/indian-express-gujarati/media/media_files/2026/01/05/mangalwar-upay-2026-01-05-17-29-25.jpg)
મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે..
Mangalwar Upay 2026 : હિન્દુ ધર્મ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
વર્ષ 2026ની શરૂઆતમાં આવતો આ મંગળવાર ખાસ સંયોગ લઈને આવ્યો છે. જો તમે રાહુની મહાદશા, શનિની સાડા સાતી અથવા આર્થિક મુશ્કેલીઓથી પરેશાન છો તો મંગળવારે હનુમાનજીની વિધિવત પૂજા સાથે હનુમાન ચાલીસા કરો અને આ નાનો ગુપ્ત ઉપાય પણ કરો. આમ કરવાથી તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે છે. ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ.
મંગળવારના ઉપાય હનુમાનજીને સમર્પિત
મંગળવાર હનુમાનજીનો વાર છે અને મંગળવારના ઉપાય હનુમાનજીને રિઝવવા કરવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસા પાઠ, ઓમ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ: મંત્ર જાપ કરી શકાય છે. આ ઉપરાંત ગરીબોને દાન કરવાથી સુખ, સમૃદ્ધિમાં વધારો અને અટકેલા કાર્યોમાં સફળતા, સકારાત્મક ઉર્જા મળે છે તેમજ ઋણ મુક્તિ થતી હોવાની ધાર્મિક માન્યતા છે.
મંગળવારે આ વસ્તુ ઘરના આ ખૂણામાં રાખો
મંગળવારે સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી તમે એક નાનો ઉપાય કરી શકો છો. આ માટે, તમારા ઘરનો 'ઇશાન ખુણો ' (North-East corner) અથવા 'દક્ષિણ-પશ્ચિમ' (South-West) ખૂણામાં માટીના દીવામાં કપૂર અને 2 લવિંગને રાખો અને તેને પ્રગટાવી દો. આમ કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધે છે. આ સિવાય રાહુ-કેતુની આડઅસરો સમાપ્ત થઈ જાય છે. ધનના આગમનનો રસ્તો ખુલી શકે છે અને પરિવારમાં સુખ અને શાંતિ આવે છે.
હનુમાનજીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય
પીપળાના પાનનો ઉપાય કરો
મંગળવારે પીપળાના 11 પાન લો અને તેમાં ચંદનથી'શ્રી રામ' લખો અને પછી હનુમાનજીને અર્પણ કરો. આમ કરીને તમે જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.
સિંદૂરનો લેપ કરો
મંગળવારે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિશ્રિત ચોલા અર્પણ કરો. આમ કરવાથી જીવનના દરેક અવરોધને દૂર કરી શકાય છે અને કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતા મેળવી શકાય છે.
આ પણ વાંચો - ગીતા જ્ઞાનથી શીખો જીવન જીવવાની કળા, બદલાઇ જશે પોતાના વિચાર અને જીવન
બજરંગ બાણનો પાઠ કરો
જો તમારા દુશ્મનો તમારા પર પ્રભુત્વ ધરાવે છે તો મંગળવારે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો.
(ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us