ચૈત્ર નવરાત્રીમાં હળદરના આ ચમત્કારી ઉપાય કરો. મળશે સુખ-સમૃદ્ધિની સાથે ધન લાભ
નવરાત્રીના દિવસોમાં હજારો શ્રદ્ધાળુ માતા કંકાળીની પૂજા કરવા માટે અહીં આવે છે. માન્યતા છે કે જો ભક્ત અહીં પોતાની માનતા લઇને આવે છે તો તેની મનોકામના જરૂર પુરી થાય છે. માનવામાં આવે છે કે કંકાલી દેવીનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો હતો. નવ દિવસમાં માતાને અનેક પોશાક ધારણ કરીને વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.