આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે હંસ મહાપુરુષ રાજયોગ, આ રાશિઓ માટે ફાયદાકારક, જાણો તિથિ અને ધાર્મિક મહત્વ

diwali 2025 rajyog: દિવાળી પર હંસ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે, જે મકર, કુંભ, કર્ક, મિથુન અને તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આ દિવાળીમાં અચાનક આર્થિક લાભ થઈ શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે.

Written by Rakesh Parmar
October 16, 2025 17:39 IST
આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે હંસ મહાપુરુષ રાજયોગ, આ રાશિઓ માટે ફાયદાકારક, જાણો તિથિ અને ધાર્મિક મહત્વ
આ દિવાળી પર હંસ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે.

Diwali 2025: સનાતન ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. જ્યોતિષીય કેલેન્ડર મુજબ, દરેક કારતક મહિનાની અમાવસ્યા તિથિ પર દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. દિવાળીના શુભ અવસર પર લોકો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, રામ દરબાર અને કુબેર દેવતાની પૂજા કરે છે અને રાત્રે તેમના ઘરોમાં દીવા પ્રગટાવે છે.

એવી માન્યતા છે કે જે પણ દિવાળીના શુભ મુહૂર્તમાં માત લક્ષ્મીની પૂજા કરે છે તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. દિવાળીને કાળરાત્રી પણ કહેવાય છે. જે તંત્ર સાધના અને સિદ્ધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે હંસ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ દિવાળીની તારીખ અને ધાર્મિક મહત્વ…

દિવાળી તિથિ 2025

કેલેન્ડર મુજબ, દિવાળી દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે કારતક અમાવસ્યા 20મી ઓક્ટોબરે બપોરે 3.44 કલાકે શરૂ થશે અને 21મી ઓક્ટોબરે સાંજે 5.55 કલાકે સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્યાપિની અમાવસ્યા 20 ઓક્ટોબરે શરૂ થશે, જે બપોરે 3.44 વાગ્યે શરૂ થશે. જો પ્રતિપદા તિથિ સાંજે શરૂ થાય છે, તો તે સમય દરમિયાન પાંચ દિવસનો દિવાળી તહેવાર ઉજવવો જોઈએ નહીં. એટલે કે પ્રતિપદામાં દિવાળીનું કોઈ મહત્વ નથી. તેથી 20 ઓક્ટોબરે જ દિવાળી ઉજવવી શુભ રહેશે. જો પ્રદોષ કાલ પ્રમાણે જોઈએ તો આ વખતે 20મી ઓક્ટોબરે દિવાળી ઉજવવી યોગ્ય રહેશે. કારણ કે પ્રદોષ કાળ 20 ઓક્ટોબરે આવી રહ્યો છે.

હંસ મહાપુરુષ રાજયોગ રચાઈ રહ્યો છે

દિવાળી પર હંસ મહાપુરુષ રાજયોગ રચાઈ રહ્યો છે. કર્ક રાશિમાં ગુરુના સંક્રમણથી આ રાજયોગ સર્જાયો છે.

આ રાશિઓ માટે દિવાળી શુભ

દિવાળી પર હંસ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે, જે મકર, કુંભ, કર્ક, મિથુન અને તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આ દિવાળીમાં અચાનક આર્થિક લાભ થઈ શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી કમાણી પણ વધશે અને આવકના નવા સ્ત્રોત બનશે. વેપારમાં મોટા સોદાથી મોટો ફાયદો થશે. તમે રોકાણથી નફો પણ મેળવી શકો છો. કાર્યસ્થળ પર તમારી મહેનત ફળ આપશે. જો લાંબા સમયથી કોઈ કામ અટકેલું હોય તો તે પૂર્ણ થશે. વૈવાહિક જીવન સારું રહેશે અને અપરિણીત લોકો માટે સારા સંબંધો આવશે.

આ પણ વાંચો: વાઘ બારસ એટલે ગાયની પૂજા કરવાનો પવિત્ર દિવસ, જાણો શુભ મૂહુર્ત અને બધુ જ

દિવાળીનું ધાર્મિક મહત્વ

જે વ્યક્તિ દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં લક્ષ્મીની પૂજા કરે છે, તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. તેમજ દિવાળીના દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા. આ દિવસથી દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. તેમજ ભગવાન રામના આગમનની ઉજવણી માટે દીવા પ્રગટાવવામાં આવે છે. આ તહેવાર દેવી લક્ષ્મીની પૂજા કરીને સમૃદ્ધિ અને આંતરિક શાંતિની ઇચ્છા કરવા માટે પણ મહત્વપૂર્ણ છે, જે ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ