/indian-express-gujarati/media/media_files/2026/03/06/chaitra-navratri-2026-date-2026-03-06-22-44-12.jpg)
Chaitra Navratri 2026 Date : ચૈત્ર નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Chaitra Navratri 2026 Date : ચૈત્ર નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક પંચાગ અનુસાર, આ તહેવાર દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને પૂરા નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેને નવદુર્ગા કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે.
આ સમય દરમિયાન ભક્તો મા દુર્ગાની આરાધના, ઉપવાસ અને પૂજા-પાઠ કરીને તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં કળશ સ્થાપન (ઘટસ્થાપન) કરવામાં આવે છે, જે આ તહેવારની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે નવ દિવસ સુધી શ્રદ્ધા અને નિયમ સાથે દેવી મા ની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન વ્રત રાખે છે અને દેવી દુર્ગાના મંત્રો, સ્તોત્રો અને આરતીનો પાઠ કરે છે.
નવ દિવસ દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાય છે
ચૈત્ર નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા, પાંચમા દિવસે મા સ્કંદમાતા, છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રી, આઠમા દિવસે મા મહાગૌરી અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
દરેક સ્વરૂપનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને ભક્તો તેમની પૂજા કરે છે આશીર્વાદ લે છે. નવરાત્રીના છેલ્લા દિવસે કન્યા પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનીને તેમનું પૂજન કરવામાં આવે છે અને તેમને ભોજન અને ઉપહાર આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આ પણ વાંચો - રામ નવમી ક્યારે છે, 26 કે 27 માર્ચ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ
ચૈત્ર નવરાત્રી 2026 લિસ્ટ
- 19 માર્ચ 2026, ગુરુવાર - માં શૈલપુત્રી પૂજા
- 20 માર્ચ 2026, શુક્રવાર - માં બ્રહ્મચારિણી પૂજા
- 21 માર્ચ 2026, શનિવાર - માં ચંદ્રઘંટા પૂજા
- 22 માર્ચ 2026, રવિવાર - માં કુષ્માંડા પૂજા
- 23 માર્ચ 2026, સોમવાર - માં સ્કંદમાતા પૂજા
- 24 માર્ચ 2026, મંગળવાર - માં કાત્યાયની પૂજા
- 25 માર્ચ 2026, બુધવાર - માં કાલરાત્રી પૂજા
- 26 માર્ચ 2026 – માં મહાગૌરી પૂજા
- 27 માર્ચ 2026, શુક્રવાર - માં સિદ્ધિદાત્રી પૂજા
ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તમે તે સાચું અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us